જો તમને પણ મસા છે તો તેને દુર કરી શકે છે બસ એક દીવાસળી, જાણો કેવી રીતે કરવો ઉપચાર

સુંદરતા ઉપર ડાઘ જેવા લાગે છે મસા. પરંતુ આ મસા થી છુટકારો મેળવવા માટે જરૂરી નથી કે તમે તમે કોસ્મોટીક સર્જન કલીનીક નાં ચક્કર લગાવો. ઘણી બધી સામાન્ય વાતોને ઘ્યાનમાં રાખીને પણ મસા થી છુટકારો મેળવી શકો છો.

કોઈ સુંદર ચહેરાની કલ્પના કરો છો, પરંતુ તે સુંદર ચહેરા ઉપર જયારે કોઈ ડાઘ, ફોડકા કે મસા વગેરેથી ચહેરો એકદમ ખરાબ થઇ જાય છે. મસા થી છુટકારો મેળવવા માટે યુવાનો દરક પ્રકારના ઉપાયો અજમાવવા માટે તૈયાર હોય છે. જો કે મસા ફક્ત ચહેરા ઉપર જ નહિ પરંતુ ગળું,હાથ,પીઠ,પગ ઘણી બધી જગ્યાએ થઇ શકે છે. મસા ને દુર કરવા માટે કોઈ ચોક્કસ ક્રીમ પણ બજારમાં મળતી હોય છે.પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ પ્રકારની ક્રીમ વધુ અસરકારક નથી હોતી.

શું હોય છે મસા

આમ તો મસા પીગમેન્ટ કોશિકાઓનો સમૂહ હોય છે, જે કાળા ભૂરા રંગના હોય છે. સામાન્ય રીતે આ નુકશાનકારક નથી હોતા, પરંતુ સમયસર તેનો ઈલાજ ન કરાવ્યો તો તે કેન્સર નું સ્વરૂપ લઇ શકે છે. ઘણા મસા આનુંવાન્શિક હોય છે તો ઘણા વધુ તડકામાં રહેવાથી થતા હોય છે. ઘણા મસા એવા હોય છે, જે થઈને પછી તેની જાતે જ મટી જાય છે. મસા કાપવા કે ફોડવાથી તેની અસર અન્ય ભાગો માં થવાની શક્યતા રહે છે. ક્યારેક ક્યારેક મસાના વાયરસ એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ ની ત્વચા ઉપર પણ આવીને તેમની ત્વચા ઉપર પણ મસા થઇ જાય છે.

શું છે ઉપચાર : બી કોમ્પ્લેક્ષ, વિટામીન એ.સી,ઈ, વાળા ખોરાક લેવાથી મસા દુર કરી શકાય છે, સાફ સફાઈનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ બીજાનો રૂમાલ વગેરે નો ઉપયોગ ન કરવો જોઈએ.
મસા ઉપર બટેટાની છાલ વાટીને કેળાના છોતરા નો અંદરનો ભાગ વાટી લો.

મસા મટાડવા માટે એક અગરબતી સળગાવી લો અને અગરબતીની સળગીને નીકળતી રાખ મસા ઉપર સ્પર્શ કરીને તરત હટાવી દો. આવું ૮-૧૦ વખત કરો, આ ઉપાય થી મસા સુકાઈને નીકળી જશે.

થોડા ખાટ્ટા સફરજન લઈને તેનું જ્યુસ કાઢો અને તને દિવસમાં ઓછા માં ઓછું દિવસમાં ત્રણ વખત મસા ઉપર લગાવો. નિયમિત રીતે લગાવવાથી તમે જોશો કે મસા ધીમે ધીમે ઝાંખા પડી રહ્યા છે. અને ત્રીજા અઠવાડિયા સુધી તે બિલકુલ મટી ગયેલા જોવા મળશે.

એક ડુંગળી ને લઈને તેના રસને દિવસમાં એક વખત નિયમિત રીતે લગાવવાથી ઉત્તમ રહેશે.
બેકિંગ સોડા અને એરંડિયા ના તેલ ને રાત્રે મસા ઉપર લગાવી ને સુવા થી મસાને દુર કરવામાં મદદ મળે છે.
આમ તો મસાના ઈલાજ ની ટેકનીક દરેક વ્યક્તિ માટે જુદી જુદી હોય છે , પરંતુ સામાન્ય રીતે થયેલા મસા ઉપર લસણનો રસ દરરોજ લગાવવામાં આવે તો મસા દુર થઇ જાય છે. તમે કોબીનાં રસને પણ કાયમ મસા ઉપર લગાવી શકો છો.

કાયમ સવારે અને રાત્રે મસા ઉપર મધ લગાવો. મસા થી છુટકારો મેળવવા માટે પોટેશિયમ ખુબ જ લાભદાયક છે. પોટેશિયમ સફરજન, કેળા, દ્રાક્ષ, બટેટા, મશરૂમ, ટમેટા, પાલક વગેરેમાં હોય છે.

હવે તમને જણાવીએ છીએ માચીસ ની દીવાસળી નો ઈલાજ

આ નીચે નાં વિડીયો માં જણાવ્યું છે તે પ્રમાણે દીવાસળી ની ઉપર નો જ્વલનશીલ ભાગ લઇ લો તેને ફટકડી અને થોડા પાણી સાથે મિક્સ કરવાનો છે જે વિડીયો માં બતાવ્યું છે એ પ્રમાણે બનાવી ને મસા પર લગાવવા નો છે. માચીસ ની દીવાસળી માં ઉપર નો જ્વલનશીલ પદાર્થ માં પોટેશિયમ સારી માત્રા માં હોય છે.

વિડીયો