માતાના આ દરબારમાં ઉપવાસ કરવાથી ઈચ્છા અનુસાર ફળની થાય છે પ્રાપ્તિ, ભક્તોની ઉમટે છે ભીડ

દેશ આખામાં ઘણા બધા ધાર્મિક સ્થળ આવેલા છે, અને આ તમામ ધાર્મિક સ્થળના મંદિરોનું પોતાનું અલગ અલગ મહત્વ માનવામાં આવે છે. તે બધા સાથે અલગ અલગ માન્યતાઓ જોડાયેલી છે. હંમેશા લોકો તે સ્થળ ઉપર જઈને પોતાના જીવનની તકલીફોમાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરે છે. તેવામાં જણાવવામાં આવે છે કે, આ મંદિરોમાં હંમેશા કોઈને કોઈ ચમત્કાર જરૂર જોવા મળે છે, જેના પ્રત્યે લોકોની અતુટ શ્રદ્ધા જોડાયેલી છે.

પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ જેના વિષે એવું કહેવામાં આવે છે કે, અહિયાં જે ભક્ત ૩૦ દિવસ સુધી ધરણા કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. આ મંદિરમાં ધરણા કરવા વાળા ભક્તોને મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે.

ખાસ કરીને આજે અમે તમને જે મંદિર વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, તે મંદિર બિહારના જમુઈમાં આવેલું છે. જમુઈ રેલ્વે સ્ટેશનની બરોબર સામે મલયપુરમાં આ મંદિર બનેલું છે. આ મંદિરને જમુઈનું ગૌરવ માનવામાં આવે છે. તે કાળી માતાનું મંદિર છે જેને માં નેતુલા મંદિરના નામથી લોકો ઓળખે છે.

માતાના આ દરબાર વિષે એવું કહેવામાં આવે છે કે, જે ભક્તોને આંખોને લગતી તકલીફો થાય છે જો તે માં નેતુલાના દરબારમાં આવે છે, તો તેની આંખો સાથે જોડાયેલી તકલીફ દુર થઇ જાય છે. માતાના દરબારમાં લોકો આંખો સાથે સંબંધિત રોગોમાંથી છુટકારો મેળવે છે. જે ભક્ત પોતાના સાચા મનથી ૩૦ દિવસો સુધી ધરણા કરે છે, તેની ઈચ્છાઓ પૂર્ણ થઇ જાય છે.

માતા નેતુલા મંદિરનો ઈતિહાસ :

જો આપણે આ મંદિરના ઈતિહાસ વિષે જાણકારી પ્રાપ્ત કરીએ, તો તેનો ઈતિહાસ હજારો વર્ષ જુનો બતાવવામાં આવે છે. એક સમયે ભગવાન મહાવીર જયારે ઘર છોડી જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા હતા, ત્યારે તેમણે પ્રથમ દિવસ માતા નેતુલા મંદિર પરિસરમાં આવેલા વટવૃક્ષ નીચે રાતના સમયે વિશ્રામ કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે, આ સ્થળ ઉપર ભગવાન મહાવીરજીએ પોતાના વસ્ત્ર ત્યાગ કર્યા હતા. જૈન ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ કલ્પસૂત્રમાં પણ તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

માતાના દરબારમાં રોજ ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે, પરંતુ મંગળવારના દિવસે ભક્તો મોટી સંખ્યામાં માતાના દર્શન કરવા માટે આવે છે. નવરાત્રીના દિવસોમાં માતા નેતુલાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. જયારે માતાના આ દરબારમાં ભક્તોની મનોકામનાઓ પૂરી થઇ જાય છે, ત્યારે તે અહિયાં ભક્ત સોના કે પછી ચાંદીની આંખો ચડાવીને જાય છે. આ મંદિરમાં વર્ષ આખું આંખના રોગોથી દુઃખી લોકો આવતા જતા રહે છે. આ મંદિરની પોતાની એક અલગ વિશેષતા માનવામાં આવે છે, આ મંદિરમાં આવીને લોકો પોતાના દુઃખોમાંથી મુક્તિ મેળવે છે.

ભલે આપણા દેશમાં ઘણા બધા મંદિર રહેલા છે, પરંતુ આ મંદિરની પોતાની એક અલગ જ વિશેષતા અને ચમત્કાર છે, જેના પ્રત્યે લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. લોકો પોતાના મનમાં આશા લઈને ભગવાનના દરબારમાં આવે છે, અને ભગવાનની કૃપાથી તેમની તમામ તકલીફોનું સમાધાન થઇ જાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.