માસિક રાશિફળ : વર્ષના પહેલા મહિનામાં આ 5 રાશિઓનું બદલાશે ભાગ્ય, ઘર અને કારોબારમાં થશે બરકત.

ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ વર્ષનો પહેલો મહિનો અમારા માટે કેવો રહેશે? અમે તમને જાન્યુઆરી મહિનાના રાશીફળ જણાવવા જઈ રહ્યા છીએ. ન્યુઝટ્રેડના આ માસિક રાશિફળમાં તમે તમારી રાશી મુજબ જાણી શકશો કે આવતો મહીનો તમને પ્રેમ, કારકિર્દી અને આરોગ્યની ગણતરીએ કેવો રહેવાનો છે. આ માસિક રાશિફળમાં તમને તમારા જીવનમાં થતી એક મહિનાની ઘટનાઓનો ટૂંકમાં વર્ણન મળશે, તો વાચો રાશિફળ જાન્યુઆરી ૨૦૨૦

મેષ રાશી :-

આ મહિનો તમે કુટુંબની બાબતો ઉકેલી શકો છો. બાળકો સાથે સમય પસાર કરવાની તક મળી શકે છે. કરજ માંથી મુક્તિ મળશે અને તમારી સુખ સુવિધાઓ ઉપર પૈસા ખર્ચ કરશો. મેષ રાશી વાળા વ્યક્તિઓ માટે આ મહિનો કુટુંબિક સુખ વાળો રહેશે. અમુક બાબતોમાં તમારું મનોબળ નબળું થઈ શકે છે. પરિશ્રમ તો કરશો પરંતુ તેની દિશા કદાચ ઠીક નહિ રહે અને તેના કારણે લાભની આશા ઓછી જ છે.

પ્રેમની બાબતમાં : આ મહીને પ્રેમ સંબંધોને સામાન્ય રાખવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે.

કારકિર્દીની બાબતમાં : અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ દેવડ ન કરો, નુકશાન થઇ શકે છે. બિજનેસ ઉપર અસર પડશે. ખર્ચા પણ વધી શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય સારું રહેશે અને માનસિક રીતે પણ પોતાને મજબુત અને પોતે શાંતિનો અનુભવ કરશો.

વૃષભ રાશી :-

આ મહિનો કાયદાકીય વિવાદોથી દુર રહેવાનો પ્રયાસ કરો. નીકરી ધંધા વાળા લોકો જૂની ભૂલ ન દોહરાવો. પ્રોપર્ટી સાથે જોડાયેલા કામોમાં રસ લેશો અને નવા આઈડિયા ઉપર કામ કરશો. અધિકારીઓ સામે પોતાની વાત રજુ કરવામાં ખચકાટ અનુભવી શકો છો. સ્ટોક માર્કેટમાં નફો થવાની પણ શક્યતા ઉભી થઇ રહી છે, તો રોકાણ માટે પણ યોગ્ય સમય છે. સંતાનને કારણે થોડી મુશ્કેલી ઉભી થવાની શક્યતા ઉભી થઇ રહી છે.

પ્રેમની બાબતમાં : આ મહીને તમે તમારા પ્રેમ સબંધમાં આવનારી મુશ્કેલીઓને ઉકેલવામાં સફળ રહેશો.

કારકિર્દીની બાબતમાં : આ મહીને કારકિર્દીમાં આગળ વધવાની સારી તક મળશે. નોકરીધંધા વાળા લોકોની આવક વધી શકે છે.

આરોગ્યની બાબતમાં : તમારા કુટુંબના કોઈ સભ્યને કોઈ જુનો રોગ તકલીફ કરી શકે છે.

