કુંવારી માનીને જેની સાથે કર્યા હતા લગ્ન, તે પિયરથી 5 બાળકો લઈને આવી, પતિ ઘર છોડીને ભાગ્યો

મહિલાને કુંવારી માનીને તેની સાથે કર્યા લગ્ન, થોડા દિવસ પછી 5 બાળકો લઈને પહોંચી સાસરે પછી….

મેરઠના ફલાવદા પોલીસ સ્ટેશનમાં સોમવારે એક અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં તે ક્ષેત્રમાં રહેતી મહિલાએ કુંવારી બનીને એક યુવક સાથે લગ્ન કરી લીધા. પછી થોડા દિવસ રહીને પોતાના પિયરથી પોતાના 5 બાળકોને લઈને આવી. તે મહિલાનું સત્ય જાણીને પતિ સહીત સાસરી વાળા ચોંકી ગયા. તેમજ સાસરી વાળાએ મહિલાને અપનાવવાની ના પાડી દીધી.

તે વાતનો બદલો લેવા મહિલાએ સાસરી પક્ષ પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવતા પોલીસને લખાણ આપ્યું છે. આ મામલામાં જેલ જવાના ડરથી તેનો પતિ ભાગી ગયો છે. અને મહિલા સાસરી પક્ષ માટે મુશ્કેલીનું કારણ બની છે.

આ મામલો ક્ષેત્રના એક ગામનો છે. વીતેલા દિવસોમાં એક યુવક વચોટિયાના માધ્યમથી મહિલાને ગામમાં લઈને આવ્યો. જ્યાં પરિવારવાળાએ બંનેના લગ્ન કરાવી દીધા. થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું. પછી મહિલા પિયર ગઈ. સાસરી પક્ષ અનુસાર જયારે તે પિયરથી પાછી આવી તો પોતાની સાથે 5 બાળકોને લઈને આવી. સાસરી પક્ષ વાળાએ પૂછ્યું કે, આ બબાળકો કોના છે? તો મહિલાએ જણાવ્યું કે તે પાંચેય બાળકો તેના જ છે.

વહુની આ વાત સાંભળીને તે લોકો ચોંકી ગયા. તેમણે વહુને દગાબાજ ગણાવતા તેનાથી અંતર બનાવી લીધું અને બાળકો અને તે મહિલાને અપનાવવાની ના પાડી દીધી. તેને લઈને વિવાદ વધી ગયો. મહિલા પણ બદલો લેવા પર આવી ગઈ.

મહિલાએ પોલીસ આફિસરને પ્રાર્થના પત્ર આપીને જેઠ અને પતિ વિરુદ્ધ તમંચાના બળ પર સામુહિક બળાત્કાર અને મારપીટનો આરોપ લગાવ્યો. જોકે સાસરી પક્ષ વાળાએ પોલીસને આખી સ્ટોરી જણાવી. પોલીસને આ મામલાથી વાકેફ છે, પણ મહિલા દ્વારા સતત પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવાની માંગને કારણે પોલીસ પણ સાસરી પક્ષ વાળાની ધરપકડ કરવામાં લાગેલી છે.

પોલીસ ખોટો મુકદ્દમો લખવાથી બચી રહી છે. તો મહિલા દ્વારા ફરિયાદ કરવાથી પતિ જેલ જવાના ડરથી ઘરેથી ભાગી ગયો છે. હવે પોલીસ મહિલાના પતિ અને વચોટિયાની શોધમાં લાગેલી છે. આખો મામલો ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.