માત્ર 50 રૂપિયામાં તમે બીજી વખત મંગાવી શકો છો તમારું ખોવાઈ ગયેલું આધાર કાર્ડ, આવી છે આખી પ્રક્રિયા.

રજિસ્ટર મોબાઈલ નંબર વગર પણ કરી શકો છો આવેદન :-

આજ કાલ બધા જ કામો માટે આધાર હોવું જરૂરી થઈ ગયું છે. આને સૌથી મહત્વનું ઓળખપત્ર માનવામાં આવે છે. UIDAI તરફથી વેરિફિકેશન થયા બાદ આ ૧૨ આંકડાના આધાર નંબરને જાહેર કરવામાં આવે છે આવામાં જો કોઈ કારણવશ આધાર ખોવાઈ જાય છે.

તો પણ કોઈ વાંધો નથી તેને ઓનલાઈન વેબસાઈટ પર જઈને રજીસ્ટર મોબાઈલ નંબર નાંખીને ફરી નીકાળી શકાય છે. પરંતુ પ્રોબ્લેમ ત્યારે થાય છે જયારે તમારો આધાર પર તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હોતો નથી. આવી સ્થિતિમાં તમે ઓનલાઈન પોતાનો આધાર નીકાળી શકતા નથી. જેનાથી તમે પ્રોબ્લેમમાં પણ પડી શકો છો. પરંતુ હવે તમારે ડરવાની જરૂર નથી.

આધાર કાર્ડ કરી શકો છો, ઓનલાઈન રીપ્રિન્ટ :-

હવે મોબાઈલ નંબર રજીસ્ટર કર્યા સિવાય પણ તમે પોતાનો આધાર રિકવર કરી શકો છો. આ માટે UIDAI લોકોને આ અનુમતી આપે છે કે તેઓ પોતાનો આધાર કાર્ડને ઓનલાઈન રીપ્રિન્ટ કરી શકો છો. આવું કરવા માટે ગ્રાહકે પોતાનો હમણાંનો ચાલુ મોબાઈલ નંબર આપવો પડશે જેમાં વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે.

આવી રીતે તમે પોતાનો આધાર કાર્ડ રીપ્રિન્ટ કરી શકો છો. :-

1) સૌથી પહેલા અધારની વેબસાઈટ uidai.gov. in ને ખોલો

2) આધાર રીપ્રિન્ટ ઓપ્શન શોધો અને એના પર ક્લિક કરો.

3) પોતાનો આધાર નંબર અને બીજી વિગત ભરો.

4) પોતાનો ચાલુ મોબાઈલ નંબરને વેરિફિકેશન માટે નાખો.

5) પૈસા ભરો અને એસઆરએન પ્રાપ્ત કરો

આધાર પત્ર તમારા સરનામાં પર પહોંચાડી દેવામાં આવશે.

આધાર રીપ્રીન્ટ કરવા માટે તમારે માત્ર 50 રૂપિયા આપવાના થશે. જેના ભર્યા બાદ આધાર તમારા સરનામાં પર પહોંચાડી દેવામાં આવશે.