તને જોઇને બધા હસે લ્યા ”હું તારો બોયફ્રેન્ડ” ગુજ્જુ કોમેડી સોંગ લ્યા

ગુજ્જુ કોમેડી સોંગ ની બહાર ખીલવા ની લાગે છે. એટલા બધા કોમેડી સોંગ આવે છે ને ખરેખર હીટ પણ થાય છે. લોકો એમને ગાળો દે તો પણ પાછા નહિ પડતા આ અમદાવાદીયો નું બીજું ગીત છે પેલું પણ સુપર ડુપર હીટ થયેલું ને આ બીજું પણ હીટ જેવું જ છે.

ગીત માં કોમેડી નો ભરપુર મસાલો છે. ગુજરાતીયો ની સૌથી વધુ પ્રિય પાણીપુરી ની લારીયો થી શરુ થયેલી આ વિડીયો સ્ટોરી. છોકરી એ સામુય નાં જોયું હોય તોય દોસ્તો સામે અમદાવાદી સ્ટાઈલ માં કે અલ્યા તમે બધા મારું સેટિંગ કરાઈ દો ત્યાં પાણીપુરી ની લારી એ ઓલી છોકરી મારી સામે જોઈ હસી લ્યા.

દોસ્તારો એની ખેચવા કે છે તને જોઈ બધા હશે લ્યા. આમ ફની શરૂઆત થી પછી બીજા દોસ્તારો ફીરકી લેવાનું ચાલુ કરીદે ને હિન્દી નું જ ગુજરાતી સોંગ બનાવે એટલે એ લખે કે નાં લખે લોકો સમજી જ જાય કોમેડી સોંગ છે.

હિન્દી નું ગુજરાતી સોંગ સીરીયસલી પણ બનાવો તો પણ એ કોમેડી જ થાય એના કરતા આ લોકો એ પેલે થી કોમેડી સોંગ કહી દીધું એટલે લોકો ને મજા લેવાનો મોટો રસ્તો બંધ થઇ ગયો.

કોમેડી સોંગ નું સુપર હીટ થાવું બહુ મોટી વાત છે બાકી એક સમયે ઘણા સારા દેવાંગ પટેલ જેવા નાં કોમેડી સોંગ હીટ થતા બંધ થયેલા . પણ આ માર્કેટ પણ હવે ઉચાકાવા માંડ્યું છે કારણ આ લોકો નો આ બીજો વિડીયો છે જેને ૬ લાખ થી વધુ વ્યુ પડ્યા છે પહેલા જ વિડીયો ને ૨૨ લાખ થી વધુ વ્યુ મળેલા.

અમદાવાદીયો બને છે કે લોકો ને બનાવે છે એ આ ગીત પર થી સમજી લ્યો એમના જ દોસ્ત ને બકરો બનાવી ને બીલ ભરાવા માંથી નહિ ચુકતા. ગીત માં પણ એમની રૂપિયા નાં લાલચુ ને જેવા અમદાવાદીયો ને ઓળખવામાં આવે છે એ છાપ પણ બહાર આવી જ જાય. ખરેખર એમની કોઈ જાણી જોઈ ને આશા નહિ હોય પણ અમદવાદી યો નાં ક્રિયેટીવીટી માં એમની અંદર નું અમદાવાદી પણું બહાર આવી જ જાય.

 

આ સોંગ ગમે તો પોસ્ટ સેર કરજો

વિડીયો