અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નકશો પાસ, પ્રાધિકરણ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી.

પ્રાધિકરણ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી અયોધ્યા શ્રીરામ મંદિર નિર્માણ નકશાને મળી મંજૂરી.

શ્રીરામ મંદિર નિર્માણનો નકશો અધિકૃતની બેઠકમાં બુધવારે રજુ કરવામાં આવ્યો, જેને સભ્યોએ સર્વસંમતીથી મંજુરી આપી દીધી છે.

રામનગરીમાં મંદિર નિર્માણ નકશાને અયોધ્યા અધિકૃત બોર્ડની બેઠકમાં બુધવારે રજુ કરવામાં આવ્યો, જેને બધા સભ્યોએ સર્વસંમતીથી મંજુરી આપી દીધી છે, નકશાને મંજુરી માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્ય ડો. અનીલ મિશ્રએ ગઈ 29 ઓગસ્ટના રોજ અધિકૃત અધ્યક્ષ ડો. નીરજ શુક્લને સોપવામાં આવ્યું હતું.

અધિકૃતની 76મી બેઠક કમિશ્નર એમપી અગ્રવાલની અધ્યક્ષતામાં થઇ, જેમાં શ્રીરામ મંદિરનો નકશાને મંજુરી સર્વસંમતીથી આપવામાં આવી. નકશો રજુ કરવા ઉપર પણ અયોધ્યા અધિકૃતના ટ્રસ્ટી ડો. અનીલ મિશ્રને સોપવામાં આવી, જેના થોડા જ કલાકોમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના વિકાસ સહીત તમામ અલગ અલગ મુદ્દાને શુક્લ વિકાસ બોર્ડમાં જમા કરાવી દીધું.

બોર્ડની બેઠકના અધિકૃત સભાકક્ષ કમિશ્નર એમપી અગ્રવાલની અધ્યક્ષતામાં કરવામાં આવી, જેમાં શ્રીરામ મંદિર નિર્માણના નકશાને અધિકૃત બોર્ડ પાસેથી મંજુરી મળી ગઈ. મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને બે કરોડ 11 લાખ ૩૩ હજાર 184 રૂપિયા અન્ય મદદને ફીના રૂપમાં વિકાસ નિર્માણ બોર્ડના ભંડોળમાં જમા કરવાની રહેશે. તેના નિર્માણ બાકીના 15 લાખ 363 રૂપિયા સામેલ નથી, જેનો ડ્રાફ્ટ શ્રમ વિભાગમાં ટ્રસ્ટ અલગથી જમા કરશે. નકશો, ફી જમા કરવા સાથે મંદિર નિર્માણ શરુ કરવાની તમામ પ્રાથમિકતા ટ્રસ્ટ પૂર્ણ કરી લેશે.

નિર્માણ વિકસ બોર્ડના ઉપાધ્યક્ષ ડો. નીરજ શુક્લએ બોર્ડ દ્વારા નકશો મંજુર થવાની માહિતી આપી. તે મુજબ ટ્રસ્ટે સંબંધિત વિભાગોની સહમતી સાથે મંદિર નકશાની તમામ કાર્યવાહી પૂર્ણ કરી છે. ગ્રીન બેલ્ટ, સેટબેંક અને ઓપન એરિયા સાથે ૩૦ મીટરનો એપ્રોચ રોડ નકશામાં દર્શાવેલ છે.

ટ્રસ્ટે રજુ કર્યા બે પ્રકારના નકશા : અયોધ્યા વિકાસ નિર્માણ બોર્ડના અધ્યક્ષ એમપી અગ્રવાલ બોર્ડ મીટીંગ વિષે માહિતી આપતા જણાવ્યું કે બેઠકમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બે પ્રકારના નકશા રજુ કર્યા. પહેલો નકશો લેઆઉટ હતો જે 2 લાખ 74 હજાર 110 ચોરસ મીટર હતો. બીજો શ્રીરામ મંદિરનો નકશો હતો, જેનો કુલ નિર્ધારિત વિસ્તાર 12,879 ચોરસ મીટર છે. બંને નકશાને સર્વસંમતીથી મંજુર કરી દેવામાં આવ્યા છે.

જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને બે કરોડ 11 લાખ ૩૩ હજાર 184 રૂપિયા વિકાસની રકમના રૂપમાં જમા કરવાના રહેશે. તે ઉપરાંત લેબર રકમ 15 લાખ 636 રૂપિયા પણ જમા કરાવવાના રહેશે. કુલ રકમ જમા કરાવ્યા પછી બંને નકશા ટ્રસ્ટને સોપી દેવામાં આવશે.

