તમે ફિલ્મોમાં છોકરીઓને વંદા અને ગરોળીથી ડરતા તો જોય જ હશે. ફિલ્મો અને સમાજે એક માનસિકતા ઉભી કરી દીધી છે કે છોકરીઓ ડરપોક હોય છે. પરંતુ સાચું તો એ છે કે દરેક વ્યક્તિ ડરપોક હોય છે, અને દરેક વ્યક્તિ એટલો જ મજબુત પણ હોય છે. અને કોઈપણ પુરુષની જેમ મહિલા પણ, તેને જે કામ મળે છે તે સારી રીતે કરે છે. તેનું ઉદાહરણ છે બિહારની મંજુ દેવી.
મંજુ દેવી છેલ્લા ૧૮ વર્ષથી પોસ્ટમોર્ટમ હાઉસમાં કામ કરી રહી છે. પણ તે ડોક્ટર નથી એક સામાન્ય કર્મચારી છે. તે એક સહાયક છે. પરંતુ પોસ્ટમોર્ટમ વિષે દરેક જીણવટ પૂર્વક જાણે છે. અને અત્યાર સુધી ૧૩ હજારથી પણ વધુ શબનું પોસ્ટમોર્ટમ કરી ચુકી છે. તે એ શબને ચીરે છે, અને સીવે પણ છે.
જાણો મંજુ દેવીની આખી વાર્તા :
બિહારમાં એક જીલ્લો છે સમસ્તીપુર. ત્યાં આવેલી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં જ મંજુ કામ કરે છે. તે ૪૫ વર્ષની છે, અને અનુસુચિત જાતી માંથી આવે છે. જાતી વિષે તમને એટલા માટે જણાવી રહ્યા છીએ, કેમ કે જયારે તમે પછાત જાતિમાં જન્મ લો છો, તમારું જીવન બીજાથી વધુ મુશ્કેલ હોય છે.
સમસ્તીપુરમાં જયારે પોસ્ટમોર્ટમનું કામ શરુ થયું હતું, ત્યારથી જ મંજુના પરિવાર વાળા આ કામ કરી રહ્યા છે. મંજુના દીકરાએ જણાવ્યું કે તેના પરદાદાએ સૌથી પહેલા પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરવાનું શરુ કર્યુ હતું. ત્યાર પછી તેના દાદા અને દાદીએ પણ કામ કર્યુ.
વર્ષ ૧૯૯૪ માં મંજુના સસરા રામજી મલ્લિકનું મૃત્યુ થઇ ગયું, ત્યાર પછી મંજુની સાસુને પોસ્ટમોર્ટમ રૂમમાં સહાયક તરીકે રાખવામાં આવ્યા. મંજુના પતિ નગર પાલિકામાં સફાઈ કર્મચારી હતા. ૨૦૦૧ માં તેમનું મૃત્યુ થઇ ગયું. ત્યાર પછી પરિવારના ભરણ પોષણની જવાબદારી મંજુના માથા ઉપર આવી ગઈ. તેને પાંચ બાળકો હતા. અને તે સમયે બધા નાના હતા.
એટલા માટે મંજુએ પોતાની સાસુ સાથે પોસ્ટમોર્ટમ રૂમમાં જવાનું શરુ કરી દીધું. તેની પાસેથી કામ શીખવા લાગી. ૨૦૦૪ માં સાસુનું પણ મૃત્યુ થઇ ગયું. ત્યારે મંજુને પોસ્ટમોર્ટમનું કામ સંપૂર્ણ રીતે આપી દેવામાં આવ્યું. વર્ષ ૨૦૦૬ માં હોસ્પિટલે મંજુને નિયુક્ત કરી એક પત્ર આપ્યો. કાયમી નિયુક્તિ નહિ, પરંતુ કામચલાઉ.