મિથુન રાશી :-

આ મહીને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કામકાજ વધુ રહેશે. સંબંધોની બાબતમાં સમય વિકટ જ રહેશે. સાંચવીને ચાલો. કોઈ પણ વાદ વિવાદની સ્થિતિથી દુર રહો, તેનાથી તમને નુકશાન થઇ શકે છે. કોઈ નવા ધંધાને લઈને વિચાર કરી શકો છો કોઈ સંબંધીનો સહયોગ મળશે. દુશ્મનો ઉપર વિજય મેળવશો. તમારો મોટાભાગનો સમય તકલીફો દુર કરવામાં જશે.

પ્રેમની બાબતમાં : આ મહીને તમારા પોતાના પાર્ટનરના પ્રેમ અને સન્માન મળી શકે છે.

કારકિર્દીની બાબતમાં : ટેકનીકલ ફિલ્ડના વિદ્યાર્થી માટે સમય સારો છે. નવા લોકોને બિજનેસમાં ફાયદો થઇ શકે છે.

આરોગ્યની બાબતમાં : ઋતુની પ્રતિકુળતા આરોગ્ય ઉપર અસર કરી શકે છે એટલા માટે સચેત રહો.

કર્ક રાશી :-

જાન્યુઆરીમાં ઘરમાં માંગલિક કાર્યના યોગ છે. મિત્રોનો ઘણો સહકાર મળશે પરંતુ ભાગીદારોના કાર્યમાં સતત સતર્ક રહેવાની જરૂર રહેશે નહિ તો દગો મળી શકે છે. અસુરક્ષાની ભાવના તમારી ઉપર આવી શકે છે. ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખી તમારી ફરજો પ્રત્યે સજાગ રહેવું પ્રગતીનું સૂચક છે. મહિનાના અંતે કારકિર્દી કે શિક્ષણની બાબતમાં પરિશ્રમ સાથે સફળતા અપાવવામાં સક્ષમ રહેશે.

પ્રેમની બાબતમાં : આ મહીને તમારા પ્રેમ સંબંધમાં રોમાંસ જળવાઈ રહેશે.

કારકિર્દીની બાબતમાં : કારકિર્દીમાં થોડી નવી તકો મળી શકે છે. નોકરી બદલો છો, તો તે તમારા હિતમાં રહેશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય પ્રત્યે સતર્ક રહો અને ખાવા પીવા ઉપર વિશેષ ધ્યાન આપો.

સિંહ રાશી :-

આ મહીને જૂની તકલીફો ઉકેલી લેશો. તમે તમારા મહત્વના કાર્યને આગળ વધારી શકો છો. નવી ટેકનીક અપનાવશો કે ટેકનીકલી કાર્યોમાં તમને સફળતા મળી શકે છે. મનમાં નવી ઉમંગ રહેશે. લાલચથી દુર રહો. અધિકારી વર્ગનો સહકાર મળશે. શિક્ષણ પ્રતિયોગીતાની બાબતમાં ઘણી મહેનત કરવાની જરૂર છે. આ મહીને તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : પાર્ટનરની ભાવનાઓ સમજો. પાર્ટનરને તમારા સાથની જરૂર રહેશે.

કારકિર્દીની બાબતમાં : નોકરી ધંધા વાળા લોકો માટે સમય સારો છે. તમારા સામાન્ય કામથી પણ કાર્યક્ષેત્ર ઉપર ઘણી અસર પડશે.

આરોગ્યની બાબતમાં : જુના રોગો માંથી આ મહીને છુટકારો મળી શકે છે.

કન્યા રાશી :-

કન્યા રાશી વાળા વ્યક્તિઓ માટે આ મહિનો સુખ સુવિધા વાળો રહેશે. કાર્યોમાં સફળ થવા માટે આ મહીને તમેન પૂરી નિષ્ઠા અમે સખત મહેનત સાથે કાર્ય કરતા જોવા મળશો. ખોટા નિર્ણય કે ખોટી ટેવોને કારણે આર્થિક નુકશાનીના પ્રબળ સંકેત છે. મહિનાનમાં અંતમાં ઘણી બાબતોમાં અનુકુળ રહેશે. આ મહીને ધન સંબંધી તકલીફો થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : પ્રેમ સંબંધો માટે આ મહિનો સર્વોત્તમ છે.

