માર્ચમાં થશે સૌથી મોટા ગ્રહનું મોટું પરિવર્તન, આ સાત રાશિઓના જીવનમાં થશે મોટા ફેરફાર

નવ ગ્રહોમાંથી ગુરુ આકારમાં સૌથી મોટો ગ્રહ છે. જ્યોતિષમાં આ ગ્રહને જ્ઞાન, સત્કર્મ અને ગુરુ વગેરેનો કારક માનવામાં આવે છે. જયારે શાસ્ત્રોમાં બૃહસ્પતિ(ગુરુ) દેવ દેવતાઓના ગુરુ છે. દેવગુરુ બૃહસ્પતિ 30 માર્ચ 2020 ના રોજ પોતાની રાશિ મકરમાં ગોચર કરશે.

પછી 30 જૂનના રોજ વક્રી થઈને ફરીથી ધનુ રાશિમાં આવી જશે. એ પછી 20 નવેમ્બરે ગુરુ પાછા મકર રાશિમાં સંચરણ કરશે. ગુરુના ગોચરનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર શુભાશુભ રૂપમાં પડશે. આવો જાણીએ ગુરુના ગોચરનો તમારી ચંદ્ર રાશિ પર કેવો રહેશે પ્રભાવ.

મેષ રાશિ :

આ વર્ષે તમને ન ફક્ત ધર્મ અને આધ્યાત્મના ક્ષેત્રમાં સફળતા મળશે, પણ કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ થશે. વર્ષની શરૂઆતમાં તમને કોઈ તીર્થ સ્થળ પર જવાના અવસર મળી શકે છે. તેમજ ઓફિસમાં બોસ તમારા કામથી ખુશ રહેશે.

વૃષભ રાશિ :

આ વર્ષની શરૂઆતમાં તમારી કોઈ રહસ્યને જાણવાની ઈચ્છા તીવ્ર થશે. પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલી પણ તમને રહી શકે છે. સાસરી પક્ષ તરફથી તમને કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે.

મિથુન રાશિ :

ગુરુના શુભ પ્રભાવથી તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. વ્યાપારમાં ભાગીદારીથી લાભ મળશે. જો તમે શોધખોળના કામ સાથે જોડાયેલા છો, તો તેમાં પણ તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. પણ આ વર્ષે વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી.

કર્ક રાશિ :

આ વર્ષે તમારા પરિણીત જીવનમાં શાંતિ બની રહેશે. વર્ષની શરૂઆતમાં તમને પેટ સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે આ સમયમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પોતાના શત્રુઓની ચાલથી બચીને રહો, કારણ કે તે તમને નુકશાન પહોંચાડવાના ભરપૂર પ્રયત્ન કરી શકે છે.

સિંહ રાશિ :

શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમને પ્રબળ સફળતા મળવાની સંભાવના છે. તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પણ જઈ શકો છો. આ વર્ષે તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાઓ પેટ, મોટાપા અને સોજા સાથે જોડાયેલી હોઈ શકે છે.

કન્યા રાશિ :

તમારા સુખ સંસાધનોમાં વૃદ્ધિ થશે. તમારી માતાને સ્વાસ્થ્યનો લાભ મળશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે. ઉચ્ચ શિક્ષણમાં મોટી સફળતા મળવાની સંભાવના છે. આ વર્ષે તમે કોઈ નવા વાહન અથવા પ્રોપર્ટી વગેરેની ખરીદી કરી શકો છો.

તુલા રાશિ :

કોઈ ન ગમતી યાત્રા પર જવું પડી શકે છે. ભાઈ-બહેન સાથે કોઈ વાતને લઈને ઝગડો થવાની સંભાવના છે. પરંતુ જેવા જ વર્ષની શરૂઆતના મહિના પસાર થશે તેમ પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ થઈ જશે. તમારા સુખોમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિક રાશિ :

આ વર્ષે તમને વિભિન્ન સ્ત્રોતોથી ઘન પ્રાપ્ત થશે. તમારી વાણીમાં મીઠાશ આવશે. તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ મેળવવામાં સફળ થશો. આ વર્ષે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે નીડરતાથી તમારી વાતોને રાખશો.

ધનુ રાશિ :

વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી રાશિમાં જ સ્થિત થશે. આ દરમિયાન તમારા જ્ઞાનમાં વધારો થશે. તમે પોતાના નૈતિક મૂલ્યોને સર્વોપરી રાખશો. આર્થિક જીવનમાં તમને પ્રગતિ મળશે. તમારી પાસે એક કરતા વધારે સ્ત્રોતોથી ધન આવશે.

મકર રાશિ :

તમારા ખર્ચમાં વધારો થશે. તમારી પાસે ધન તો આવશે, પણ તે તમારા હાથોમાં રહેશે નહિ. આર્થિક નિર્ણય ધ્યાનથી લો નહિ તો તમને ધન હાનિ પણ થઈ શકે છે. ગુરુના ગોચરથી તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન પણ જોવા મળી શકે છે.

કુંભ રાશિ :

આ વર્ષે તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. તમે ધનની બચત કરવામાં પણ સફળ રહેશો. મોટા ભાઈ-બહેનો સાથે પ્રેમ ભાવ વધશે. જરૂર પડવા પર તે તમારી મદદ કરી શકે છે.

મીન રાશિ :

તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જો તમે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા છો, તો તે તમારા માટે અતિ ઉત્તમ સાબિત થઈ શકે છે. કામમાં પ્રગતિ મળવાથી તમારું મન પણ પ્રસન્ન રહેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.