આખો દેશ નવરાત્રીના પાવન દિવસો માં માતાની ભક્તિમાં રંગાયેલો હોય છે. ઘરો માં કળશ સ્થાપિત કરવામાં આવે છે. જે નવરાત્રી પૂરી થતા પ્રવાહિત કરી દેવામાં આવશે. માં ભગવતીની પૂજા અર્ચના માટે સૌથી શુભ દિવસમાં આજે અમે તમને એક એવા ચમત્કારી મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે વાચ્યા પછી ભગવાનની શક્તિમાં તમને વિશ્વાસ ઘણો જ વધી જશે.
બિહારમાં મધેપુર જીલ્લામાં આવેલા માં ચંડીસ્થાન મંદિર. માં દુર્ગાની એવી ચમત્કારી શક્તિઓથી ભરેલું છે, જેના વિષે સાંભળતા જ તમારા હોંશ ઉડી જશે. કુમારખંડ પ્રખંડના લક્ષ્મીપુરમાં બનેલા આ ચમત્કારી મંદિરમાં ભક્તોની ઘણી ભીડ જામેલી રહે છે. ખાસ કરીને નવરાત્રીના દિવસો તો અહિયાં ભક્તોની ભીડ એટલી વધી જાય છે કે કાબુમાં રાખવી પણ ઘણી મુશ્કેલ બની જાય છે. અહિયાંના સ્થાનિક લોકો એ ઘણા વર્ષો પહેલા આંતરિક સહયોગથી આ ચમત્કારી મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિરમાં માં દુર્ગા ઉપરાંત તેમના સેવક બે સગા ભાઈ બુધાય અને સુધાય સાથે જ આશારામ મહારાજની મૂર્તિઓ પણ બિરાજમાન છે.
સાચા મનથી મંદિરમાં આવનારા કોઈ પણ ભક્ત નિરાશ થતો નથી. માતા રાણી તેમની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. મંદિર વિષે કહેવામાં આવે છે કે જે મહિલાઓમાં નથી બની શકતી, અહિયાં આવીને માતાના દર્શન કર્યા પછી તેને સંતાન પ્રાપ્તિ થઇ જાય છે.
સ્થાનિક વડીલોના કહેવા મુજબ લગભગ ૭૦ વર્ષ પહેલા આ મંદિરમાં બે ચોર ઘુસી આવ્યા હતા, જે માતાના ઘરેણા ચોરીને ભાગી રહ્યા હતા. પરંતુ જેવા તે બન્ને મંદિર માંથી બહાર તરફ ભાગ્ય, તે બન્ને આંધળા થઇ ગયા. આંખોની દ્રષ્ટિ ગુમાવ્યા પછી તે ઘણા ગભરાઈ ગયા અને ચોરેલા ઘરેણા ત્યાં મૂકીને જેમ તેમ બહાર નીકળ્યા. મંદિરના પરિસરની બહાર નીકળતા જ તે પથ્થર બની ગયા. તે બન્ને ચોર આજે પણ મંદિરની બહાર પથ્થરના રૂપમાં ટકેલા છે. સ્થાનિક મોટા વડીલોના કહેવા મુજબ માન્યતાઓના આધારે જણાવવામાં આવ્યું છે કે અહિયાં માતા સતીના વિભાજીત શરીરનું એક અંગ પડેલું હતું, આમ તો આ સ્થળને ચંડી સ્થાન કહેવામાં આવે છે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.
તમે જાણતાહોય એવા કોઈ ચમત્કારિક મંદિર વિષે કોમેન્ટમાં જણાવશો. અથવા તમે જ્યાં રહેતા હોય અને આસપાસ પણ આવા કોઈ મંદિર કે સ્થળ વિષે જાણતા હોય તો કોમેન્ટ કરો જેથી બીજા પણ જાણી શકે. આ લેખને લાઇક અને શેયર કરવાનું ભૂલશો નથી. આભાર. ૨૬મી જાન્યુઆરીની શુભકામના.