કારકિર્દીની બાબતમાં : બિજનેસમાં મોટો ફાયદો મળી શકે છે. વિદ્યાર્થીને પણ સફળતા મળશે.

આરોગ્યની બાબતમાં : જાન્યુઆરીમાં જુના રોગ વધવાની શક્યતા છે. વધુ ભોજન ન કરો.

તુલા રાશી :-

આ મહીને લક્ષ્ય પ્રાપ્તિમાં સફળ થવાને કારણે સન્માન વધશે. તુલા રાશી વાળા વ્યક્તિઓ માટે મહિનો નોકરીમાં પ્રગતી વાળો રહેશે. તમે અનુભવ કરશો કે તમારી શકતી અને દબદબો વધી ગયો છે. આ મહીને તમારી બુદ્ધી ક્ષમતા થોડી ધીમી થઇ શકે છે. જેના કારણે તમને નિર્ણય લેવામાં તકલીફ થશે. નજીકના લોકોથી સતત સાવચેત રહેવાની સલાહ છે. ભાઈઓને દુઃખ શક્ય છે.

પ્રેમની બાબતમાં : તમારું આકર્ષણને પ્રેમ પ્રસંગમાં બદલવાની શક્યતા છે.

કારકિર્દીની બાબતમાં : વેપારમાં નુકશાન વેઠવું પડી શકે છે. તમારા કાર્ય પ્રત્યે બેદરકારી ઠીક નથી.

આરોગ્યની બાબતમાં : બીમાર લોકોની તબિયત સારી થવાથી રાહતનો અનુભવ થશે.

વૃશ્ચિક રાશી :-

વૃશ્ચિક રાશી વાળા લોકો માટે જાન્યુઆરી મહિનો વિશેષ રહેવાનો છે. કુટુંબનો સહકાર મળશે. થોડા જરૂરી કામોમાં અડચણ આવવાની પણ શક્યતા છે. રચનાત્મક કાર્ય સફળ રહેશે. નીકરીમાં અધિકારી નારાજ રહેશે. પારિવારિક જીવનમાં ખટરાગનો સમય આવશે. આ મહીને ખોટા ખર્ચા પણ થઇ શકે છે. જુના મિત્રો અને સંબંધી મળશે. વિરોધી હેરાન કરશે, પરંતુ તમે તમારી બુદ્ધીથી સમસ્યા ઉકેલી લેશો.

પ્રેમની બાબતમાં : પ્રેમી સાથે સંબંધો સુધારવાના પ્રયાસ કરશો, તમે ભાવનાઓ સમજવા અને સમજાવવામાં સફળ થશો.

કારકિર્દીની બાબતમાં : આ મહીને નોકરીને લઈને આકર્ષક પ્રસ્તાવ સામે આવી શકે છે.

આરોગ્યની બાબતમાં : તમારા આરોગ્ય ઉપર પુરતું ધ્યાન રાખો. કેમ કે આ મહીને આરોગ્ય નબળું રહી શકે છે.

ધનુ રાશી :-

ધનુ રાશી વાળા વ્યક્તિઓ માટે આ મહિનો પ્રગતી વાળો છે. કામમાં મન લગાવવાનો પ્રયાસ પણ કરતા રહો. તમે જરૂરથી વધુ સંવેદનશીલ પણ હોઈ શકો છો. તમે કોઈ એવી વાત કહી શકો છો, જેનાથી સમસ્યા વધી જશે. આ મહિનામાં તમને ઘણા ઉતાર ચડાવ જોવા મળશે. ફાયદાકારક રોકાણની તક મળી શકે છે. તમારા કામકાજના ઇનામ મળી શકે છે.

