મરણ શૈયા પર સુતેલા વ્યક્તિ આ કારણે કરવા લાગે છે મળ-મૂત્રનો ત્યાગ, ગરુડ પુરાણની આ વાતોને જાણીને ધ્રુજી ઉઠશે તમારી આત્મા

હિંદુ ધર્મમાં ગરુડ પુરાણનું ઘણું મહત્વ છે. પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથો માંથી એક આ પુરાણમાં આપણને જીવન અને મૃત્યુના ઘણા રહસ્યોથી માહિતગાર કરવામાં આવ્યા છે. ૧૮ પુરાણો માંથી એક આ પુરાણની વાતો ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેના જ્ઞાન ઉપર આધારિત છે. મૃત્યુ પછી આત્માની સારી ગતિ માટે બ્રાહ્મણ દ્વારા ગરુડ પુરાણના પાઠ કરવામાં આવે છે.

મૃત્યુ પછી આત્માનું શું થાય છે? તેને ક્યા રસ્તેથી પસાર થવું પડે છે? અને પુનર્જન્મ જેવા ઘણા રહસ્યોનો એમાં ખુલાસો કર્યો છે. એ ગુપ્ત વાતો માંથી એક છે મૃત્યુના સમયે શરીર માંથી પ્રાણનું નીકળવું. ગરુડ પુરાણમાં તેના વિષે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે, કે કેવી રીતે મૃત્યુના સમયે આત્મા શરીરનો ત્યાગ કરે છે. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવે છે કે, જયારે માણસનું મૃત્યુ થવાનું હોય છે, ત્યારે તે જડ અવસ્થામાં જતો રહે છે. એવું એટલા માટે કેમ કે તેની તમામ ઈન્દ્રીઓ (બોલવા, સાંભળવા, અનુભવ કરવા વગેરેની શકતી) નાશ થઇ જાય છે.

તે બોલવા માંગે છે, પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માંગે છે, પરંતુ એવું કરી નથી શકતા. હાલવા ચાલવા સુધીની ક્રિયા તે વ્યક્તિ માટે અશક્ય જેવું બની જાય છે. ત્યાર પછી મોઢામાંથી આગ નીકળવા લાગે છે અને સાથે જ લાળ પણ ટપકવા લાગે છે.

યમલોક સુધી આત્માને લઇ જવા માટે બે યમદૂત આવે છે. યમદુતોનો ચહેરો ઘણો ભયંકર હોય છે. તેની આંખો મોટી મોટી હોય છે. તેના નખ કોઈ શસ્ત્રથી ઓછા નથી લાગતા. હાથમાં ડંડો ધારણ કરેલા આ યમદૂતોને જોઈને મૃત્યુ શૈયા ઉપર સુતેલા વ્યક્તિ એટલા ડરી જાય છે કે મળમૂત્ર ત્યાગ કરવા લાગી જાય છે. બસ તે પળ શરીર માંથી અંગુષ્ઠ માત્ર (અંગુઠા બરોબર) જીવ હા હા શબ્દ કરતું નીકળે છે, જેને યમદૂત પોતાના કબ્જામાં લઇ લે છે.

ગરુડ પુરાણમાં એવી જ ઘણી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેના વિષે કોઈપણ સામાન્ય માણસ માટે વિચારવું એમની કલ્પના બહાર હોય છે. ગરુડ પુરાણ વાંચવાથી આવા પ્રકારની ઘણી વાતો જાણી શકાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.