જો તમે પણ માંકડથી છો પરેશાન, તો અપનાવો આ માંકડની દવા ઉપાય… માંકડથી મુક્તિ મળશે

દિવસભર ભાગદોડ અને થાક પછી જો રાત્રે સુતી વખતે માંકડ કરડે તો કોઈ પણ માણસ બેચેની અનુભવે છે. માંકડ તમારા શરીરના કોઈપણ ભાગમાં કરડી શકે છે જેના લીધે તમને ખંજવાળ, ચકતા અને ફોડલા થઇ શકે છે. આ કરડવા વાળા ખતરનાક જીવડા વિષે વિચારવાથી પણ આપણી ઊંઘ હરામ થઇ જાય છે.

માંકડ ખુબ નાનું જીવ હોય છે જેના કારણે તેને શોધવામાં અને ઘરેલું ટીપ્સ દ્વારા તેને મારવો એક અઘરું કામ હોય છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે આ માંકડથી પીછો છોડાવવો આટલું અઘરું કેમ છે? તમને જણાવી દઈએ કે એક મોટો માંકડ પોતાના જીવનકાળ દરમિયાનમાં લગભગ 500 ઈંડા આપે છે, અને તે ઈંડામાંથી નીકળનારા બચ્ચા આગળ જઈને બીજા વધુ ઈંડા આપે છે.

પેઢી દર પેઢી તેની સંખ્યા વધતી જ જાય છે અને તમારી પથારીમાં એક નાનું એવું ટોળું એક પુરા સમુહમાં રૂપાંતરિત થઇ જાય છે જેને લઈને આટલી સંખ્યાને નિયંત્રિત કરવું ખુબ મુશ્કેલ બની જાય છે. માખીઓથી છુટકારો મેળવવા માટેની ટીપ્સ કરતા માંકડથી છુટકારો મેળવવા માટે ખુબ મુશ્કેલ છે કેમ કે માંકડ લાંબા સમય સુધી ખાધા વગર પણ રહી શકે છે. માટે તે ક્યારેય ભોજન ન મળવાને કારણે નથી મરતા.અને નથી તેને જીવતા રહેવા મટે કોઈ વાતાવરણની જરૂર પડે છે. ઘરેલું ઉપચારથી કેવી રીતે મેળવી શકીએ છીએ

માંકડથી મુક્તિ :

ફુદીનો : માંકડ ફુદીનાની ગંધને સહન નથી કરી શકતા. તો થોડા ફૂદુનાના પાંદડા લો અને તમારી પથારીની પાસે રાખી દો. જો તમારા ઘરમાં નાના બાળકો છે તો થોડા ફુદીના ના પાંદડા તેના પારણામાં રાખી દો. ફુદીનાના પાંદડા માંકડને દુર રાખે છે. તમે ધારો તો ફુદીનાના પાંદડાને વાટીને તમારા શરીર ઉપર પણ ઘસી શકો છો.

કાયેન પેપર (લાલ મરચું) : કાયેન પેપર ગીની રાજ્યનું લાલ મરચું છે. તેને બર્ડ પેપર, કાઉ, હોર્ન પેપર અને અલેવા પણ કહે છે. તેનાથી માંકડ ઝડપથી ભાગે છે. તમે આ મરચાને પાવડર બનાવીને માંકડ ઉપર સ્પ્રે કરી શકો છો.

લેવેન્ડર : માંકડ લેવેન્ડરની સુગંધ સહન નથી કરી શકતા. માટે તમે લેવેન્ડરના પાંદડાને માંકડ વાળા કપડા ઉપર ઘસી શકો છો કે લેવેન્ડર પરફ્યુમ છાટી શકો છો.

રોજમેરી : લેવેન્ડરની જેમ માંકડ રોજમરી ની સુગંધપણ સહન નથી કરી શકતા. તમે રોજમરીનો સ્પ્રે બનાવીને તેની ઉપર છાટી શકો છો.

નીલગીરી : નીલગીરી, ઔષધીય ગુણો ઉપરાંત માંકડ મારવા માટે પણ સક્ષમ છે. તમે તેના થોડા ટીપા માંકડ ઉપર છાટી શકો છો. તમે નીલગીરીનું તેલ, રોજમરી અને લેવેન્ડર નો સ્પ્રે બનાવીને માંકડથી હમેશા માટે મુક્તિ મેળવી શકો છો.

બિનના પાંદડા : બિનના પાંદડાને જુના જમાનામાં માંકડથી મુક્તિ મેળવવા માટે ઉપયોગ થતો હતો. આમ તો તેના ચમત્કારી ગુણો વિષે જાણતા નથી પણ એક નવી શોધ મુજબ, બીનના પાંદડા માંકડનો નાશ કરી દે છે.