પ્રેમની બાબતમાં : જો તમે લાંબા સમયથી પાર્ટનરની શોધમાં છો, તો આ મહીને તમારી શોધ પૂરી થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : કાર્યસ્થળ ઉપર વાતાવરણ અનુકુળ રહેશે.

આરોગ્યની બાબતમાં : આ મહીને આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે.

મકર રાશી :-

મકર રાશી વાળા આ મહીને સમજી વિચારીને આગળ વધે. લોકોની વાતોમાં ન આવો. તમને આર્થિક રીતે આ મહીને કોઈ મોટો ફેરફાર જોવા મળશે. મકર રાશી વાળા વ્યક્તિ માટે આ મહીને ભાગ્ય પ્રગતી વાળું રહેશે. ભાવનાઓને કાબુમાં રાખશો. રાજકીય કામગીરી વધશે. કોઈ અનુભવી વ્યક્તિનો લાભ ઉઠાવો. પારિવારિક તનાવ થોડા ઓછા થઇ શકે છે અને તમારા પિતાનો મદદ મળશે.

પ્રેમની બાબતમાં : આ મહીને તમારા લવ લાઈફમાં સુધારો આવતો જોવા મળી રહ્યો છે.

કારકિર્દીની બાબતમાં : નોકરી ધંધા અને બિજનેસ વાળાએ સાવચેત રહેવું પડશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો સામાન્ય રહેશે.

આરોગ્યની બાબતમાં : એસીડીટીથી દુઃખી થઇ શકો છો, સાવચેત રહો.

કુંભ રાશી :-

કુંભ રાશી વાળા વ્યક્તિઓ માટે આ મહિનો આકસ્મિક લાભ વાળો રહેશે. અધિકારીઓ સાથે મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. આ મહીને તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. ખાનગી કામોને લઈને થોડા ખાસ લોકો સાથે મુલાકાત થઇ શકે છે. વિપરીત લિંગના લોકો સાથે પરામર્શ કરીને કારકિર્દી કે વેપારમાં સંબંધિત નિર્ણય લેશો, તો થોડા લાભ થવાની આશા રાખી શકો છો.

પ્રેમની બાબતમાં : પાર્ટનરથી ઈમોશનલ સપોર્ટ મળશે. શક્ય છે કે તમે પાર્ટનરને બદલે કામ તરફ વધુ ધ્યાન આપો.

કારકિર્દીની બાબતમાં : કાર્ય સફળ થવાથી મન પ્રફુલ્લિત રહેશે. અટકેલું ધન મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યનું ખાસ ધ્યાન રાખો, શક્ય છે કે તમને કોઈ મોટો રોગ થઇ શકે છે.

મીન રાશી :-

જાન્યુઆરીમાં ઘણા પ્રકારથી ધન લાભ થવાની શક્યતા ઉભી થઇ રહી છે. કોઈ અજાણ્યા સાથે દોસ્તી થશે. રોકાણ કરવા અને અનુમાનને આધારે પૈસા લગાવવા માટે આ મહિનો મીન રાશી વાળા માટે સારો નથી. નકામી વસ્તુ ઉપર પણ ખર્ચા વધી શકે છે. પત્ની તરફથી સહયોગ મળશે. જે આર્થિક તંગીનો તમે ભોગ બન્યા છો, તે સમસ્યા આ મહીને દુર થતી જોવા મળી રહી છે. સંબંધોને પણ ઘણા જાળવીને રાખવાનો પ્રયાસ કરો.

પ્રેમની બાબતમાં : તમારું પેમ જીવન ઘણું સારું રહેવાનું છે. તમે જેને પ્રેમ કરો છો, તમારી તેની સાથે મુલાકાત થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : વેપારમાં લાભ મળશે અને વિચારવાની શક્તિ વધશે.

આરોગ્યની બાબતમાં : લવ લાઈફ માટે આ મહિનો સારો રહેશે. પ્રેમ સંબંધ આગળ વધશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.