માણસાઈનું ઉદાહરણ છે આ 10 બોલીવુડ કલાકાર, અનાથ બાળકને રસ્તા પરથી ઉઠાવી બેધડક આપ્યું પોતાનું નામ.

બોલીવુડ કલાકારો પણ સામાન્ય લોકો જેવા હોય છે. જેવી રીતે સામાન્ય વ્યક્તિને અનાથ બાળકો ઉપર દયા આવે છે. બસ એવી જ રીતે આ કલાકારોનું પણ દિલ આ અનાથ બાળકોને જોઈને પલળી જાય છે. જ્યાં સામાન્ય લોકો પૈસાનો અભાવ અને બીજી જવાબદારીઓ હોવાને કારણે બાળકો ઉપર માત્ર દયા ખાઈને રહી જાય છે અને થોડા બોલીવુડ સ્ટાર એવા પણ છે. જેમણે પોતાના સફળ થવાનો ફાયદો માત્ર પોતાના સુધી ન રાખતા થોડા અનાથ બાળકોને પણ પહોચાડ્યો છે. બોલીવુડ કલાકારો પાસે સારા એવા પૈસા હોય છે. પરંતુ તે ધારે તો આરામથી કોઈ પણ અનાથ બાળકોનો ઉછેર કરી શકે છે. પરંતુ દરેકનું દિલ આટલું મોટું નથી હોતું. ઘણા લોકો હોય છે જે એવું કરી શકે છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના ૧૦ એવા સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જે અનાથ બાળકોને અપનાવીને માણસાઈનું ઉદાહરણ પૂરું પડી ચુક્યા છે. આ કલાકારો એ ન માત્ર આ અનાથ બાળકો ને અપનાવ્યા પરંતુ જરા પણ સંકોચ વગર પોતાનું નામ પણ આપ્યું. કોણ છે તે કલાકારો આવો જાણીએ.

સુષ્મિતા સેન :-

વિશ્વ સુંદરી અને બોલીવુડ હિરોઈન સુષ્મિતા સેન એ બે છોકરીઓ ને દત્તક લીધી છે. જેનું નામ રેને અને અલીશા છે. સુષ્મિતા પોતાની બન્ને દીકરીઓ ને ઘણો પ્રેમ કરે છે અને તેમણે તેને જ પોતાનું જીવન બનાવી દીધું છે.

મિથુન ચક્રવર્તી :-

મિથુન ચક્રવર્તી ને ૪ બાળકો છે. પરંતુ તમને જાણી ને નવાઈ થશે કે તેમણે પોતાની નાની દીકરી ને કચરા ના ઢગલા માંથી ઉપાડી હતી. તે આજે તેને એકદમ પોતાની દીકરી ની જેમ રાખે છે.

રવિના ટંડન :-

રવિના ટંડન ૨૧ વર્ષ ની ઉંમર માં બે દીકરીઓ ને દત્તક લઇ ચુકી છે. ખોળે લીધેલી દીકરીઓ ના નામ પૂજા અને છાયા છે. તેમણે બન્ને ને એક સારું જીવન આપ્યું છે.

સલીમ ખાન :-

સલીમ ખાન એ દીકરી અર્પિતા ને ખોળે લીધી છે. અર્પિતા સલમાનની સગી બહેન નથી તેમ છતા પણ આખું ખાન કુટુંબ તેની ઉપર મરે છે.

નીખીલ આડવાણી :-

નીખીલ આડવાણી બોલીવુડના એક જાણીતા નિદેશક છે. તે ‘કલ કો ન હો’ અને ‘એયરલીફ્ટ’ જેવી સુપરહીટ ફિલ્મ ડાયરેક્ટ કરી ચુક્યા છે. નીખીલ ની દીકરી કાયા દત્તક લીધેલી છે. આશરે ૪ વર્ષ ની ઉંમર માં તેમણે પોતાની દીકરી ને અડૉપ્ટ કરી હતી.

શોભના :-

શોભના દક્ષીણ ભારત ની જાણીતી અભિનેત્રી છે. તેમણે દીકરી અનંથરાયની ને દત્તક લઇ ને પોતાનું નામ આપ્યું છે.

સંદીપ સોપારકર :-

સંદીપ સોપારકર બોલીવુડ ના જાણીતા કોરિયોગ્રાફર છે. તેમણે વર્ષ ૨૦૦૭ માં એક છોકરા ને ખોળે લીધો હતો. જેનું નામ અર્જુન છે. અર્જુન ને ખોળે લેતી વખતે તે કુંવારો હતો. આજે તેના લગ્ન જેસી રંધાવા સાથે થયા છે.

સુભાષ ધઈ :-

બોલીવુડ ના પ્રસિદ્ધ ડાયરેક્ટર સુભાષ ધઈ પણ એક દીકરીને ખોળે લઇ ચુક્યા છે. તેમણે મેઘનાને ખોળે લીધી હતી અને તેને પોતાની દીકરીની જેમ ઉછેરી. તેમણે મેઘના ને લંડન ભણવા મોકલી અને પછી તેના લગ્ન રાહુલ પૂરી સાથે કરી દીધા.

દીબાકર બનર્જી :-

દીબકર બનર્જી બોલીવુડના એક પ્રસિદ્ધ ડાયરેક્ટર છે. દીબાકર એ ‘ખોસલા કા ઘોસલા’ જેવી સુપરહિટ ફિલ્મ બનાવી છે. દીબાકર અને તેની પત્ની રુચા એ મુંબઈ ના અનાથ ઘર માંથી ઈરા નામની બાળકીને ખોળે લીધી હતી.

કૃણાલ કોહલી :-

કૃણાલ કોહલી પણ બોલીવુડના એક જાણીતા નિર્માતા છે. કૃણાલ અને તેમની પત્ની રવિના એ પણ એક વ્હાલી એવી દીકરી ખોળે લીધી છે. જેનું નામ રાધા છે.

આ એક ખુબ જ સરાહનીય બાબત છે. આ રીતે બધા જ અનાથ બાળકોનું જીવન સુધારી શકાતું નથી પણ જો આ રીતે એક બાળકનું ભવિષ્ય પણ સુધારી શકાતું હોય તો શું તે ખોટું છે? તમારા અભિપ્રાય ખાસ કોમેન્ટમાં જણાવશો. ધણી બધી બદીયો બોલીવુડમાં હશે પણ કેટલીક સારી બાબતો પણ છે. આ સિવાય કઈ સારી બાબતો બોલીવુડમાં છે કોમેન્ટમાં જણાવશો. આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેયર આવશ્ય કરશો. ૨૬મી જાન્યુઆરીની શુભકામના. જય હિન્દ…