કાળા અખરોટની ચા : કાળા અખરોટના ઝાડના ઉપયોગ ચા બનાવવામાં કરવામાં આવે છે. તેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ છે જેના કારણે માંકડ ને મારવામાં યોગ્ય સાબિત થાય છે. માંકડ અને તેના ઈંડાને મારવા માટે ઘરના દરેક ખૂણા માં કાળા અખરોટના ટી બેગનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખશો આ બેગ્સને તમારા પાળેલા જાનવરોથી તમે દુર રાખો તો સારું છે.

ટી ટ્રી સ્પ્રે : ટી ટ્રી નું તેલ તેના એન્ટી માઈક્રોબીયલ અસરથી ઓળખાય છે. તે માંકડથી છુટકારો અપાવવામાં પણ સારું માનવામાં આવે છે. ટી ટ્રી નું તેલ ની એક મોટી બોટલ ખરીદી લો. તેમાં થોડું પાણી નાખી ને તેને પાતળું કરો. હવે તે સ્પ્રેની બોટલમાં ભરીને દીવાલ, પલંગ, અભરાઈ, પડદા, ફર્નીચર,ગાદી, કપડા બધી વસ્તુમાં છાંટો જ્યાં તમને લાગે કે માંકડ રહેલા છે. એક અઠવાડિયા સુધી સતત તે છાટવાથી તમે માંકડથી હમેશા માટે છુટકારો મળવી શકશો.

લીંબડાનું તેલ : લીંબડાનું તેલ ઉત્તર ભારતમાં મળી આવતા લીંબડાના ઝાડમાંથી નીકળે છે. તેમાં ઘણા એન્ટી માઈક્રોબીયલ ગુણ હોય છે જેના લીધે તેનો ઉપયોગ કીડા ને દુર રાખવામાં કરવામાં આવે છે. લીંબડાના તેલ તમને કોઈ પણ દવાની દુકાન ઉપરથી મળી જશે. લીંબડાનું તેલ તમને ડાઈલ્યુટ ન કરે. તેનો ઉપયોગ તેના તેની શુદ્ધ રીતે માંકડ ઉપર કરવો જોઈએ. ઘરની બધી વસ્તુ ઉપર તેને છાંટો અને ડિટર્જન્ટ સાથે આ તેલને ભેળવીને જ કપડા ધુવો. એક અઠવાડિયું સતત તેને છાટો.

અજમાના ફૂલ : થાઇમ એટલે કે અજમેટ ના ફૂલ ઇટાલીના એક પસિદ્ધ બુટ્ટી છે જેનો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. થાઈમ માંકડ ઉપર સીધી અસર કરે છે પણ તેની ગંધને માંકડ સહન નથી કરી શકતા. તેની ગંધથી તે પોતે તેની જગ્યાએથી નીકળી જાય છે. થાઈમના પાંદડાને જાળીદાર બેગમાં નાખીને માંકડ વાળી જગ્યા ઉપર મૂકી દો. દર ત્રીજા દિવસે બેગના પાંદડા ને તાજા પાંદડાથી બદલો.

સ્વીટ ફ્લેગ : સ્વીટ ફ્લેગને કલમસ પણ કહે છે. તેનો ઉપયોગ રસાયણ આધારિત જંતુનાશકમાં થાય છે. તેમા એન્ટી માઈક્રોબીયલ ગુણ હોય છે જેના લીધે તે માંકડ જેવા જીવને દુર રાખે છે. તેમાંથી બનેલું હર્બલ જંતુનાશક કોઈપણ કિચન ગાર્ડન ને લગતી દુકાનોમાં મળી જાય છે. બસ સ્વીટ ફ્લેગના પાવડર લાવીને, તેના પેકેટ ઉપર લખેલ સૂચનાઓ વાંચીને લીકવીડ બનાવો અને તમારા ઘરના ખૂણે ખૂણામાં અને માંકડ હોય તે જગ્યાએ છંટકાવ કરો. ધ્યાન રાખશો કે તમે ભૂલથી પણ તે ખાશો નહી ખુબ નુકશાનકારક હોય છે.

સૌથી સારી રીત એ છે કે માંકડ વળી જગ્યાને ૩0-35 ડીગ્રી સે. સુધી ગરમ કરી દેવામાં આવે, ત્યાર પછી માંકડ ગરમીના લીધે જાતે જ બહાર આવશે અને મરી જશે.