માતા પિતાની નાકના નીચે 17 વર્ષીય યુવકે કર્યું એવું કાંડ કે બેન્કમાંથી 16 લાખ રૂપિયા ઉડાડી દીધા, હવે નથી આપતા સ્માર્ટફોન.

ઓનલાઈન અભ્યાસના બહાને 17 વર્ષના યુવકે એવું કર્યું કે એકાઉન્ટ માંથી ઉડી ગયા 16 લાખ રૂપિયા, પછી પિતાએ જે કર્યું તે…

વર્ષ 2018 માં લોન્ચ થયેલા સવાઈવર અને વોર ગેમ પબજી શરૂઆતના દિવસોથી જ સતત વિવાદમાં ફસાયેલી રહી છે. પરંતુ આ ગેમની લોકપ્રિયતા પણ ઘણી વધુ રહી છે અને પાછળના દિવસોની વાત કરીએ તો કોરોના વૈશ્વિક મહામારીને કારણે આની લોકપ્રિયતા વધુ વધી ગઈ છે. પબજીએ લોકડાઉનમાં લોકોનો ઘણો ટાઈમપાસ કરાવ્યો, આ જ કારણ છે કે આ દિવસોમાં આની લોકપ્રિયતા સાતમા આસમાને પહોંચી ગઈ છે.

જણાવી દઈએ કે પબજી મેં મહિનામાં 226 મિલિયન ડોલરની કમાણી કરી હતી. પરંતુ આનાથી જોડાયેલા ઘણા વિવાદો પણ સતત સામે આવતા રહ્યાં છે. જેના કારણે આ વોર ગેમની સતત આલોચના થતી રહી છે. આ બધાની વચ્ચે આ ગેમાને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. આવો જાણીએ શું છે આખી ઘટના…

ખરેખર તો ગુરુવારે આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબના એક 17 વર્ષના કિશોરે પબજી ગેમમાં 16 લાખ રૂપિયાની ખરીદી કરી છે. જી હા, બિલકુલ સાચું સાભળ્યું તમે, મળેલી જાણકારી પ્રમાણે, યુવકે પબજી ગેમમાં પોતાના માતા પિતાના એકાઉન્ટ માંથી 16 લાખ રૂપિયા ખર્ચ કરી દીધા. બતાવામાં આવે છે કે પરિવાર પંજાબના ખાગરના રહેવાવાળા છે. યુવકના પિતાએ આ પૈસા હોસ્પીટલના ખર્ચ માટે ભેગા કર્યા હતા અને તેમની જિંદગીની જમા પુંજી હતા. પિતાની આખી જિંદગીની કમાણીને તેના દીકરાએ એક ઝટકામાં સાફ કરી દીધી.

માતા પિતાના 3 બેંક એકાઉન્ટની જાણકારી રાખતો હતો નાબાલિક

પ્રખ્યાત વેબસાઈટ Tribune India ની એક રીપોર્ટ માં આ દાવો કરવામાં આવ્યો છે કે માતાપિતાના ત્રણ બેંક એકાઉન્ટ સાથે યુવકની પહોચ હતી. આ બેંક એકાઉન્ટના પૈસાને યુવક પોતાની પબજી ગેમને અપડેટ કરવામાં ઉપયોગ કરતો હતો. રીપોર્ટ પ્રમાણે 17 વર્ષના કિશોરે ફક્ત પોતાના માટે જ નહિ પણ પોતાના મિત્રો માટે પણ ખરીદી કરી છે. આ વાતની જાણકારી માતા પિતાને ત્યારે લાગી, જયારે તે બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ લેવા બેન્ક પહોંચ્યા. 16 લાખ રૂપિયા બેંકમાંથી ગાયબ થયેલા જોઈને માતા પિતા હક્કા બક્કા થઇ ગયા.

મીડિયાની રિપોર્ટ પ્રમાણે, નાબાલિકના પિતા એક સરકારી કર્મચારી છે અને તે ઘણા બીમાર રહે છે. પિતાના નામનો ખુલાસો ના કરવાની શરતે ટ્રિબ્યુન ઈંડિયાએ જાણકારી આપી કે દીકરો તેની માતા સાથે રહેતો હતો. જયારે તેમની નોકરીની પોસ્ટિંગ ક્યાંક બીજી જગ્યાએ હતી. પિતાએ એ પણ જણાવ્યું કે ‘તેણે પૈસાના ખર્ચ માટે તેની માતાના મોબાઈલનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહિ પણ આ યુવકે બેંકથી આવતા પૈસા કપાઈ ગાયના મેસેજ પણ ડીલીટ કરી દીધા.

ઘટના પછી પિતાએ લીધો મોટો નિર્ણય

યુવકના માતાપિતાને લાગતું હતું કે તેમનો દીકરો ઓનલાઇન અભ્યાસ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો છે. બીજી તરફ દીકરો પોતાના ઘરની લંકા લગાવામાં લાગેલો હતો. આ ઘટના પછી આ યુવકને એક રીપેરીંગની દુકાને કામ ઉપર લગાડી દીધો છે. કેમ કે તે પબજી ગેમ ઉપર વધારે સમય ના પસાર કરી શકે અને ખરાબ આદતો છૂટી શકે. આ બાબતે પિતાનું કહેવાનું છે કે હવે હું મારા દીકરાને ઘરે નવરો બિલકુલ બેસાડી શકું એમ નથી અને ના તો એને ઓનલાઇન ભણવા માટે સ્માર્ટફોન આપી શકું.