અનિચ્છનીય માસ્સા અને તલને હંમેશા માટે મૂળથી સફાયો કરી નાખશે આ 1 પાંદડું

લોકો મસ્સાની સમસ્યાથી ઘેરાયેલ રહે છે. તેમાંથી થોડી સમસ્યાઓ ગંભીર હોય છે, અને થોડી સામાન્ય ગણવામાં આવે છે, અને આ સામાન્ય સમસ્યાઓમાં એક સમસ્યા હોય છે, મસ્સા. આ માત્ર સામાન્ય નથી પણ સામાન્ય સમસ્યાઓમાં ગણતરી કરવામાં આવે છે. મસ્સા ત્વચા ઉપર ઉપસેલા હોય છે, અને સુસાધ્ય ગણવામાં આવે છે, એટલે કે તે કેન્સરયુક્ત નથી હોતા. તેમ છતાં પણ તેનાથી પીડિત ઘણા લોકો તેને કાઢવા માટે આતુર હોય છે, કેમ કે તેમના હિસાબે મસ્સા ત્વચા ઉપર સારા નથી લાગતા.

આ વાત તમે કદાચ નહિ જાણતા હોય કે મસ્સા ‘હ્યુમન પૈપીલ્લોમા વાયરસ’ ને કારણે ફેલાય છે. શરીર ઉપર પીડા રહિત, કડક, અડદ જેવા, કાળા ભૂરા અને ઉપસેલ જેવી જે ફોડકી હોય છે, તેને સંસ્કૃતમાં ‘માષ’ અને સામાન્ય ભાષામાં મસ્સા કહે છે.

ત્વચા ઉપર બેડોળ અને રૂસી જેવું ફેલાવો થવો, મસ્સાના લક્ષણો હોય છે. મસ્સા પોતાની જાતે જ ફેલાઈને પોતાની જાતે જ ગાયબ થઇ જાય છે, પણ તેમાં ઘણા મસ્સા વધુ પ્રમાણમાં પીડાદાયક હોય છે. તે ઝડપથી ફેલાય છે, અને તેમાંથી ઘણા મસ્સા વર્ષો સુધી જળવાઈ રહે છે જેનો ઈલાજ કરવો જરૂરી હોય છે.

ઘણા લોકો એવા હોય છે જેના ચહેરા ઉપર કે ત્વચા ઉપર તલ કે મસ્સા હોય છે. જો આ તલ કે મસ્સા તમારા ચહેરા ઉપર છે તો તે તમારી સુંદરતા ખરાબ કરી શકે છે. આજે અમે તમારા માટે તલ અને મસ્સાથી ઘણો વહેલા છુટકારો મેળવવામાં સરળ ઉપાય જણાવીશું જેની મદદથી તમે લોકો તમારા ચહેરા માંથી તલ કે મસ્સાને ઘણા વહેલા દુર કરી શકશો.

મસ્સા અને તલ દુર કરવા માટે ઘરેલું ઉપાય :

તલ અને મસ્સા દુર કરવા માટે તમારે કોઈ પાનવાળની દુકાનમાંથી એક પાનનું પાંદડું અને થોડો ચૂનો લાવવાનો રહેશે. જેવું ઉપર ફોટામાં દર્શાવેલ છે તમે તે મુજબ પાનના પાંદડાના નાકા ઉપર ચૂનો લગાવીને તમારા તલ કે મસ્સા વાળા ભાગ ઉપર લગાવો. અને તે ત્યાં સુધી લાગેલું રહેવા દો, જ્યાં સુધી ચૂનો સુકાઈ ન જાય. અને સુકાયા પછી તેને હળવા હુફાળા પાણીથી ધોઈ લો.

હવે તમે મેળવશો કે તમારા ચહેરો અને ત્વચા માંથી તલ અને મસ્સા એકદમથી દુર થઇ જશે. અને મસ્સા માટે પણ તમે ઉપર દર્શાવેલ વિધિ મુજબ જ ઉપયોગ કરી શકો છો. તેની સૌથી સારી વાત એ છે કે તે કોઈ નિશાન પણ નથી રહેતા તમારા ચહેરાની ત્વચા જેવી છે એકદમ એવી જ ત્વચા તલ કે મસ્સા દુર કરીને પણ તમને  જોવા મળશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચૂનો તમારે લેવાનો છે જે પાનમાં લગાવવામાં ઉપયોગ થાય છે.

વડના ઝાડના પાંદડાનો રસ મસ્સાના ઉપચાર માટે ઘણો જ અસરકારક હોય છે. આ પ્રયોગથી ત્વચા સોમ્ય થઇ જાય છે અને મસ્સા પોતાની જાતે જ ખરી જાય છે.

એક ચમચી કોથમીરના રસમાં એક ચમચી હળદર નાખીને સેવન કરવાથી મસ્સામાં રાહત મળે છે.

કાચા બટેટાની એક સ્લાઈસ નિયમિત રીતે દસ મિનીટ સુધી કેળાની છાલની અંદરની તરફ મસ્સા ઉપર રાખીને તેને એક પાટાથી બાંધી લો. અને આવું દિવસમાં બે વખત કરો અને સતત કરતા રહો જ્યાં સુધી કે મસ્સા દુર નથી થઇ જતા.

એરંડિયાનું તેલ નિયમિત રીતે મસ્સા ઉપર લગાવો. તેનાથી મસ્સા નરમ પડી જાય છે, ધીમે ધીમે દુર થઇ જશે.

એરંડિયાના તેલને બદલે કપૂરના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

લસણના એક ટુકડાને વાટી લો, પણ ઘણું વધુ નહી, અને વાટેલા લસણને મસ્સા ઉપર રાખીને પાટો બાંધી લો. તેનાથી પણ મસ્સાના ઉપચારમાં મદદ મળશે.

એક ટીપું તાજો મોસંબીનો રસ મસ્સા ઉપર લગાવી દો, અને તેને પણ પાટાથી બાંધી લો. આવું દિવસમાં લગભગ ૩ થી ૪ વખત કરવું. આમ કરવાથી મસ્સા દુર થઇ જશે.

બંગલા, મલબારી, કપૂરી, કે નાગરવેલના પાંદડા કે ડંઠલનો રસ મસ્સા ઉપર લગાવવાથી મસ્સા ખરી જાય છે. જો છતાંપણ ન ખરે તો પાનમાં ખાવાનો ચૂનો ભેળવીને ઘસો.

અમ્લાકી ને મસ્સા ઉપર ત્યાં સુધી ઘસતા રહો જ્યાં સુધી મસ્સા તે રસ ને સોશી ન લે. કે અમ્લાકીના રસને મસ્સા ઉપર ઘસીને પાટાથી બાંધી લો.

કસીસાદી તેલ મસ્સા ઉપર રાખીને પાટો બાંધી લો.

મસ્સા ઉપર નિયમિત રીતે ડુંગળી ઘસવાથી પણ મસ્સા દુર થઇ જાય છે.

પપૈયાના ક્ષીરને મસ્સા ઉપર લગાવવાથી પણ મસ્સા દુર થવામાં મદદ મળે છે.

થોરનું દૂધ કે કાર્બોલિક એસીડ સાવચેતી પૂર્વક લગાવવાથી મસ્સા નીકળી જાય છે.