પતિના ઘરેથી ભાગેલી છોકરીએ ચાલતી ટ્રેનમાં કર્યા પ્રેમી સાથે લગ્ન, કહ્યું – કરી લે તારા….

પરણેલી છોકરીએ ચાલતી ટ્રેનમાં પોતાના પ્રેમી સાથે કર્યા બીજા લગ્ન, ઘરેથી નીકળવા આવું બહાનું બનાવ્યું હતું.

બિહારમાં એક યુવતીના લગ્ન તેના ઘરવાળાએ તેની મરજી વિરુદ્ધ કરાવી દીધા. પણ યુવતીએ તે લગ્નનો સ્વીકાર ન કર્યો અને તક મળતા જ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. એટલું જ નહિ યુવતીએ ચાલતી ટ્રેનમાં પોતાના પ્રેમી સાથે લગ્ન પણ કરી લીધા. છોકરીના ઘરવાળાને આ વાતની જાણ સોશિયલ મીડિયા દ્વારા થઇ. આ અનોખા લગ્નની ચર્ચા આખા ગામમાં કરવામાં આવી રહી છે. આ કેસ બિહારના સુલ્તાનગંજની ભીરખુર્દ પંચાયતનો છે.

મળતી જાણકારી મુજબ ગામની એક છોકરીના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. પણ છોકરી તે લગ્નથી ખુશ ન હતી. કારણ કે તે કોઈ બીજા યુવકને પ્રેમ કરતી હતી. છોકરીએ પોતાના કુટુંબના સભ્યોને સમજાવવાના ઘણા પ્રયત્ન પણ કર્યા હતા, પણ તેમણે તેની વાતને ધ્યાનમાં ન લીધી અને તેના લગ્ન કરાવી દીધા. સાસરે ગયા પછી પણ છોકરીનો પોતાના પ્રેમી પ્રત્યેનો પ્રેમ ઓછો ન થયો અને તે પછી પણ તે પોતાના પ્રેમીને મળતી રહેતી હતી.

આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે છોકરીએ પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો. નક્કી કરેલા પ્લાન મુજબ છોકરી બુધવારના રોજ પોતાના ઘરેથી બજારે જવાનું કહીને નીકળી. પણ પછી તે ઘરે પાછી ન આવી. ઘરવાળાને પોતાની દીકરીની ચિંતા થવા લાગી. અને થોડા સમય પછી તેમને સોશિયલ મીડિયા દ્વારા તેમની દીકરીએ બીજા લગ્ન કરી લીધાની માહિતી મળી.

ટ્રેનમાં કર્યા લગ્ન : બજારે જવાનું બહાનું કાઢીને યુવતી પોતાના પ્રેમી પાસે જતી રહી. પછી તે બંનેએ એક ટ્રેન પકડી અને ટ્રેનમાં જ લગ્ન કરી લીધા. તે દરમિયાન ટ્રેનમાં રહેલા પ્રવાસીઓએ તેમને આશીર્વાદ પણ આપ્યા. સાથે જ તેમના લગ્નનો વિડીયો પણ બનાવવામાં આવ્યો. તેમના લગ્નના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યા છે. દરેક તરફ તેમના લગ્નની ચર્ચા થઇ રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પ્રેમી પ્રેમીકા ગામ માંથી ભાગીને શહેર જઈ રહ્યા હતા, જેથી તેઓ એક સાથે રહી શકે અને ઘરવાળા તેને પરેશાન ન કરી શકે. તેવામાં બંનેએ એકબીજા સાથે કાંઈક વાત કરી. ત્યાર પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. પછી છોકરીએ ટ્રેનમાં સૌથી પહેલા પોતાનું મંગળસૂત્ર ઉતાર્યું. પછી પોતાના સેંથામાં ભરેલું સિંદુર સાફ કરી લીધું. ત્યાર પછી છોકરીએ પ્રેમીને કહ્યું કે તે તેના સેંથામાં સિંદુર ભરી દે.

યાત્રીઓ સામે પ્રેમીકાએ પ્રેમીને કહ્યું કે – ભરી દે મારો સેંથો, કરી લે તારા સપના પુરા. ત્યાર પછી પ્રેમીએ પ્રેમિકાના સેંથામાં સિંદુર ભરી દીધું. સાથે જીવવાના અને સાત જન્મ સુધી સાથ નિભાવવાના વચન પણ આપ્યા. લગ્ન કર્યા પછી બંનેએ પોતાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધો. સોશિયલ મીડિયા ઉપર લગ્નનો વિડીયો નાખ્યાના થોડા જ સમય પછી છોકરીના ઘરવાળા અને ગામના બધા લોકોને તેના બીજા લગ્નની જાણ થઇ ગઈ. ત્યારથી ગામમાં તેના લગ્નની ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે તે છોકરીના પહેલા પતિએ હજુ સુધી કેસ નોંધાવ્યો નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.