ગણપતિની પૂજા કરતી વખતે જરૂર કરો આ પાંચ મંત્રના જાપ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધી

હિંદુ ધર્મમાં ગણપતિ બપ્પાનું એક વિશેષ સ્થાન છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કે કોઈ પણ નવા કાર્યને શરુ કરવા જઈ રહ્યા છો, કે કોઈ પૂજા હોય તેમાં સૌથી પહેલા ગણેશજીની પૂજા અર્ચના જ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ શુભ કાર્યની શરુઆતમાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે તો તે કાર્ય સફળ અને સારી રીતે થઇ જાય છે. ગણેશજીની પૂજા કરવા અને તેમના મંત્રોના જાપ કરવામાં લોકો હંમેશા ભૂલ કરી દે છે. તો આજે અમે તમને ગણેશ ભગવાનની પૂજા કરવાની સાચી રીત અને તેમની પૂજામા જાપ કરવામાં આવતા મંત્રો વિષે જણાવીએ છીએ.

સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કર્યા પછી ગણેશજીની મૂર્તિ સામે દીવડો પ્રગટાવો અને આ મંત્રનું ઉચ્ચારણ કરો.

“साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया,

दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम्,

भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने,

त्राहि मां निरयाद् घोरद्दीपज्योत।”

સિંદુર દાન :

દીવડો પ્રગટાવવો અને મંત્ર ઉચ્ચારણ પછી વારો આવે છે ગણેશજીને સિંદુર અર્પણ કરવાનો. જયારે ગણેશ ભગવાનને સિંદુર અપર્ણ કરો તો આ મંત્રનો જાપ કરવો જોઈએ.

“सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्,

शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्।”

પ્રસાદ દાન :

સિંદુર પછી વારો આવે છે ગણેશ ભગવાન ઉપર પ્રસાદ ચડાવવાનો આમ તો ગણેશ ભગવાનને મોદક અને બેસનના લાડુ ખુબ ગમે છે. પરંતુ તમે તમારી યથા શક્તિ મુજબ તેમને કોઈ પણ મીઠી વાનગી કે ફળને પ્રસાદના રૂપમાં ચડાવી શકો છો. ભગવાનને પ્રસાદ ચડાવતી વખતે તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

“नैवेद्यं गृह्यतां देव भक्तिं मे ह्यचलां कुरू,

ईप्सितं मे वरं देहि परत्र च परां गरतिम्,

शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च,

आहारं भक्ष्यभोज्यं च नैवेद।”

માલ્યાર્પણ :

ગણેશ ભગવાનને પ્રસાદ ચડાવ્યા પછી તેની ઉપર ફૂલ ચડાવવામાં આવે છે અને માળા પહેરાવવામાં આવે છે. ભગવાનને માલ્યાર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરો.

“माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो,

मयाहृतानि पुष्पाणि गृह्यन्तां पूजनाय भोः।”

યજ્ઞોપવીત :

ગણેશજીની પૂજામાં યજ્ઞોપવીતનું વિશેષ મહત્વ છે. અને તેને લઈને આ મંત્રનો જાપ કરવો જોઈએ.

“नवभिस्तन्तुभिर्युक्तं त्रिगुणं देवतामयम्,

उपवीतं मया दत्तं गृहाण परमेश्वर।”

આ રીત અને મંત્ર સાથે જો તમે ગણેશ ભગવાનની ઉપાસના કરો છો, તો તેમની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર જરૂર વરસે છે. અને તમારા તમામ કાર્ય સફળતા પૂર્વક અને વિઘ્ન વિના થઇ જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.