ઘરે મેંગો શેક બનાવતી વખતે રાખો આ 5 બાબતોનું ધ્યાન તો મળશે બજાર જેવો સ્વાદ, જાણો ટીપ્સ.

બજાર જેવો ટેસ્ટી મેંગો શેક ઘરે બનાવવો છે તો રાખો આ બાબતોનું ધ્યાન, જાણો તેના માટે કઈ કેરી હોય છે બેસ્ટ.

ઉનાળાની ઋતુ આવતા જ લોકો કેરીની આતુરતા પૂર્વક રાહ જોવા લાગે છે. ફળોના રાજા કેરીની ઘણી વેરાયટી આવે છે, પણ સીઝનની શરુઆતમાં સૌથી પહેલા કેરીની જે વેરાયટી આવે છે, તે મેંગો શેક માટે બેસ્ટ હોય છે. ઘણા લોકો બજારમાં મળતા મેંગો શેક પીવે છે, તો ઘણા લોકો ઘરે જ મેંગો શેક બનાવે છે.

મેંગો શેક આરોગ્ય માટે તો ફાયદાકારક હોય છે, સાથે જ તે ઉત્તમ ટેસ્ટ પણ પૂરો પાડે છે. પણ ઘણા લોકોની ફરિયાદ રહે છે કે, તેમનો મેંગો શેક બજાર જેવો ટેસ્ટી નથી બની શકતો. જો તમને પણ આ પ્રકારની મુશ્કેલી આવી રહી છે, તો તમે કેટલીક ટીપ્સ ફોલો કરીને ઓછા પૈસામાં બજાર જેવો ટેસ્ટી મેંગો શેક ઘરે જ પી શકો છો. આજે અમે તમને મેંગો શેક બનાવતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવીશું. આ બાબતોને ફોલો કરો અને ટેસ્ટી મેંગો શેક ઘરે જ બનાવો.

કેવા પ્રકારના દૂધનો કરવો ઉપયોગ? સારો અને સ્વાદિષ્ટ મેંગો શેક બનાવવા માટે સૌથી પહેલા જરૂરી છે કે, તમે યોગ્ય દૂધનો ઉપયોગ કરો. મેંગો શેક માટે દૂધ હંમેશા ઉકાળેલું અને ઠંડું કરેલું હોવું જોઈએ. ઘણા લોકો કાચા દૂધ માંથી જ મેંગો શેક બનાવી લે છે. આ રીતે પણ મેંગો શેક બની જાય છે, પણ તે સ્થિતિમાં તમારે મેંગો શેક તરત પી લેવો જોઈએ, કારણ કે આ પ્રકારના મેંગો શેકને સ્ટોર કરવાથી તે ફાટી શકે છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઇ શકે છે. એટલું જ નહિ, મેંગો શેક બનાવવા માટે જો તમે દૂધને ઉકાળ્યું છે, તો તેનો તરત ઉપયોગ ન કરો. તમારે પહેલા ઉકાળેલા દૂધને ઠંડું કરી લેવું જોઈએ અને ત્યાર પછી જ દૂધનો ઉપયોગ કરવો જોઈએ.

ક્યારે નાખવી ખાંડ? તમે ખાંડનો ઉપયોગ મેંગો શેક બનાવવાની શરુઆતમાં જ કરી શકો છો. તેના માટે તમે જયારે દૂધમાં કેરી કાપીને નાખો ત્યારે જ સાથે ખાંડ પણ નાખી દો અને મિક્સરમાં તેને પીસી લો. જો તમે શુગર ફ્રી નો ઉપયોગ કરો છો, તો પછી તમારે તેને પાછળથી જ નાખવી જોઈએ. અને જો તમે મેંગો શેકમાં પહેલા ખાંડ નાખવાનું ભૂલી ગયા છો, તો તમારે પાછળથી દળેલી ખાંડનો ઉપયોગ કરવો જોઈએ.

કેવી હોવી જોઈએ કેરી? મેંગો શેક બનાવવા માટે બજારમાં અલગ અલગ પ્રકારની કેરી આવે છે. કેરીની કેટલીક વેરાયટી જેવી કે તોતાપુરી કેરી અને બદામ કેરીને મેંગો શેક માટે સૌથી સારી માનવામાં આવે છે. જો તમે ઘરે પરફેક્ટ બજાર જેવો મેંગો શેક બનાવવા માંગો છો, તો તમારે કેરીની આ બે વેરાયટીનો જ ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે જ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કેરી વધુ ખાટી ન હોય. જો કેરી ખાટી હશે તો મેંગો શેકનો સ્વાદ બગડી જશે. એટલું જ નહિ, ખાટી કેરીથી દૂધ ફાટી જવાનો પણ ડર રહે છે.

માર્કેટ જેવો મેંગો શેક બનાવવા માટે અપનાવો આ ટીપ્સ :

જો તમારે બજાર જેવો મેંગો શેક બનાવવો છે તો તમારે તેમાં મેંગો ફ્લેવરનો આઈસ્ક્રીમ અને ડ્રાઈ ફ્રુટ્સ પણ મિક્સ કરવા જોઈએ. જો તમે ધારો તો મેંગો ફ્લેવરનો શુગર સીરપ પણ મેંગો શેકમાં મિક્સ કરી શકો છો.

ન કરો આ ભૂલો :

મેંગો શેક બનાવતી વખતે ભૂલથી પણ બીજા ફળ તેમાં ન નાખો.

મેંગો શેકને સ્ટોર કરવાની ભૂલ પણ ન કરો. તેનાથી તેનો સ્વાદ ખરાબ થઇ જશે અને આરોગ્ય માટે પણ તે નુકશાનકારક બની જશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.