નાના રૂમમાં શરુ કરો મશરૂમની ખેતી મશરૂમનું ઉત્પાદન યુવાનો માટે એક સારો ઘંધો સાબિત થઇ રહ્યો છે.

મશરૂમ આરોગ્ય નો રક્ષક છે, માટે માંગ વધી રહી છે, અને આ માંગને પૂરી પાડી શકાતી નથી. તેવામાં આ ધંધો ફાયદા વાળો સોદો છે. ડોક્ટર અને ડાઈટીશીયન વિટામિન બી 12 માટે, મોટાપો, હાર્ટ ડીજીજ અને ડાયાબીટીસ ના દર્દીઓને તેનું સેવન કરવાની સલાહ આપે છે. તેનું ચલણ હમેશા વધતું જાય છે.

ભારતમાં મશરૂમની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. તે જોતા મશરૂમ નું મોટાપાયા ઉપર ઉત્પાદન કરવાની જરૂર છે. આં તો મશરૂમના ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે, પણ જેટલી માંગ છે, તેના પ્રમાણમાં ઘણી ઓછો છે. જો કે હવે ગામની જ નહી, શહેરોમાં પણ શિક્ષિત યુવાનો મશરૂમ ઉત્પાદનને પોતાની કેરિયર તરીકે સ્વીકારવા લાગ્યા છે.
મશરૂમની ખેતી ઓછી જગ્યા અને ઓછા રોકાણમાં શરુ કરી શકાય છે અને રોકાણના પ્રમાણમાં નફો અનેક ગણો વધુ હોય છે. ત્યાં સુધી કે તેને તમે એક રૂમમાં પણ શરુ કરી શકો છો. વર્ષ દરમિયાન તમે માત્ર એક રૂમમાં 3 થી 4 લાખ ની આવક સરળતાથી થઇ શકે છે તે પણ માત્ર 50 થી 60 હજાર રૂપિયા ખર્ચ કરવાથી.

મોસમ

મશરૂમ ઉત્પાદનમાં મોસમનું ખાસ મહત્વ છે, તેને ધ્યાન બહાર ન કરી શકાય. મશરૂમની એક વેરાયટી વોલ વેરીયલ્લા માટે તાપમાન 30 થી 40 ડીગ્રી સે. અને નમી 80 થી વધુ હોવું જોઈએ. તેનું ઉત્પાદન એપ્રિલ થી ઓક્ટોબર ની વચ્ચે કરવામાં આવે છે. ઓયસ્ટર મશરૂમ માટે તાપમાન ૨૦ થી 30 ડીગ્રી સે. તથા નમી 80 ટકાથી વધુ હોવી જોઈએ. તેના ઉત્પાદન માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર નો મહિનો ઉત્તમ માનવામાં આવે છે. ટેમ્પરેટ મશરૂમ માટે 20 થી ૩૦ ડીગ્રી સે. તાપમાન અને 70 થી 90 ટકા નમી જરૂરી છે. તેનું ઉત્પાદન ઓક્ટોમ્બર થી ફેબ્રુઆરી વચ્ચે ઠીક રહે છે.

ઓએસ્ટ મશરૂમ ની ખેતી

આ મશરૂમને ઉગાડવામાં ઘઉંનું ભૂસું અને દાણા બન્ને નો ઉપયોગ થાય છે. આ મશરૂમ 2.5 થી 3 મહિનામાં તૈયાર થઇ જાય છે. વધુ પ્રમાણમાં તેનું ઉત્પાદન પંજાબ સહિત ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય છે. આ મશરૂમ ને સૌ પહેલા હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલય ને પ્રોફેસર અંનતકુમારે વર્ષ 2013 માં લગાવ્યો હતો. પ્રોફેસર અંનતકુમાર પોતાની આ રીત નું હવે પેટેન્ટ કરાવવા જઈ રહ્યા છે.

