ગરીબ બાળકોની હેલ્પ માટે ‘કારવાળા માસ્ટર’ ફૂટપાથ પર લગાવે છે ક્લાસ, ફ્રી માં આપે છે ભણતર

ફૂટપાથ પર ગરીબ બાળકોને ફ્રીમાં ભણાવે છે ‘કારવાળા માસ્ટર’, આ જોરદાર કારણ છે કે જેથી તે ગરીબ બાળકોને ભણાવવા માટે થાય મજબૂર. કોરોના વાયરસને કારણે બાળકોના અભ્યાસ ઉપર ઘણી અસર પડી રહી છે. ખાસ કરીને ઝૂપડપટ્ટીમાં રહેવા વાળા બાળકો યોગ્ય રીતે અભ્યાસ નથી કરી શકતા. તે બાળકો પાસે ન તો લેપટોપ છે, ન તો એટલા પૈસા છે કે કોઈ પાસેથી ટ્યુશન કઈ શકે. તેવા બાળકોની મદદ માટે ઉત્તર પ્રદેશના મેરઠના એક માસ્તર સામે આવ્યા છે. જેમને કારવાળા માસ્તર નામ આપવામાં આવ્યું છે. આમ તો આ માસ્તર ગાડીમાં બેસીને બાળકોને ભણાવે છે. જેને લઈને બાળકો તેને કારવાળા માસ્તરજી કહે છે.

મફત આપી રહ્યા છે શિક્ષણ : કારવાળા માસ્તર રોજ પોતાની કારમાં આવે છે અને ઝુપડપટ્ટી પાસે એક ઝાડ નીચે બાળકોની શાળા ચલાવે છે. ઘણા બધા બાળકો તેમની પાસે ભણવા માટે આવે છે. તે માસ્તર તે બાળકોને મફત શિક્ષણ આપે છે. આ માસ્તરનું નામ બીબી શર્મા છે. તે મેરઠમાં રહેવાસી છે અને સ્ટેટ બેંકના એજીએમ હોદ્દા ઉપરથી નિવૃત્ત થયા છે.

teacher

મનના આનંદ માટે કરી રહ્યા છે આ કામ : બીબી શર્માને બાળકોને ભણાવવાનું સારું લાગે છે. એટલા માટે તે ઝૂપડપટ્ટી પાસે જઈને પોતાનો વર્ગ શરુ કરે છે. તે ઘણી બધી ઝૂપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપે છે. બીબી શર્માના જણાવ્યા મુજબ તે તનમનથી છેલ્લા શ્વાસ સુધી બાળકોને ભણાવવા માંગે છે. જ્ઞાન આપવાથી તેને શાંતિ મળે છે. તે બાળકો પણ તેમની પાસે ભણવાનું પસંદ કરે છે.

સંસ્થા પણ કરી રહી છે મદદ : આ ઉત્તમ કાર્યમાં બીબી શર્માની મદદ બીજા પણ લોકો કરી રહ્યા છે અને સ્વયં સેવી સંસ્થાઓ પણ બાળકોને ભણાવી રહી છે. ઘણી બધી સંસ્થાઓ આ બાળકોને પુસ્તકો, પેન-પેન્સિલ વગેરે વસ્તુ આપતી રહે છે. જેથી તે સારી રીતે ભણાવી શકે અને સારું શિક્ષણ ગ્રહણ કરી શકે. બાળકોને બીબી શર્મા પાસે ભણવાની ઘણી મજા આવે છે અને બાળકો તેને કારવાળા માસ્તરજી કહે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.