વાયરલ થઇ રહ્યો છે માનુષી છિલ્લરનો નવો ફોટોશૂટ, ફોટોમાં દેખાયો મિસ વર્લ્ડનો ગ્લૈમરસ અંદાજ

મિસ વર્લ્ડ રહી ચુકેલી મોડલ માનુષી છિલ્લર હંમેશા કોઈને કોઈ કારણોથી સમાચારોમાં છવાયેલી જ રહે છે. એક સમયે તેના બોલીવુડમાં ડેબ્યુના સમાચારો વાયરલ થયા હતા, તો ક્યારેક તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવે છે. આ કડીમાં માનુષી છિલ્લરનો નવો ફોટોશૂટ મીડિયા ઉપર ધમાલ મચાવી રહ્યો છે, જે જોઇને તેના ફેંસની તો નજર જ તેના પર અટકી ગઈ છે.

પોતાના નવા ફોટોશૂટમાં માનુષી છિલ્લર ગ્લેમરસ અંદાજમાં પોતાના ફેંસ ઉપર જાદુ પાથરી રહી છે, જેને તેના ફેંસ ઘણા પસંદ કરી રહ્યા છે. એટલું જ નહિ, માનુષી છિલ્લરે ફોટોશૂટમાં એકથી એક ચડિયાતા પોઝ પણ આપ્યા છે.

વર્ષ ૨૦૧૭ માં વિશ્વ મંચ ઉપર માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો એવોર્ડ જીતીને ભારતનું માન વધારી દીધું હતું. ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર દિવસ રાત તેની ચર્ચા થતી હતી. મિસ વર્લ્ડનો એવોર્ડ મેળવ્યા પછી જ દરેક લોકો માનુષી છિલ્લર વિષે જાણવા અને વાંચવા લાગ્યા. જેને કારણે હવે તેના ફેંસ તેની સાથે જોડાયેલી દરેક નાની મોટી જાણકારીને લઈને ઉત્સુક રહે છે. સોશિયલ મીડિયા ઉપર માનુષી છિલ્લરની ફેંસ ફોલોઈંગ પણ ઘણી જ વધુ મોટી છે, જેને કારણે જ મીનીટોમાં તેના ફોટા વાયરલ થઇ જાય છે.

લાલ ગાઉનમાં માનુષી છીલ્લરે જાદુ પાથર્યો :

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા ફોટામાં માનુષી છિલ્લર લાલ ગાઉનમાં જોવા મળી રહી છે, જેમાં તે ઘણી વધુ સુંદર લાગી રહી છે. માનુષી છિલ્લરના આ ફોટાને તેના ફેંસ ઘણા પસંદ કરી રહ્યા છે. લાલ ગાઉનમાં માનુષી છિલ્લરના ફોટા જે કોઈ લોકો જોઈ રહ્યા છે, તે તેના દીવાના થઇ જાય છે. ગાઉન સાથે માનુષી છિલ્લરે જોરદાર અંદાજમાં પોઝ આપ્યો છે, જેનાથી તેના ફેંસ ખુશ થઇ રહ્યા છે. આ લુકને પૂરો કરવા માટે તેણે પોતાના વાળ ખુલ્લા કરી રાખ્યા છે.

મનમોહક અદાઓ વાળી :

માનુષી છિલ્લરના નવા ફોટોશૂટમાં તેની અદાઓ મન મોહીલે તેવી છે. જે જોઇને તેના ફેંસ તેમની તરફ આકર્ષિત થઇ રહ્યા છે. આ ફોટામાં માનુષી છીલ્લરે પોતાના એકથી એક ચડિયાતા અંદાજ દેખાડ્યા છે. માનુષી છિલ્લરના આ ફોટોશૂટને તેના ફેંસ જોરદાર લાઈક અને શેયર કરી રહ્યા છે. કોઈ તેને હુરની પરી ગણાવી રહ્યા છે, તો કોઈ તેને બ્યુટીફૂલ કહી રહ્યા છે. બધું મળીને માનુષી છિલ્લરના આ ફોટોશૂટ ઉપર તેના ફેંસ ફિદા થઇ ગયા, અને જોરદાર કમેંટ કરી રહ્યા છે.

બોલીવુડમાં કરી શકે છે ડેબ્યુ :

થોડા દિવસોથી માનુષી છિલ્લરના બોલીવુડમાં ડેબ્યુ કરવાના સમાચારો સતત વાયરલ થઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટરના જણાવ્યા મુજબ, માનુષી છિલ્લર અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજમાં જોવા મળવાની છે. પરંતુ તેમના તરફથી હાલમાં કોઈ અપડેટ નથી. બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા માનુષી છિલ્લરે તેના ફોટાથી સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી દીધી છે, જેને કારણે જ લોકો તેના ડેબ્યુ કરવાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.