રાહુલ ગાંધી કે સલમાન ખાનમાંથી કોની સાથે લગ્ન કરશે યામી ગૌતમ, એક્ટ્રેસે આપ્યો આ જવાબ

બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક યામિ ગૌતમ હાલના દિવસોમાં જોરદાર સમાચારોમાં છવાયેલી છે. યામિ ગૌતમની લોકપ્રિયતા પણ દિવસેને દિવસે વધતી જાય છે. આ કડીમાં હાલમાં જ તેમણે મીડિયા સાથે ખાસ વાતચીત કરી. તે દરમિયાન તેના લગ્નને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, જેનો જવાબ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ ગયો. ફિલ્મ ‘બાલા’માં ઉત્તમ અભિનય કરી ચુકેલી યામિ ગૌતમને હવે તેના અંગત જીવન સાથે જોડાયેલા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે, જેના જવાબ પણ તે એવા જ અંદાઝમાં આપતા જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી યામિ ગૌતમે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી લગભગ દરેક ફિલ્મમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી. હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘બાલા’ ને લઈને પણ તેની જોરદાર પ્રસંશા થઇ. આ કડીમાં તે એક ઈવેંટમાં ગઈ હતી, તો ત્યાં મીડિયાએ તેને ઘેરી લીધી.

તેવામાં મીડિયાએ તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અને તેને ઘણા પ્રશ્ન પૂછવામાં આવ્યા, તેમાંથી એક તેના લગ્ન સાથે જોડાયેલ પ્રશ્ન હતો. એટલું જ નહિ, લગ્ન માટે મીડિયાએ તેની સામે દેશના પ્રતિષ્ઠિત કુંવારાનું લીસ્ટ પણ રજુ કર્યું, જેનો જવાબ આપતા તેને પરસેવો છૂટી ગયો.

રાહુલ કે સલમાનમાંથી કોની સાથે કરશે લગ્ન યામિ ગૌતમ?

મીડિયાએ યામિ ગૌતમ સાથે પ્રશ્ન કરતા પૂછ્યું કે, જો તેને રાહુલ ગાંધી, સલમાન ખાન, રણબીર કપૂર કે પછી જસપ્રીત બુમરાહ સાથે લગ્ન કરવાની તક મળે, તો તે કોની સાથે લગ્ન કરવાનું પસંદ કરશે? તે પ્રશ્ન સાંભળતા જ યામિ ગૌતમ એકદમથી નર્વસ થઈ ગઈ અને તેના ચહેરાના હાવભાવ તેના દિલના હાવભાવને સારી રીતે રજુ કરવા લાગી. યામિ ગૌતમેં આ પ્રશ્નનો જવાબ એકદમથી ફેરવી નાખ્યો, જેના કારણે તેનું નિવેદન સોશિયલ મીડિયા ઉપર ટ્રેડ થઈ ગયું.

યામિ ગૌતમે તેને પસંદ કર્યો :

આ પ્રશ્નના જવાબમાં યામિ ગૌતમે થોડું સમજી વિચારીને, પછી જવાબ આપતા જણાવ્યું કે સમજો કે હું એક છોકરી છું, પરંતુ તેનો અર્થ એ નથી કે હું લગ્ન માટે તૈયાર છું. તેનો અર્થ સ્પષ્ટ છે કે યામિ ગૌતમને આ છોકરામાંથી કોઈ એકને પણ નથી પસંદ કર્યા, અને સાથે જ તે લગ્ન માટે હાલમાં તૈયાર નથી. તેવામાં કોઈને પસંદ કરવાનો કોઈ અર્થ નથી. તેવું કહેતા યામિ ગૌતમ બીજા પ્રશ્ન તરફ આગળ વધી ગઈ, અને તેનું આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયું.

સોશિયલ મીડિયાની ક્વીન છે યામિ ગૌતમ :

યામિ ગૌતમ સોશિયલ મીડિયાની ક્વીન છે, જેના ફોટાની એક ઝલક મેળવા માટે તેના ફેંસ આતુર રહે છે. તેની આ ખ્યાતી જોતા યામિ ગૌતમ હંમેશા પોતાના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતી જોવા મળે છે. જો કે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ જાય છે. યામિ ગૌતમને સાચી ઓળખ ફેયર એન્ડ લવલી ક્રીમના પ્રચાર પ્રસારથી મળી, ત્યાર પછી તેણે ક્યારે પણ પાછું વાળીને જોયું નથી.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.