માતા-પિતાના સ્વર્ગવાસ પછી ઘરમાં એકલો રહે છે 10 વર્ષનો બાળક, ખેતી કરીને ભરે છે પેટ

જયારે માતા પિતા સાથે ન હોય તો જીવન ઘણું મુશ્કેલ બની જાય છે, અને જો તમે માત્ર ૧૦ વર્ષના બાળક હોવ અને તમારી દેખરેખ માટે આગળ પાછળ કોઈ ન હોય તો ખરેખર જીવન સરળ નથી રહેતું, આપણા માટે એવું વિચારવું પણ મુશ્કેલ છે કે કોઈ ૧૦ વર્ષનું બાળક માતા પિતા વગર કોઈ મોટા વ્યક્તિ વગર એકલો કેવી રીતે રહી શકે છે. પરંતુ આજે અમે તમે એવા બાળકની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જેણે એવું કરી દેખાડ્યું છે. આ કહાની સાંભળીને તમારી આંખો જરૂર ભીની થશે અને સાથે જ તમને ઘણી પ્રેરણા પણ મળશે.

આ છે ૧૦ વર્ષના ડાંગ વાન ખુનેય, વિયતનામના એક ગામમાં રહેવા વાળા ડાંગ પોતાના ઘરમાં ન માત્ર એકલા રહે છે પરંતુ ખેતરમાં જઈને મહેનત પણ કરે છે. ડાંગના જીવનમાં ઘણા દુઃખ આવ્યા છે. ઘણી નાની ઉંમરમાં જ તેની માં તેને છોડીને જતી રહી હતી. ત્યાર પછી પિતા કામની શોધમાં શહેર ગયા. તે દરમિયાન ડાંગની દાદી તેનું ધ્યાન રાખતા હતા, પિતા શહેરમાં કમાઈને જયારે પૈસા આપતા હતા ત્યારે તેનું ઘર ચાલતું હતું. અને દાદી ગામમાં ખાવાનું બનાવવાનું કામ કરી થોડુ ઘણું કમાઈ લેતા હતા.

પછી એક દિવસ ડાંગના પિતા અકસ્માતમાં અવસાન પામ્યા. ગામના લોકોએ ફાળો કરીને તેના પિતાનું શબ ગામમાં લાવ્યા. તેના થોડા સમય પછી ડાંગની દાદીએ બીજા લગ્ન કરી લીધા અને બીજા ગામમાં રહેવા જતી રહી. આવામાં ડાંગ ઘરમાં એકલો પડી ગયો. હવે તે રોજ પોતાના ઘર પાસે બનેલા ખેતરોમાં કામ કરતો રહે છે. અહિયાં તે પોતાના માટે શાકભાજી ઉગાડે છે. પાડોશીઓ તેને અનાજ આપવામાં મદદ કરી દે છે. આમ તો ડાંગનું ઘર પણ ઘણું નબળું છે. લાકડા માંથી બનેલું જેમાં  હવા વધારે આવતી રહે છે.

એવું નથી કે ડાંગની મદદ માટે કોઈ આગળ નથી આવ્યું, તેને દત્તક લેવાની માંગણી ઘણા લોકોએ કરી આમ તો ડાંગે એવું કહી ને ના કહી દીધી કે તે પોતાનું ધ્યાન જાતે રાખી શકે છે. તેના પાડોશીઓએ પણ તેને સમજાવ્યો કે અમે ઘરમાં એકલા છીએ અમારી સાથે આવી જા પરંતુ ડાંગને એકલા રહેવાનું જ પસંદ છે. એક રસપ્રદ વાત એ છે કે ડાંગ ખેતરોમાં એટલું કામ કર્યા પછી પણ રોજ સ્કુલે જાય છે. તે પોતાની સ્કુલ ક્યારેય પણ પાડતો નથી.

Cậu bé 10 tuổi sống một mình bơ vơ nơi rẻo cao

Cậu bé 10 tuổi sống một mình bơ vơ nơi rẻo caoMọi sự giúp đỡ cho hoàn cảnh của em qua link: https://laodong.vn/tam-long-vang/ld2109-cau-be-mo-coi-song-bo-vo-noi-reo-cao-mot-san-an-tung-bua-768795.ldoBố bỏ đi làm xa khi em mới được 2 tuổi, lúc lên 4 tuổi, mẹ lại bỏ đi lấy chồng để em sống với bà nội. Trớ trêu thay năm 2018 bà nội cũng bỏ em đi theo người khác. Kể từ đó, cậu bé 10 tuổi sống lủi thủi một mình trong ngôi nhà tranh với hàng nghìn khe hở lạnh thấu trời. Đau thương chưa dứt thì cách đây 10 ngày, người bố mà em còn không nhớ mặt đã mất trong một vụ tai nạn trên Lạng Sơn. Hoàn cảnh éo le đó chính là em Đặng Văn Khuyên học sinh lớp 5D, trường tiểu học Thành Long, xã Thành Long (Hàm Yên, Tuyên Quang).https://laodong.vn/video/cau-be-10-tuoi-song-mot-minh-bo-vo-noi-reo-cao-768060.ldo#TuyenQuang #caubemocoi

Posted by Lao Động TV on Sunday, November 24, 2019

આ ડાંગની કહાનીને જ્યારે તેના શિક્ષકે ઓનલાઈન શેર કરી ત્યારે તે વાયરલ થઇ ગઈ. જેણે પણ આ દુઃખભરેલી કહાની સાંભળી તેનું મન ભરાઈ આવ્યું. ઘણા લોકોએ તો ડાંગને દત્તક લેવાની ઈચ્છા વ્યક્તિ કરી. અને બીજા લોકોએ બીજી રીતે પણ મદદ કરવાની રજૂઆત કરી. એમ તો હવે ડાંગ તે લોકોની મદદ લે છે કે નહિ તે હજુ સ્પષ્ટ નથી. પણ લોકો આ ૧૦ વર્ષના બાળકની હિંમત અને ઉત્સાહને સલામ કરી રહ્યા છે. અહિયાં એક મોટો માણસ પણ જીવનમાં એકલા રહેવાથી ગભરાય છે તેવામાં આ ૧૦ વર્ષના છોકરામાં જે હિંમત છે તે ખરેખર વખાણવા લાયક છે. આ બાળક માંથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે મુશ્કેલીઓ કેટલી પણ હોય તેનાથી ગભરાવું નહિ બસ આગળ વધતા રહેવાનું છે. તેનું નામ જીવન છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.