માથું એટલું મોટું છે કે હેલમેટ ફિટ થતું નથી, માણસની મજબૂરી સાંભળી પોલીસ મૂંઝવણમાં, મેમો ફાડીએ કે નહિ?

જેમ કે તમે બધા જાણો છો. ૧ સપ્ટેમ્બરથી દેશભરમાં ઘણા સ્થળો ઉપર નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થઇ ગયો છે. તેની હેઠળ ચલણના દરો પહેલાની સરખામણીમાં ૧૦ ગણું વધી ગયા છે. આજના દિવસોમાં આપણેને સમાચારો મળી રહ્યા છે કે ફલાણાને આટલા હજારનું ચલણ કપાઈ ગયું, આ મોટા ચલણોથી બચવા માટે લોકો પણ તમામ નિયમોનું કડક રીતે પાલન કરવા લાગ્યા છે.

એક ટ્રાફિક નિયમ જે સૌથી વધુ તોડવામાં આવે છે, તે છે બાઈક ચલાવતી વખતે માથા ઉપર હેલ્મેટ ન પહેરવું. ટ્રાફિક વિભાગે ઘણી વખત લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપી, ઘણી ક્રિએટીવ જાહેરાત પણ લગાવી પરંતુ તેમ છતાંપણ લોકો છે કે હેલ્મેટ પહેરવા માટે તૈયાર નથી રહેતા.

હેલ્મેટ ન પહેરવાના લોકો પાસે ઘણા બહાના હોય છે. ખાસ કરીને વાળ ખરાબ થઇ જશે, હેલ્મેટ સાંચવવાનું મુશ્કેલ કામ છે, હેલ્મેટ ઘરે ભૂલી ગયા કે મારી ઈચ્છા, મારું જીવન વગેરે, આમ તો આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જે હેલ્મેટ પહેરવા તો માંગે છે પરંતુ એક ખાસ મજબુરીને લઈને એવું કરી નથી શકતો. ખાસ કરીને આ વ્યક્તિનું માથું એટલું મોટું છે કે કોઈ પણ હેલ્મેટ તેની ઉપર ફીટ થતું નથી.

હવે પ્રશ્ન એ છે કે જયારે પણ ટ્રાફિક પોલીસ વાળા તેને પકડે છે અને તે પોતાનું હેલ્મેટ ન પહેરવાનું કારણ જણાવે છે, તો તે પણ કન્ફયુઝ થઇ જાય છે, હવે તેનું ચલણ કાપવું કે ન કાપવું.

અમે અહિયાં જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તેનું નામ જાકીર મેમન છે. જાકીર ગુજરાતના છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ગામમાં રહે છે. હાલમાં જ ૧૬ સપ્ટેમ્બરના રોજ ટ્રાફિક પોલીસ વાળાએ જાકીરને હેલ્મેટ વગર ગાડી ચલાવવાને કારણે રોક્યા હતા. જાકીરે પહેલા તો પોલીસ વાળાને પોતાની ગાડીના તમામ સાચા દસ્તાવેજો દેખાડી દીધા.

પરંતુ જયારે હેલ્મેટ ન પહેરવાની વાત આવી તો તેણે જણાવ્યું સાહેબ મારું માથું એટલું મોટું છે કે કોઈ હેલ્મેટ ફીટ નથી આવતી. મેં આખા શહેરમાં શોધ્યું પરંતુ મારા માપનું હેલ્મેટ છે જ નહિ. હું પણ હું પણ હેલ્મેટ પહેરવા માગું છું, પરંતુ માથાની સાઈઝને કારણે જ મજબુર છું. તે કારણે જ ગાડીના તમામ ડોક્યુમેન્ટ પણ સાથે લઈને નીકળું છું.

જાકીરની આ કહાની સાંભળીને પોલીસ પણ દ્વિધામાં મુકાઈ ગઈ. ચલણ કાપવું કે નહિ. જાકીર જણાવે છે કે ઘણી વખત પોલીસ ચલણ કાપ્યા વગર પણ કારણ જાણી પછી છોડી દે છે. આમ તો ઘણી વખત ચલણનું ચુકવણું પણ કરવું પડે છે. બોડેલીની ટ્રાફિક બ્રાંચમાં સબ ઇન્સ્પેક્ટર વસંત રાઠવા જણાવે છે કે જાકીરની આ મુશ્કેલી અનોખી છે. તે કારણે જ ઘણી વખત તેનું ચલણ કપાયું નથી, આમ તો લોકલ પોલીસ કર્મચારી એ વાત સારી રીતે જાણે છે કે જાકીર કાયદાના નિયમોનું નામ સન્માન કરનારા વ્યક્તિ છે.

અમને આશા છે કે જાકીરને વહેલી તકે તેના માથાની સાઈઝનું હેલ્મેટ મળી જાય. કે તેની સ્ટોરી વાયરલ થયા પછી કોઈ કંપની તેના માટે ખાસ મોટા આકારનું હેલ્મેટ બનાવી દે. હાલમાં તમે લોકો હેલ્મેટ પહેરવાનું ન ભૂલો. માત્ર ચલાવવા વાળા જ નહિ પરંતુ પાછળ બેઠેલા વ્યક્તિને પણ હેલ્મેટ પહેરાવો. સુરક્ષા બધાની થવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.