આહા ઓરીજનલ જોવા જેવો ”મણિયારો રાસ”

 

ગુજરાતી કલ્ચરમાં ‘મણિયારો રાસ’ યુનિક માનવામાં આવે છે. ખૂબ હાર્ડ ગણાતા સ્ટેપ્સ અને તાલબદ્ધ રીતે દાંડિયાને ફેરવવાની એકદમ અનોખી અદા હોય છે.

જે સમયે સાંસ્કૃતિક મનોરંજનના સાધનો નહીંવત હતા, તેવા સમયે નવરાત્રિના નવ દિવસ ઉત્સાહભેર ગરબા રમતાં યુવાનોને થી ગુજરાત થનગનતું રહેતું.

આજે ડીજીટલ યુગમાં પણ સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતા ગામઠી રીતના ગરબા જોવા ખુબ ભીડ જામે છે. ગામઠી પહેરવેશ અને માતાજીના ગરબાના તાલે યુવાનો ઓતપ્રોત થઇને રમતા જોવા મળે છે.

મણિયારો રાસની ખાસ વિશેષતા છે ખેલૈયાના પગ જમીનને અડકતાં નથી અને જાણે હવામાં ઉછળતા કૂદતા હોય તેવા જોશથી મણિયારો રાસ રમાય છે.

આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે.

જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે. પોરબંદર અને આસપાસનાં બરડા તથા ઘેડ પંથકમાં, હોળી, સાતમ-આઠમ, નવરાત્રી તથા અન્ય કોઇ ધાર્મિક સામાજીક પ્રસંગે મણિયારો રાસ રમવામાં આવે છે.

આ રાસ ડાંડીયા રાસ તરીકે કે ડાંડીયા વગર પણ વિવિધતા પૂર્વક રમાય છે. જો કે તેના દરેક વૈવિધ્યમાં જુસ્સો અને શોર્યનું એકસમાન દર્શન થાય છે. મણિયારો રાસ મોટાભાગે મહેર સમાજનો પારંપારીક પહેરવેશ, ચોરણી,આંગળી (કેડિયું) પહેરી અને રમાય છે.

આમાં યુવાનો ખભે રાતા રંગના પટ્ટા જેવું બાંધે છે તેને ફીંટીયો (વરફીંટીયો) કહે છે, જે મહેર વરરાજા માટે ફરજીયાત હોય છે. રાસ રમતા યુવાનો એકજ સમયે ઠેક મારી અને હવામાં ઉડતા હોય તેમ જોવા મળે છે.

ગુજરાતના ગીતા, સંગીત અને તેના પ્રકારોમાં ખાસી વિવિધતા અને સર્જનાત્‍મકતા જોવા મળે છે.

જુદા – જુદા ભક્તિ ગીતો વૈષ્‍ણવ સંપ્રદાયના ગુજરાતમાં ખાસ્‍સાં પ્રખ્‍યાત છે. ચારણ અને ગઢવી સમાજના ગીતો પણ ગુજરાતમાં પ્રખ્‍યાત છે. જે ગુજરાતની સંસ્‍કૃતિ અને પરંપરાની ઓળખાણ કરાવે છે.
ગુજરાતમાં લગ્‍ન ગીતો, જન્‍મગીતો, મરણગીતો, ઉત્‍સવના ગીતો વગેરે પ્રકારના ગીતો ગવાય છે.

ગુજરાત પાસે પોતાનું વાદ્ય છે અને તેના દ્વારા ગુજરાત પોતાની ઓળખાણ ઊભી કરે છે. તુરી, બુંગલ, પાવા અને જેવા બીજા હવાના વાદ્યો ગુજરાતમાં આવેલ છે.

વળી રવન હાથો, એકતારો, જંતર જેવા તારના વાદ્યો તથા મંજીરા અને તબલા પણ ગુજરાતના વાદ્યો છે. ટોડી, બીલાવલ (વેરાવળ), સોરઠી (સોરઠ), ખંભાવતી (ખંભાત કૅમ્‍બે), આહીરી અને લાટી વગેરે જુદા જુદા રાગે ગુજરાતમાં લોકગીતો ગવાય છે. જે ભારતીય પરંપરામાં ગુજરાતની ઓળખાણ ઊભી કરે છે.

વિડીયો 

https://youtu.be/k0HTm7mTvPw