મશરૂમ છોકરીએ આવી રીતે ઉભી કરી કરોડોની કંપની, હજારો મહિલાઓને આપી રોજગારી

મહિલા ખેડૂતની વાત કરીએ તો લોકોને જીવનમાં અત્યાર સુધી ફક્ત મહિલા મજૂરો ની સમાન ગણવામાં આવતી હતી, પણ કેટલીક મહિલાઓ સફળ ખેડૂત બનીને આ ભ્રમને તોડી નાખ્યો છે. ઉત્તરાખંડના દિવ્યા રાવત મશરૂમની ખેતીથી વર્ષની એક કરોડથી વધુ ની કમાણી કરે છે, તેના લીધે પહાડોની હજારો મહિલાઓને રોજગારી પણ મળે છે, જેના માટે તેને 8 માર્ચ નાં બુધવારે રાષ્ટ્રપતિ નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત પણ કરેલ. આઠ માર્ચને મહિલા દિવસ તરીકે જયારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દેશભરમાં ખ્યાતી મેળવેલ મહિલાઓને સન્માનિત કરી રહ્યા હતા તો તેમાં પહાડની દીકરી પણ શામેલ હતી. ચમોલી જીલ્લ્લાની રહેવાસી દિવ્યા રાવત (27 વર્ષ) પહાડોની હજારો ને સ્વરોજગારી મેળવવા પ્રેરિત કરવા માટે નારી શક્તિ 2016 ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.

ગામ છોડીને જનારને રોકવા માટે દિલ્હીથી પાછી ફરી ઉત્તરાખંડ

ઉત્તરાખંડ રાજ્યના ચમોલી (ગઢવાલ) જીલ્લાથી 25 કી.મી. દુર રહીને કંડારા ગામની રહેવાસી દિવ્યા રાવત દિલ્હીમાં રહીને અભ્યાસ કરી રહ્યા હતા, પણ પહાડોમાંથી ઘર છોડીને જતા રહેનારથી તે મુંઝવણ માં રહેતી હતી, તેથી 2013 માં પાછા ઉત્તરાખંડ પાછા ફરી અને ત્યાં મશરૂમ ઉત્પાદન શરુ કર્યું. દિવ્યા ફોન ઉપર જણાવે છે, કે “મેં ઉત્તરાખંડના મોટાભાગના ઘરોમાં તાળા લાગેલા જોયા.(આ ભારત ના દરેક ગામ ની હાલત થઇ છે) ચાર પાંચ હજાર રૂપિયા માટે અહી ના લોકો ઘર ખાલી કરીને જતા રહેતા હતા જેનું મુખ્ય કારણ રોજગારી ન હોવી. મેં નક્કી કરી લીધુ કે કઈક એવો પ્રયાસ જરૂર કરીશ જેનાથી પહાડોમાં રોજગારી મળી શકે.” સોસીયલ વર્કથી માસ્ટર ડીગ્રી કર્યા પછી રાવતે દિલ્હીની એક સંસ્થામાં થોડા દિવસો કામ પણ કર્યું પણ દિલ્હી તેને માફક ન આવ્યું.

હવે વર્ષનું કરોડોનું ટનઓવર કરે છે દિવ્યાની કંપની

દિવ્યા રાવતે ડગલું આગળ વધાર્યું તો મહેનતે નસીબે પણ સાથ આપ્યો. તે જણાવે છે,”વર્ષ 2013 માં ત્રણ લાખનો નફો થયો, જે સતત કેટલાય ગણો વધ્યો છે. કોઈ પણ સામાન્ય કુટુંબના વ્યક્તિ આ ધંધાની શરૂઆત કરી શકે છે. અત્યાર સુધી 50 થી વધુ યુનિટ લાગી ગયા છે જેમાં મહિલાઓ અને યુવાનો વધુ છે જે ધંધો કરી રહ્યા છે.” મશરૂમનું વેચાણ અને લોકોને તાલીમ આપવા માટે દિવ્યાએ મશરૂમ કંપની ‘સોમ્ય ફ્રુડ પ્રાયવેટ લીમીટેડ કંપની’ પણ બનાવી છે. તેનું ટર્ન ઓવર આ વર્ષના અંત સુધીમાં લગભગ એક કરોડ રૂપિયા વર્ષનું કહેવામાં આવે છે.

દિવ્યા પોતે તો આગળ વધીને હજારો બીજા લોકોને મશરૂમની ખેતી માટે પ્રેરિત પણ કર્યા. તેમણે લોકોને પણ મશરૂમનો વેપાર અપાવ્યો. ફળો ઉપર મશરૂમ 150 થી 200 રૂપિયામાં ફૂટકરમાં વેચાય છે. તે લોકો શિયાળામાં બટન, મીડ સિઝનમાં ઓએસ્ટર અને ઉનાળામાં મિલ્કી મશરૂમનું ઉત્પાદન કરે છે. બટન મશરૂમ એક મહિનામાં ઓઇસ્ટર 15 દિવસમાં અને મિલ્કી મશરૂમ 45 દિવસમાં તૈયાર થઇ જાય છે. દિવ્યા જણાવે છે , “મેં લોકોને સમજાવવાને બદલે જાતે કરીને બતાવ્યું જેનાથી તેનો વિશ્વાસ વધ્યો.