મંજુ ૧૦ પાસ છે. અને જણાવે છે કે તેને દિવસના ૧૧૦ રૂપિયા જ મળે છે. ભલે એક દિવસમાં એક શબનું પોસ્ટમોર્ટમ કરવું પડે કે પછી ૧૦. અને જો અમુક દિવસે એક પણ લાશ નથી આવતી, તો તેને ૧૧૦ રૂપિયા પણ નથી મળતા.
પૈસા તો ઓછા જ છે, પરંતુ પૈસા સમયસર પણ નથી મળતા. મંજુની સાથેની ટીમને વાત કરી તો તેમણે જણાવ્યું, કે પૈસા મળવાનું ટાઈમિંગ ઘણું ખરાબ છે. કંઈ નક્કી નથી હોતું. હાજરી તો ભરાય છે, પરંતુ સમયસર ક્યારે પણ પૈસા નથી મળતા. અને જયારે પણ મળે છે, પુરા પૈસા નથી મળતા.
મંજુએ ઘણી વખત મજુરી વધારવા અને કાયમી નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાંઈ થયું નહિ. તે બધા મોટા અધિકારીઓને લીધે મુખ્યમંત્રી પાસે સુધી જઈ ચુકી છે, પરંતુ કોઈએ કાંઈ જ ન સાંભળ્યું. કાંઈ થયું નહી. તે આજે પણ ૧૧૦ રૂપિયા રોજની હાજરી ઉપર કામ કરી રહી છે.
તે ઉપરાંત મંજુએ એ પણ જણાવ્યું, કે હોસ્પિટલ તરફથી સફાઈની વસ્તુ માટે પણ પૈસા નથી મળતા. એ કારણે શબની સફાઈ કરવા માટે, તેણે શબના પરિવાર વાળા પાસેથી પૈસા લેવા પડે છે. અને જો કોઈ બિન વારસી શબ હોય છે, તો વોર્ડના વડા તેને પૈસા આપે છે. મંજુ કહે છે કે મૃતકના પરિવાર પાસેથી પૈસા લેવા સારું નથી લાગતું, પરંતુ તે પણ મજબુર છે. એટલા માટે લેવા પડે છે.
સમસ્તીપુરમાં મંજુ પોસ્ટમોર્ટમનું કામ છેલ્લા ૧૮ વર્ષથી કરી રહી છે. અને હજુ સુધી તેમણે ૧૮ હજાર શબનું પોસ્ટમોર્ટમ કરી દીધું છે. તેના વગર કાંઈ જ કામ થઇ નથી શકતું. તે પોતાના કામમાં એકદમ ફીટ છે. જે દિવસે તે હોસ્પિટલ નહિ જાય, તે દિવસે કામ અટકી જ જાય છે. તે ડોક્ટર્સનો જમણો હાથ છે.
કોઈ ડેડ બોડી આવે છે તો મંજુ જ ડોક્ટરને જણાવે છે, કે આ વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું. ઝેર ખાધું, કે અકસ્માત થયો, કે આપધાત. પછી ચીરવું ફાડવું અને પછી ડેડ બોડીને સીવવું, બધું કામ મંજુના માથા ઉપર જ હોય છે.
મંજુને પાંચ બાળકો છે. તેનો મોટો દીકરો દીપક છે જે ૨૭ વર્ષનો છે. પોસ્ટમોર્ટમના કામમાં પોતાની માં ને મદદ કરે છે. બીજા નંબરની દીકરી છે તે ૨૫ વર્ષની છે, તેના લગ્ન થઇ ગયા છે. ત્રીજો એક દીકરો છે કિશન ૨૦ વર્ષનો છે જે સંગીતનો અભ્યાસ કરી રહ્યો છે. પછી બે જોડિયા દીકરી પણ છે એ બન્ને ૧૭ વર્ષની છે.
મંજુ જણાવે છે કે શરુઆતમાં તે પોસ્ટમોર્ટમ કરવાથી ડરતી હતી, પરંતુ પરિવારના ભરણ પોષણની જવાબદારી હતી, એટલે બધું કરવું પડ્યું. ડરને ભૂલવો પડ્યો.