મારુતિ સુઝુકીનો નવો ડિપ્લોમાં કોર્સ, 10 મું પાસ પણ કરી શકે છે અરજી.

મારુતિ સુઝુકી લઈને આવી નવો ડિપ્લોમાં કોર્સ, 10 મું પાસ લોકો પણ કરી શકે છે અરજી, જાણો વધુ વિગત.

નવી દિલ્હી. દેશની મુખ્ય કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાના સરકારી પોલીટેકનીક, માનેસરમાં પોતાના વિશિષ્ટતા કેન્દ્રમાં એક નવો ત્રણ વર્ષનો મિકેનિકલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમાં અભ્યાસક્રમ શરુ કર્યો છે. આ અભ્યાસક્રમ ટુલ અને ડીઝાઈનમાં વિશેષજ્ઞતા ઉપર કેન્દ્રિત છે.

કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે મારુતિ સુઝુકી તાલીમ એકેડમીમાં આ અભ્યાસક્રમનું સંચાલન હરિયાણા રાજ્ય ટેકનીકલી શિક્ષણ બોર્ડ (એચએસબીટીઈ)ના સહયોગમાં કરવામાં આવશે. અખિલ ભારતીય ટેકનીકલી શિક્ષણ પરિષદ (એચએસબીટીઈ)એ આ અભ્યાસક્રમને મંજુરી આપી દીધી છે.

કંપની વાહન વીનિર્માણ ઉદ્યોગ માટે પ્રતિભાશાળી લોકોનો ‘પુલ’ તૈયાર કરવા માંગે છે.

મારુતિ સુઝુકીએ તેના વિષે હરિયાણા સરકાર સાથે સંમતી પત્ર ઉપર હસ્તાક્ષર કર્યા છે. મારુતિના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) કેનીચી આયુકાવાએ જણાવ્યું કે કંપની વાહન વીનિર્માણ ઉદ્યોગ માટે પ્રતિભાશાળી લોકોનો ‘પુલ’ તૈયાર કરવા માગે છે. ટુલ અને ડીઝાઈનમાં ડિપ્લોમાં અભ્યાસક્રમ તે દિશામાં એક ડગલું આગળ છે. તેમણે જણાવ્યું કે તેનાથી સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા વધી શકશે.

રોજગાર સર્જનની શક્યતા :-

હરિયાણાના ટેકનીકલ શિક્ષણ મંત્રી અનીલ વીજે જણાવ્યું છે રાજ્યમાં હજુ સુધી આ પ્રકારનો કોઈ ડિપ્લોમાં અભ્યાસક્રમ નથી પરંતુ આ ડીપ્લોમાંની ઘણી માગ છે. વીજે જણાવ્યું, સરકારે આ રોજગાર પૂર્ણ ડિપ્લોમાં રાજ્યમાં શરુ કરવાનો નિર્ણય લીધો છે. જેની પાસે કામ કરનારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ક્ષેત્રમાં રોજગારીની અપાર તક મળી શકે છે. તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં પણ સરકાર બીજા રોજગાર પૂર્ણ અભ્યાસક્રમ શરુ કરવાનો વિચાર કરી રહી છે.

બે વર્ષનો છે કોર્સ :-

મારુતિ સુઝુકી ઇન્ડિયાની તાલીમ એકદમીમાં એક વર્ષના બે સેમેસ્ટર માટે ૪૫૦૦ રૂપિયાની ફી ચુકવવાની રહેશે. આ કોર્સ ત્રણ વર્ષ માટે છે. તેમાં કુલ છ સેમેસ્ટર રહેશે. ડિપ્લોમાં અભ્યાસક્રમ ૨૦૨૦-૨૧થી શરુ કરવામાં આવશે. જેમાં ૬૦ સીટો હશે.

અરજી કરવાની પ્રક્રિયા :-

૧૦માં ધોરણમાં ૬૦ ટકા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થી આ કોર્સ માટે અરજી કરી શકે છે. ૧૨માં ધોરણમાં સાયન્સ સ્ટ્રીમમાં પાસ થયેલા વિદ્યાર્થી પણ અરજી કરી શકે છે. તે ઉપરાંત ITI કોર્સ વાળા પણ અરજી કરી શકશે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.