નૈના દેવી ની આરતી કરતા રહ્યા હતા લોકો, માતા એ સાક્ષાત આપ્યા દર્શન, લોકો એ બનાવી લીધો વિડીયો

હિમાચલ પ્રદેશમાં ઘણા એવા ધાર્મિક સ્થળ છે, જ્યાં શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી રહે છે. તેમાંથી સૌથી વધુ મહિમા માતા નૈના દેવીનો માનવામાં આવે છે. નૈનાદેવી મંદિર રાજ્યના વિલાસપુર જીલ્લામાં આવેલું છે. અહિયાં આરતીના સમયે ભક્તોને સાક્ષાત નૈનાદેવીએ દર્શન આપ્યા. જેનો વિડીયો લોકોએ મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો.

નૈનાદેવી મંદિર માતાના ૫૧ શક્તિપીઠો માંથી એક છે. એવી માન્યતા છે કે અહિયાં સતીની આંખ પડી હતી. નૈનાદેવી મંદિર શિવાલિક પર્વત માળાની પહાડીઓ ઉપર આવેલું છે. શ્રાવણની આઠમ, ચૈત્ર નવરાત્રી અને આશ્વિન નવરાત્રી દરમિયાન અહિયાં શ્રદ્ધાળુઓની ઘણી ભીડ રહે છે. ભક્ત ‘જય માતાજી’ બોલતા બોલતા એ આશા સાથે માતાના દર્શન કરવા આવે છે કે તેમની મનોકામના પૂરી થાય.

મંદિરમાં રહેલા એક પીપળાના ઝાડને પણ ભક્તિભાવ સાથે પૂજવામાં આવે છે. તે પણ ઘણી શતાબ્દી જુનું છે. મંદિર રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર ૨૧ ઉપર આવેલું છે. અહિયાંથી નજીક ચંડીગઢ એરપોર્ટ છે. આનંદપુર સાહિબ અને કીરતપુર સાહિબથી અહિયાં માટે ટેક્સીઓ ભાડા ઉપર મળી જાય છે.

મંદિરના મુખ્ય દરવાજાની જમણી તરફ ભગવાન ગણેશ અને હનુમાનની મૂર્તિ છે. મંદિરના ગર્ભગૃહમાં ત્રણ મુખ્ય મૂર્તિઓ છે. જમણી તરફ માતાકાળી, વચ્ચે માં નૈનાદેવી અને દાબી તરફ ભગવાન ગણેશ બિરાજમાન છે. જે એક વખત માતાના દર્શન કરી લે છે, તે વારંવાર અહિયાં આવીને માતાના આશીર્વાદ લેવા માંગે છે.

ચંડીગઢથી મંદિરનું અંતર લગભગ ૧૦૦ કી.મી. છે. કીરતપુર સાહિબથી મંદિરનું અંતર ૩૦ કી.મી. છે. જેમાંથી ૧૮ કી.મી. પહાડી રસ્તો છે. બીજો રસ્તો આનંદપુર સાહિબથી છે, જેનાથી મંદિરનું અંતર ૨૦ કી.મી. છે, જેમાં ૮ કી.મી. પહાડી રસ્તો છે.

મોટાભાગના યાત્રાળુઓ ‘જય માતાજી’ બોલતા બોલતા પગપાળા જ ડુંગરના શિખર ઉપર પહોચી જાય છે. બેસ કેપથી શિખરના મંદિર સુધીનું અંતર દોઢ કલાકમાં સરળતાથી પૂરું કરી શકાય છે. તહેવાર અને મેળા દરમિયાન ભવનથી પાછા આવવા અને જવા માટે જુદા જુદા રસ્તા બનાવવામાં આવ્યા છે. જેથી દર્શન સારી રીતે કરી શકે. તમે નીચેના વિડીયોમાં માતાના દર્શન કરો.

વીડિઓ 1 : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

વીડિઓ 2 : આરતી

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા જ વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેયર કરવાંથી જો કોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.