આવી રીતે ન લગાવો મની પ્લાન્ટ, નહિ તો ફાયદાની જગ્યાએ નુકશાન થશે. જાણો સાચી એની રીત.

ઘરમાં પોઝેટીવ એનર્જી લાવવા માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ. તેમાંથી મની પ્લાન્ટ લગાવવો સૌથી મુખ્ય ઉપાય માંનો એક છે. માનવામાં આવે છે કે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ધન ધાન્યમાં વધારો તો થાય જ છે, સાથે જ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે. કારણ કે તે ૨૪ કલાક ઓક્સીજન આપે છે. એ કારણ છે કે લોકો પોતાના ઘરમાં મીની પ્લાન્ટ લગાવે છે.

મની પ્લાન્ટ લગાવવાથી નેગેટીવ એનર્જી ઘરમાંથી દુર રહે છે. પણ જો મની પ્લાન્ટને સાચી દિશામાં ન લગાવવામાં આવે, કે તેને રાખવાની પદ્ધતિ યોગ્ય રીતે ન હોય તો તે આપણને નુકશાન પણ પહોચાડી શકે છે. મની પ્લાન્ટના છોડ ખોટી દિશામાં હોય તો તેની આપણી ઉપર વિપરીત અસર થાય છે. આવો આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીએ કે ઘરમાં જો મીની પ્લાન્ટ યોગ્ય રીતે ન લગાવવામાં આવે તો તેનાથી શું નુકશાન થઇ શકે છે.

કરમાઈ ગયેલ પાંદડાને જુદા કરવા :

મની પ્લાન્ટના છોડ હમેશા તાજા માજા રાખો, તેને કરમાવા ન દો. તેના માટે રોજ છોડને પાણી આપતા રહો. જો પાંદડા કરમાઈ જાય તો તેને વીણીને જુદા કરો. કરમાઈ ગયેલા પાંદડા નકારાત્મકતા લાવે છે. સાથે જ હમેશા તે પણ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની વેલ ક્યારેય જમીન ઉપર ન ફેલાય. આવું થવું પણ ઘરમાં ઘણી જાતના નુકશાનનું કારણ બની શકે છે.

ઘરની બહાર મની પ્લાન્ટ લગાવવો :

મની પ્લાન્ટને ક્યારે પણ ઘરની બહાર ન લગાવવો જોઈએ, એને ઘરની અંદર લગાવવાથી જ આ છોડનો લાભ મળે છે. આમ તો છોડને યોગ્ય દિશામાં લગાવવો જરૂરી છે. તેનાથી આજુ બાજુ સ્વચ્છતા રાખવી જોઈએ.

મની પ્લાન્ટને ક્યાં લગાવવો જોઈએ :

મની પ્લાન્ટને લગાવવા માટે દક્ષીણ-પૂર્વ દિશાને સૌથી સારી માનવામાં આવે છે. આ દિશામાં લગાવવાથી મની પ્લાન્ટ સુખ સમૃદ્ધી વધારે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઘર, આંગણું ક્યાય પણ સરળતાથી લાગી જાય છે. તે માત્ર પાણીમાં પણ લગાવી શકાય છે અને તેની જાળવણી માટે પણ વધુ મહેનત પણ કરવી પડતી નથી.

તે વાતને ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટ એવી જગ્યાએ રાખો જ્યાં વધુ તડકો ન હોય. તેના પાણીને દર અઠવાડિયે બદલી નાખવું જોઈએ.

મની પ્લાન્ટને કઈ દિશામાં ન લગાવવો જોઈએ :

મીની પ્લાન્ટને ક્યારે પણ ઉત્તર પૂર્વ દિશામાં ન લગાવો. ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશાને સૌથી વધુ નેગેટીવ માનવામાં આવે છે. આ દિશામાં પ્લાન્ટ લગાવવાથી નકારાત્મક અસર પડવા લાગે છે. મની પ્લાન્ટ ધનની સાથે સાથે સંબંધોમાં સુધારો કરવાનું કામ પણ કરે છે. તેથી તેને પૂર્વ પશ્ચિમ દિશામાં પણ ન લગાવો. તે પતિ પત્ની વચ્ચે તણાનું કારણ બની શકે છે.

ઉપરની વાતોમાં તમને લાગે કે દિશા સાથે કાઈ લેવાદેવા નથી, તો તમે માની શકો છો પણ ઘરમાં આવા હોમ પ્લાન્ટ જરૂરથી ઉગાડો. કારણ કે જેમ મગજ માટે બદામ જરૂરી છે એમ ઓક્સીજન એનાથી વધુ જરૂરી છે, માટે આવા હોમપ્લાન્ટ જરૂર લગાવો.

ઘરમાં કયા કયા હોમપ્લાન્ટ લગાવી શકો છો એ જાણવા ક્લિક કરો >>> પ્રદુષિત હવા ને ઘરમાં શુદ્ધ કરી ઓક્સીજન આપતા આ રોપા પર નાસા નો બહુ મોટો દાવો વાંચો

આ પોસ્ટને તમારા બધા મિત્રો અને ઓળખાણ વાળા સુધી સોસીયલ મીડિયા દ્વારા પહોચાડવા માટે મહેરબાની કરીને શેર જરૂર કરો.