પહાડોમાં જે ઘરમાં તાળા લટકતા હતા તે તાળા ને બદલે હવે ત્યાં ઉગી રહી છે મશરૂમ

દિવ્યા જણાવે છે, અભ્યાસ દરમિયાન જયારે પણ તે ઘેર પછી ફરતી હતી મોટા ભાગના ઘરોમાં તાળા લટકતા મળતા હતા. 4000 થી 5000 ની નોકરી માટે, સ્થાનિક લોકો દિલ્હી જેવા શહેરોમાં જતા રહ્યા હતા. દિવ્યાની વાતોમાં દમ પણ છે. રોજગારી માટે પહાડોમાંથી જતા રહેનારની સંખ્યા ઝડપથી વધી છે. સ્થાનિક મીડિયા રીપોર્ટ જોઈએ તો છેલ્લા 17 વર્ષમાં લગભગ 20 લાખ લોકો ઉત્તરાખંડ છોડીને મોટા શહેરોમાં રોજગાર ની શોધમાં જતા રહે છે. આ સમસ્યા આખા ભારત ની છે પણ ઉત્તરાખંડ માં સૌથી વધુ છે. દિવ્યાને લીધે હવે તેમાંથી હજારો ઘરોમાં લોકો 10-15 હજાર રૂપિયાની કમાણી કરે છે. મશરૂમ એવો પાક છે જેમાં ખર્ચો ઘણો ઓછો લાગે છે. ૨૦ દિવસમાં શરુ થઇ જાય છે અને 45 દિવસમાં ઉપજ આવવા લાગે છે. દિવ્યાએ મશરૂમની ખેતીને એટલી સરળ કરી દીધી છે કે દરેક વ્યક્તિ તે કરી શકે છે.

ઉત્તરાખંડ સરકારે બનાવ્યું મશરૂમની બ્રાંડ એમ્બેસેડર

ઉત્તરાખંડ સરકારે દિવ્યાના આ પ્રસનશીય પ્રયત્ન માટે તેને ‘મશરૂમની એમ્બેસેડર. જાહેર કરી. દિવ્યા અને તેની કપની હવે ઉત્તરાખંડના 10 જીલ્લામાં મશરૂમ ઉત્પાદનની 53 યુનિટ લગાવી ચુક્યા છે. એક ઉચા પ્રકારના યુનિટની શરૂઆત 30 હજાર રૂપિયામાં થઇ શકે છે જેમાં 15 હજાર બનાવવાનો ખર્ચ થાય છે જે દશ વર્ષ ચાલે છે, 15 હજાર તેની ઉત્પાદન ક્ષમતા હોય છે.

દિવ્યા કહે છે, અમે લોકોને રોજગારી નથી આપતા પણ તેમને સક્ષમ બનાવીએ છીએ ગામે ગામ જઈને લોકોને તાલીમ આપીયે છીએ. હવે તેની અસર જોવા મળે છે લોકો પણ તે કામ કરવાનું પસંદ કરે છે. આ વર્ષ સુધી આ યુનિટની સંખ્યા લગભગ 500 એ પહોંચી જશે.”

બ્રાંડ એમ્બેસેડર હોવા છતાં તે રોડ ઉપર ઉભી રહીને જાતે મશરૂમ વહેચે છે, જેના લીધે ત્યાની મહિલાઓની શરમ દુર થઇ અને તેઓ જાતે મશરૂમ વેચી શકે. દિવ્યાનું કહેવું છે હજુ ઉત્તરાખંડમાં એટલી મશરૂમનું ઉત્પન થઇ નથી રહ્યું કે તેની બહાર નિકાસ કરી શકાય, અહિયાં મશરૂમની ખુબ માંગ છે. તે જણાવે છે, પહાડની મહિલાઓ ખુબ જ ધેર્યવાન હોય છે, મશરૂમ તેમને ધનવાન પણ બનાવશે.

ખરેખર બ્રાન્ડએમ્બેસેડર આવા લોકો હોવા જોઈએ જે બીજા એ ક્ષેત્ર માં કરી ને બીજા ને મદદ કરતા હોય પણ બૉલીવુડ ના ભાંડ ને બનાવી દેવા માં આવે છે જે લોકો થી ખુબ દૂર હોય છે અને એમને એ ક્ષેત્ર નું કાંઈ નોલેજ નથી હોતું અને તે લોકો ને કોઈ રીતે ક્યારેય મદદ માં નથી આવી શકતા

વિડીયો