પરિણીત મહિલાને થઈ ગયો 12 માં ભણતા છોકરા સાથે પ્રેમ, મળવા માટે પતિના ઘરમાંથી ભાગી ગઈ પણ…

પબજી રમતા રમતા 12 માં ધોરણના છોકરાના પ્રેમમાં પડી ગઈ પરિણીત મહિલા, ઘર છોડ્યા પછી થયું કંઈક એવું કે તમે વિચારી ન શકો. પબજી રમતા રમતા એક મહિલાને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો, અને તે મહિલા તે યુવકને મળવા માટે તેના પતિને છોડીને ઘરેથી ભાગી ગઈ. આમ તો જયારે તે પરણિતા યુવકને મળી તો તેના હોંશ ઉડી ગયા, અને તેણે તરત તેના ઘરવાળાને ફોન કરીને તેની મદદની વિનંતી કરી. ત્યાર પછી કુટુંબના સભ્યોએ પોલીસની મદદ માગી અને પછી તે મહિલા પોતાના ઘરે પાછી આવી શકી. આ ઘટના હિમાચલ પ્રદેશની છે.

મળતી જાણકારી મુજબ હિમાચલ પ્રદેશની રહેવાસી એક પરણિત મહિલા પબજી ગેમ રમતા રમતા એક યુવકના સંપર્કમાં આવી. ત્યાર પછી આ મહિલાને તે યુવક સાથે પ્રેમ થઇ ગયો. પરણિતાએ યુવકને તેનું સરનામું પૂછ્યું અને તેને મળવા માટે ઘરેથી ભાગી ગઈ. પોલીસના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી માસમાં આ મહિલા અચાનક ગુમ થઇ ગઈ. પરણિતાના કુટુંબના સભ્યોએ તેની ઘણી શોધ કરી પરંતુ તેના વિષે કાંઈ ભાળ થઈ શકી નહીં. ત્યાર પછી તેમણે પોલીસ સ્ટેશનમાં તેના સંદર્ભમાં કેસ નોંધાવ્યો. ત્યાર પછી પોલીસ તપાસમાં લાગી ગઈ.

તેવામાં ઘરેથી ભાગીને મહિલા વારાણસી પહોંચી ગઈ. ત્યાં જઈને મહિલા યુવકને મળી. પરંતુ યુવક 12 માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી નીકળ્યો. યુવકને પોતાનાથી નાની ઉંમરનો જાણીને તે મહિલાનું દિલ તૂટી ગયું, અને મહિલાએ પાછા પોતાના ઘરે જવાનો નિર્ણય લીધો. પરણિતાએ પોતે જ તેના કુટુંબના સભ્યોને ફોન કરી તેને ત્યાંથી લઇ જવાની વિનંતી કરી. ત્યાર પછી કુટુંબના સભ્યોએ પોલીસની મદદ લીધી, અને તે મહિલાને પાછી ઘરે લઇ આવ્યા. ઘરે આવીને તે મહિલાએ તેના કુટુંબને સંપૂર્ણ વાત જણાવી જે સાંભળીને દરેક વ્યક્તિ ચકિત રહી ગયા.

એક વર્ષ પહેલા પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પબજી ગેમને કારણે હિમાચલ પ્રદેશના સોલન જીલ્લાના કુનીહરામાં રહેતી એક સગીર છોકરી મહારાષ્ટ્રના ઔરંગાબાદ સુધી પહોંચી ગઈ હતી. ફેબ્રુઆરી 2020 માં મોબાઈલ ફોન ઉપર પબજી ગેમનો ટાસ્ક પૂરો કરવા માટે આ યુવતી ઘરમાં કોઈને જાણ કર્યા વગર ઔરંગાબાદ જતી રહી હતી. ત્યાર પછી તે યુવતીના કુટુંબે પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસે જયારે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે, પબજીની ગેમ રમતા તે મહારાષ્ટ્રના એક યુવકના સંપર્કમાં આવી હતી. ત્યાર પછી ચાઈલ્ડ લાઈનની મદદથી તેને પાછી તેના કુટુંબને સોપવામાં આવી.

આ રીતે જુલાઈ 2020 માં સોલન શહેરના એક બાળકે પબજીની ગડમથલમાં મમ્મીના બેંક ખાતામાંથી લગભગ દોઢ લાખ રૂપિયા અમુક લોકોને ટ્રાન્સફર કરી દીધા હતા. પછી જયારે આટલી મોટી રકમ બેંકમાંથી ઉપડી જવાની જાણ કુટુંબના સભ્યોને થઇ, તો તેમણે પોલીસમાં ફરિયાદ કરી. અને જયારે બાળક સાથે વાત કરવામાં આવી, તો બાળકે જણાવ્યું કે તેને ફોન ઉપર ધમકાવવામાં આવ્યો હતો કે, જો તેને પૈસા નહિ આપવામાં આવે તો ફોન કરવાવાળો વ્યક્તિ તેના માતા પિતાને મારી નાખશે.

આમ તો ભારત સરકારે તે ગેમને દેશમાં પ્રતિબંધિત કરી દીધી છે. જે એક રાહતના સમાચાર છે. આમ તો મે મહિનામાં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પછી ભારત સરકારે ઘણી ચીની એપ્સને પ્રતિબંધિત કરી દીધી છે, જેમાંથી પબજી પણ એક છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.