પંડિત જવાહરલાલ નહેરૂને મળવા એક બાઈ આવી, વાંચો એક ખૂબ જ રસપ્રદ કિસ્સો

પંડિત જવાહરલાલ નહેરૂને મળવા એક બાઈ આવી

અને એમના હાથ માં એક ચોપડી અને એક થેલી આપી ગઈ.

નહેરૂએ એ થેલી ખોલી તો તેમાં ૩૫ લાખ રૂપિયા હતા અને તે ચોપડીમાં એ રકમનો હિસાબ હતો.

એ રકમ કોન્ગ્રેસ સંસ્થાની મુડી હતી, જેનો વહિવટ એ બાઈના પિતા કરતા હતા.

પિતાના મૃત્યુ બાદ આમાંથી એક પણ પાઈ રાખ્યા વિના તે બાઈએ, એ રકમ નહેરૂને સુપ્રત કરી દીધી હતી. અને પહેરેલે લુગડે તે પોતાના વતન ભેગી થઈ ગઈ હતી.

આખી જિંદગી અકિંચન વ્રત પાળનાર, સદા ટ્રેનના ત્રીજા વર્ગના ડબામાં જ મુસાફરી કરનાર, અને પોતે ગાંધી માર્ગે કાંતેલા સૂતરમાંથી બનાવેલ કપડાં જ પહેરનાર એ બાઈ કોણ હતી?

એ હતાં – સ્વતંત્રતા બાદ ઘણા સમય સુધી વિસરાઈ ગયેલા, ભારતના નેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણિબહેન આઝાદીના આ અમર પ્રતિકો છે. તેમની નિસ્વાર્થ સેવા એ દેશપ્રેમનું અમૂલ્ય ઘરેણું છે.

આવી હતી એમની ઈમાનદારી.

મણિબહેન સરદાર પટેલનાં પુત્રી હતાં, પણ તેમની ઓળખ માત્ર સરદારપુત્રી તરીકે ન આપી શકાય. તે અલગ પ્રતિભા હતા. તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં આગવું યોગદાન આપ્યું હતું. અનેક વખત સત્યાગ્રહ કરીને એમણે કઠોર કારાવાસની સજા ભોગવેલી. અને રાષ્ટ્રને સમર્પિત આ નારી આજીવન અપરિણીત રહેલાં.

જાણકારી માટે જણાવી દઈએ કે, મણિબહેનનો જન્મ એપ્રિલ, ૧૯૦૩માં થયો હતો. એમના પિતા વલ્લભભાઈ ત્યારે ખેડા જિલ્લામાં વકીલાત કરતા હતા. અને માતા ઝવેરબા આદર્શ ગૃહિણી હતાં. મણિબહેનનું બાળપણ દુ:ખમાં વીતેલું હતું. તે જયારે પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમના માતા ઝવેરબા ગંભીર બીમારીમાં સપડાયેલાં અને એમને મુંબઈની કામા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. પછી બે વર્ષ બીમાર રહીને અવસાન પામેલાં. આથી મણિબહેન સાત વર્ષની વયે નમાયી બની. એનાથી સવા વર્ષ નાનો એક ભાઈ પણ ખરો.

પત્નીના અવસાન પછી વલ્લભભાઈએ બીજાં લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. એમના સગાં-વહાલાએ એમને બહુ સમજાવ્યા, પણ વલ્લભભાઈ પોતાના નિર્ણયમાં અફર રહ્યા. અને તે એક જ વાત કહેતા કે, મારે નવાં લગ્ન કરીને બાળકો માથે નવું દુ:ખ નથી નાખવું. એમણે પોતે જ બાળકોની માં બનીને એમને ઉછેર્યાં. અને મણીબેન પણ એમની જેમ જ હિંમતવાળા અને દેશ પ્રેમી હતા. આમ વલ્લભભાઈ અને એમની પુત્રી બંને જ એક ખાસ પ્રતિભાવાળા વ્યક્તિ હતા.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.