100 ચોરસ ફૂટ જગ્યા માં 10 ક્વિન્ટલ મશરૂમ

પ્રોફેસર અંનતકુમાર મુજબ એક કિલોગ્રામ મશરૂમ તૈયાર કરવામાં લગભગ 50 હજાર રૂપિયા ખર્ચ (જો ભૂસું, ઘઉં વગેરે સામાન ખરીદવામાં આવેતો ) આવે છે. તેના દ્વારા 15 કિલોગ્રામ મશરૂમ બનાવવા માટે 10 કિલોગ્રામ ઘઉંના દાણાની જરૂર હોય છે. જો તમે એક વાર 10 ક્વિન્ટલ મશરૂમ ઉગાડી લો તો તમને કુલ ખર્ચ 50 હજાર રૂપિયા આવે છે. તેના માટે તમારે 100 ચોરસ ફૂટના એક રૂમમાં રેતી પાથરવાની છે.

10 ગ્રામ લાગે છે બીજ

સૌથી પહેલા ઘઉંને ઉકાળવામાં આવે છે અને પછી મશરૂમ પાવડર નાખવામાં આવે છે, જેનાથી મશરૂમના બીજ તૈયાર થઇ જાય છે. તેને ત્રણ મહિના માટે તે બીજ ને 10 કિલોગ્રામ ઘઉંના ભૂસામાં 10 ગ્રામ બીજ ના હિસાબે રાખવામાં આવે છે. ત્રણ મહિના પછી ઘઉંના આ દાણા મશરૂમ માં અંકુરિત થવાના શરુ થઇ જાય છે. ત્યાર પછી તેને 20 થી 25 દિવસ માટે પોલીથીનમાં નાખીને 25 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વાળા રૂમમાં રાખવામાં આવે છે.ત્યાર પછી મશરૂમ વેચવા માટે તૈયાર થઇ જાય છે.

રીટેલ સ્ટોર ઉપર કરી શકો છો કરાર

ઓસ્ટર મશરૂમ ની દેશમાં વધુ માંગ છે. કંપનીના સ્ટોર ઉપર પણ સૌથી વધુ ઓસ્ટર મશરૂમનું વેચાણ છે. આ મશરૂમ ના ભાવ ઓછામાં ઓછા 150 થી 200 રૂપિયા કિલોના ભાવથી મળે છે. જેના માટે તમે સારું માર્કેટિંગ કરીને કોઈ રીટેલ સ્ટોર સાથે કરાર કરી શકો છો તો ભાવ પણ વધુ મળી શકે છે. ઓછામાં ઓછા 150 રૂપિયા કિલો ગ્રામના ભાવથી 10 ક્વિન્ટલ મશરૂમ ની કિંમત 150000 રૂપિયા થાય છે. તેવામાં મશરૂમ વર્ષમાં બે વખત ઉત્પન કરી શકાય તો તે રકમ સરળતાથી બમણી કે ૩ લાખ રૂપિયા સુધી પહોચી જાય છે.

સરકાર તરફથી સહાયતા

મશરૂમ ઉત્પાદન સ્વરોજગાર ની ગણતરીએ સારી માનવામાં આવે છે. આ કામ ઓછા રોકાણે અને નાની જગ્યા ઉપર પણ થઇ શકે છે. સરકાર કૃષિ સબંધિત આ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. મશરૂમ ઉત્પાદન ને સ્વરોજગાર તરીકે અપનાવનાર અરજદારોને ભારત સરકાર ના કૃષિ મંત્રાલય દ્વારા પાચ લાખ રૂપિયા સુધી આર્થિક મદદ ની જોગવાય કરવામાં આવે છે. તે સિવાય એસસી/એસટી અરજદારોને સરકારી સહાયમાં રાહતની પણ સગવડતા છે.

મશરૂમ ઉત્પાદનમાં રસ લેવાવાળા અરજદારો માટે દેશભરના કૃષિ વિશ્વવિદ્યાલયો અને કૃષિ અનુસંધાન કેન્દ્રોમાં એક બે અઠવાડિયા અને માસિક સમયના કોર્ષ ચલાવવામાં આવે છે.

આ પાઠ્યક્રમોનો ઉદેશ મશરૂમ ઉત્પાદન ની ટેકનીક અને બીજ ની સારી જાતોથી રૂબરૂ કરાવવાનું છે. મશરૂમ નું ઉત્પાદન શરુ કરતા પહેલા ટેકનીકલ જાણકારી મેળવવી ખુબ જ જરૂરી છે.


Posted

in

, ,

by