બેઠકમાં આ લોકો રહ્યા હાજર : બેઠકમાં બોર્ડ અધ્યક્ષ (કમિશ્નર) એમપી અગ્રવાલ, જીલ્લાધિકારી અનુજ કુમાર ઝા, ઉપાધ્યક્ષ ડો. નીરજ શુક્લ ઉપરાંત અપર નિર્દેશક કોષાગાર નીરજ શ્રીવાસ્તવ, મુખ્ય નગર અને ગ્રામ્ય નિયોજક રાજેશ પ્રતાપ સિંહ, સહયુક્ત નિયોજક નીલેશ સિંહ કટીયાર, અધીક્ષણ અભિયંતા પીડબ્લ્યુડી અને જળ નિગમ, વિકાસ નિર્માણ સચિવ આરપી સિંહ, જાણીતા સભ્ય નિર્મલા સિંહ, પરમાનન્દ મિશ્ર અને કમલેશકુમાર શ્રીવાસ્તવ ઉપરાંત વિશેષ આમંત્રિત સભ્ય પણ ઉપસ્થિત રહ્યા.

ત્રણ માળનું હશે રામ મંદિર : શ્રીરામ મંદિરનું કુલ ક્ષેત્રફળ બે લાખ 74 હજાર 110 ચોરસ મીટર છે, જયારે ખુલ્લો એરિયો 12789.30 ચોરસ મીટર છે. 49.24 મીટર ઊંચાઈ, ભોંય તળિયું 9972 ચોરસ મીટર, પહેલો માળ 1850.70 ચોરસ મીટર અને બીજો માળ 1056.60 ચોરસ મીટર હશે.

આ છે અધિકૃત રકમ : અયોધ્યા વિકાસ અધિકૃતે આવકની સરેરાશ છૂટ પછી 35 ટકા ફી લીધી છે. તેમાં વિકાસ ફી એક કરોડ 79 લાખ 45 હજાર 477 રૂપિયા, પ્રયવિક્ષણ ફી 29 લાખ 73 હજાર 307 રૂપિયા અને વિકાસ ફી એક લાખ 50 હજાર, ભવન ફી 64 હજાર 400 રૂપિયા સામેલ છે.

ટ્રસ્ટે જમા કરાવ્યા 2.11 કરોડ : શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે રામમંદિરના નકશાને અયોધ્યા વિકાસ અધિકૃત બોર્ડને મળેલી મંજુરી પછી બે કરોડ 11 લાખ 33 હજાર 184 રૂપિયા વિકાસ સહીત જુદા જુદા મુદ્દાની ફી અધિકૃતના ભંડોળમાં જમા કરાવી દીધી.

મંદિર નિર્માણમાં કોઈ પ્રકારે વિલંબ ન થાય તે દ્રષ્ટિએ શ્રમ રકમની એક ટકા રકમ 15 લાખ 363 રૂપિયાનો ડ્રાફ્ટ પણ ઉપ શ્રમયુક્ત કાર્યાલયમાં જમા કરવામાં ટ્રસ્ટે મોડું કર્યું. માનો કે અધિકૃત દ્વારા મંદિરના નકશાની મંજુરીની રાહ જોઈ રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે મંદિર નિર્માણ શરુ કરવા માટે ટ્રસ્ટ સામે હવે કોઈ પ્રકારની અડચણ નથી. તે ક્યારે પણ મંદિર નિર્માણ કાર્ય શરુ કરી શકે છે.

ટ્રસ્ટી ડો અનીલ મિશ્રને સોપવામાં આવ્યો નકશો : ત્રણ દિવસ પહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અનીલ મિશ્ર મંજુરી માટે નકશો ઉપાધ્યક્ષ ડો શુક્લને સોપી દીધો છે. બોર્ડ બેઠકની તૈયારીઓ વચ્ચે મંગળવારે બપોરે 1.30 વાગ્યાની વચ્ચે જીલ્લાધિકારી અનુજ કુમાર ઝા પણ અધિકૃત સ્થળે પહોચ્યા. ઉપાધ્યક્ષ કક્ષમાં મંત્રણા કરી. મંત્રણામાં ઉપાધ્યક્ષ ઉપરાંત અધિકૃત સચિવ આરપી સિંહ ચર્ચામાં જોડાયા. જીલ્લાધિકારી પણ બોર્ડ બેઠકના સભ્ય છે.

ઉપાધ્યક્ષના જણાવ્યા મુજબ બોર્ડ બેઠકની તૈયારીઓ વિષે માહિતગાર છે. લગભગ 67 એકર જમીનના લેઆઉટ સહીત નકશાને મંજુરી માટે ટ્રસ્ટના અધિકૃતને સોપવામાં આવ્યો છે. જેમાં લગભગ પાંચ એકરમાં રામ મંદિરનું નિર્માણ છે. વધેલી જમીનના લેઆઉટ એટલા માટે સામેલ કરવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારના નિર્માણમાં અડચણ ન આવે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.