માર્ક ઝુકરબર્ગે PMને કરી હતી દેવભુમીના આ બાબાનો ઉલ્લેખ, માનવામાં આવે છે હનુમાનનો અવતાર

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નીમ કરૌલી બાબાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ અચાનક જ આ બાબા અલગ અલગ જગ્યાઓ પર સમાચારો અને ચર્ચામાં આવી ગયા હતા. એટલું જ નહિ દુનિયા ભરની મોટી હસ્તીઓ એમની ભક્તિમાં લીન છે.

2015 માં જયારે પ્રધાનમંત્રી અમેરિકામાં ફેસબુકની ઓફિસમાં ગયા હતા. એ દરમ્યાન માર્ક ઝુકરબર્ગે પણ નીમ કરૌલી બાબાના આશ્રમમાં જવાની વાત સ્વીકારી હતી. ઉત્તરાખંડમાં નૈનીતાલના કૈંચી ધામ મંદિર સિવાય વિંધ્યાચલમાં અષ્ટભુજા પર્વત પર પણ બાબાનું આશ્રમ છે. તેમણે પોતાનામાં જ ઘણા રહસ્યોને સાચવીને રાખ્યા છે.

બાબા નીમ કરૌલી મહારાજના દેશ દુનિયામાં 108 આશ્રમ છે. આ આશ્રમોમાં સૌથી મોટું કૈંચી ધામ તથા અમેરિકાના ન્યૂ મેક્સિકો સીટીમાં આવેલું ટાઉસ આશ્રમ છે.

કૈંચી ધામ મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર હોલીવુડ સ્ટાર જુલિયા રોબર્ટસ, ડોક્ટર રિચર્ડ એલ્પર્ટ જે ડ્રગ એલએચડીના પ્રભાવ પર રિસર્ચ કરે છે, એ પણ કૈંચી ધામમાં આવીને રોકાઈ ચુક્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફેસબુક મુખ્યાલય ની મુલાકાત દરમ્યાન માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું, કે જયારે તે આ મૂંઝવણમાં હતા કે ફેસબુક ને વેચવામાં આવે કે નહિ, ત્યારે એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે એમને ભારત ના આ મંદિરમાં જવાની સલાહ આપી હતી.

જણાવતા જઈએ કે, દેશભર માં અલગ અલગ અવસરો પર આયોજિત થવા વાળા દરેક મેળાનો વ્યાપક સ્તર પર પ્રચાર પ્રસાર થાય છે. પણ કૈંચીમાં દર વર્ષે 15 જૂનના રોજ આયોજિત થવા વાળા મેળાનું ન તો મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને ન તો પ્રશાસન સ્તર પર. છતાં પણ અહીં બાબાના ભક્તોની મોટી ભીડ જોવા મળે છે.

ઉત્તરાખંડના નૈનીતાલથી 65 કિલોમીટર દૂર કૈંચીમાં નીમ કરૌલી નામના એક બાબાનું આશ્રમ છે. આ બાબાનું નિધન 11 સપ્ટેમ્બર 1973 ના રોજ થયું હતું. બાબાના ભક્તોનું માનવું છે કે બાબા હનુમાનજીનો અવતાર હતા.

વિદેશથી મોટી મોટી હસ્તીઓના એમના આશ્રમમાં આવ્યા પછી આશ્રમ અને બાબાની ચર્ચા ઘણી વધી ગઈ છે. એના પરથી એ જાણવા મળે છે કે ભારતીય ધાર્મિક સ્થળો અને ધર્મ ગુરુઓના સાનિધ્યમાં આવીને વિદેશના લોકો પણ પોતાની સમસ્યાઓથી છૂટકારો મેળવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.