જાણો મફત માં ખુબ અસરકારક ઘરેલું ઈલાજ આ આયુર્વેદિક પદ્ધતિથી 7 દિવસમાં જ દુર થશે મસ્સા

મહત્વની વાતો :

* ‘મસ્સા ‘હ્યુમન પૈપિલ્લોમા વાયરસ’ ને કારણે થાય છે.

* ત્વચા ઉપર બેડોળ અને કડક ફેલાવો થવો, મસ્સા ની નિશાની હોય છે.

* મસ્સા ઉપર નિયમિત ડુંગળી ઘસવાથી મસ્સા દુર થઇ જાય છે.

અમેરિકામાં લાખો લોકો ત્વચાની તકલીફથી પીડિત રહે છે. તેમાંથી અમુક સમસ્યાઓ ગંભીર હોય છે, અને અમુક ગૌણ માનવામાં આવે છે, અને આ ગૌણ સમસ્યાઓમાં ની એક સમસ્યા રહેલ છે, મસ્સા. તે માત્ર ગૌણ જ નથી પણ સામાન્ય સમસ્યાઓમાં ગણતરી થાય છે. મસ્સા ત્વચા ઉપર એક ઉપસેલા ભાગ જેવું હોય છે, અને સુસાધ્ય ગણવામાં આવે છે, એટલે કે તે કેન્સરયુક્ત નથી હોતા. તે છતાં પણ તેનાથી પીડિત ઘણા લોકો તેને કાઢવા માટે પ્રયત્નશીલ રહે છે. કેમ કે તેમના માનવા મુજબ મસ્સાથી સુંદર નથી દેખાતા. તે વાત નહી જાણતા હો કે મસ્સા ‘મસ્સા ‘હ્યુમન પૈપિલ્લોમા વાયરસ’ ને કારણે થાય છે. આમ તો આયુર્વેદિક ડોક્ટરોની મદદથી મસ્સા થી છુટકારો મેળવી શકાય છે. તો આવો જાણીએ મસ્સા થી આયુર્વેદિક સારવારની મદદથી છુટકારો કેવી રીતે મેળવી શકાય.

મસ્સાના લક્ષણ

ત્વચા ઉપર બેડોળ અને રૂખી સતહ ફેલાવો થવો, મસ્સા ની નિશાની હોય છે. મસ્સા પોતાની જાતે જ ફેલાઈને પોતાની જાતે જ દુર થઇ જાય છે, પણ તેમાંથી ઘણા મસ્સા વધુ પડતા પીડાદાયક હોય છે. તે ઝડપથી ફેલાય છે, અને તેમાંથી અમુક મસ્સા વરસો સુધી જળવાઈ રહે છે જેની સારવાર કરાવવી જરૂરી હોય છે.

મસ્સા નો આયુર્વેદિક / ઘરગથ્થું ઉપચાર

વડના ઝાડ ના પાંદડા નો રસ મસ્સાની સારવાર માટે ખુબ જ અસરકારક હોય છે. આ પ્રયોગથી ત્વચા સોમ્ય થઇ જાય છે અને મસ્સા પોતાની જાતે જ ખરી જાય છે.

એક ચમચી કોથમીરના રસમાં એક ચપટી હળદર નાખીને સેવન કરવાથી મસ્સા માં રાહત મળે છે.

કાચા બટેટાની એક સ્લાઈસ નિયમિત રીતે દસ મિનીટ સુધી મસ્સા ઉપર લગાવીને રાખવાથી મસ્સાથી છુટકારો મળી જાય છે.

કેળાની છાલને અંદરની તરફથી મસ્સા ઉપર રાખીને તેની ઉપર પાટો બાંધી દો. અને આવું દિવસમાં બે વખત કરો સતત કરતા રહો જ્યાં સુધી મસ્સા દુર ન થઇ જાય.

એરંડિયાનું તેલ નિયમિત રીતે મસ્સા ઉપર લગાવો. તેનાથી મસ્સા નરમ પડી જશે. અને ધીમે ધીમે દુર થઇ જશે. એરંડિયાના તેલને બદલે કપૂર નાં તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

લસણના એક ટુકડાને પીસી લો, પરંતુ એકદમ નહી, અને આ પીસેલા લસણને મસ્સા ઉપર રાખીને પાટા થી બાંધી લો. તેનાથી પણ મસ્સાના ઉપચારમાં મદદ મળે છે.

એક ટીપું તાજી મોસંબીનો રસ મસ્સા ઉપર લગાવી દો, અને તેને પણ પાટાથી બાંધી લો. આવું દિવસમાં 3 કે 4 વખત કરો. આમ કરવાથી મસ્સા દુર થઇ જાય છે.

બંગલા, મલબારી, કપૂરી, કે નાગરવેલ ના પાંદડા ના ડાળખાં નો રસ મસ્સા ઉપર લગાવવાથી મસ્સા ખરી જાય છે. જો તેમ છતાં ન ખરે તો પાનમાં ખાવાનો ચૂનો ભેળવીને ઘસો.

આંબળા ને મસ્સા ઉપર ત્યાં સુધી ઘસતા રહો જ્યાં સુધી મસ્સા તેના રસને શોષી ન લે. કે આંબળા નો રસ મસ્સા ઉપર ઘસીને પાટાથી બાંધી લો.

કસીસાદી તેલ મસ્સા ઉપર રાખીને પાટો બાંધી લો.

મસ્સા ઉપર નિયમિત રીતે ડુંગળી ઘસવાથી પણ મસ્સા દુર થઇ જાય છે.

પપૈયાના ક્ષીર ને મસ્સા ઉપર લગાવવાથી પણ મસ્સા ને દુર કરવામાં મદદ મળે છે.

થોર નું દૂધ કે કાર્બોલીક એસીડ સાવચેતીપૂર્વક લગાવવાથી મસ્સા નીકળી જાય છે.

મસ્સા ઉપર કુવારપાઠું દિવસમાં ત્રણ વખત લગાવો. આવું એક અઠવાડિયા સુધી કરતા રહો. મસ્સા દુર થઇ જશે.

વિટામીન ‘ઈ’ ને મસ્સા ઉપર લગાવવાથી પણ ફાયદો થાય છે. બમણા ફાયદા માટે તમે તેની ઉપર કાચુ લસણ પણ લગાવી શકો છો. બન્ને ને મસ્સા ઉપર લગાવીને પાટો બાંધીને એક અઠવાડિયા સુધી રહેવા દો. એક અઠવાડિયા પછી પાટો ખોલવાથી તમે જોશો તો મસ્સા દુર થઇ ગયા હશે.

વિટામીન ઈ ની કેપ્સ્યુલ વિષે નો આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> આ કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોર પરથી મળી જશે વાળને બનાવો ઘાટ્ટા, વિટામીન ‘ઈ’ ના 5 ફાયદા

મસ્સા વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> સફરજનનું વિનેગર છે મસ્સા માટે રામબાણ જાણો કેવીરીતે કરવો મસ્સા નો ઉપચાર