માતાનો ચમત્કારિક દરબાર, જ્યાં કન્યાઓને મળે છે મનગમતો વર, આવવા વાળાની મનોકામના થાય છે પુરી

માતાનું ઘણું કોમળ હ્રદય હોય છે, ક્યારે પણ માતા પોતાના ભક્તોને તકલીફો નથી જોઈ શકતા, જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ દેશ આખામાં દુર્ગા માતાના ઘણા બધા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, જેમાંથી થોડા શકતીપીઠ પણ રહેલા છે અને આ બધા મંદિરોની પોતાની અલગ અલગ ખાસિયત અને ચમત્કારો માનવામાં આવે છે, જેના કારણે જ તે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, વ્યક્તિ હંમેશા માતાના દરબારમાં પોતાના દુઃખ તકલીફો લઈને જાય છે.

તેમના મનમાં એવી આશા રહે છે કે માતા રાની તેમનો અવાજ જરૂર સાંભળશે અને તેમના જીવનના તમામ દુઃખ દુર કરશે, આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી એક એવા ચમત્કારિક મંદિર વિષે જાણકારી આપવાના છીએ જે મંદીરની અંદર માતા રાની પોતાના દરેક ભક્તોની ઈચ્છા પૂરી કરે છે, જે ભક્ત અહિયાં દર્શન કરવા માટે આવે છે તેની ઉપર માતાના આશીર્વાદ જળવાઈ રહે છે.

ખાસ કરીને આજે અમે તમને માતાના જે ચમત્કારિક દરબાર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે મંદિર ઉત્તર પ્રદેશના લાલગંજ વિસ્તારના ગેંગાંસોમાં આવેલું છે, આ મંદિરને સંકટા દેવી મંદિરના નામથી ઓળખવામાં આવે છે, આ દુનિયા ભરમાં પોતાના ચમત્કારો માટે ઘણું જ પ્રસિદ્ધ છે, આ મંદિર ઘણું અદ્દભુત માનવામાં આવે છે, અહિયાં આવવા વાળા ભક્તોનું એવું કહેવાનું છે કે જે અહિયાં વ્યક્તિ આવે છે, તેની તમામ ઇચ્છાઓ પૂરી થઇ જાય છે.

આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે જે કુંવારી છોકરીઓ છે, તે અહિયાં આવીને માતાના દર્શન કરે છે, તેને મનપસંદ વરની પ્રાપ્તિ માટે માતા પાસે પ્રાર્થના કરે છે, માતા રાણીજી કુંવારી કન્યાઓને મનપસંદ વરની પ્રાપ્તિ માટે વરદાન આપે છે, એટલું જ નહિ પરંતુ જે પરણિત જોડાને સંતાન નથી, તે પણ અહિયાં આવીને માનતા માંગે છે અને દંપત્તિઓનો ખોળો માતા રાણીની કૃપાથી ભરાઈ જાય છે.

ભક્તોનું એવું કહેવું છે કે આ મંદિરમાં લાલ ચુંદડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂરી થઇ જ જાય છે, જયારે વ્યક્તિની માનતાઓ પૂરી થઇ જાય છે ત્યારે ત્યાં આવીને માતા રાનીને અતિ પ્રિય સિંઘાડેના લાડુ અર્પણ કરે છે.

સંકટા દેવી મંદિરની સ્થાપના વિષે એવું કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ૧૨મી સદીમાં કરવામાં આવી હતી, એક પ્રચલિત વાર્તા અનુશાર બેસવાતના ક્ષત્રીય રાજા ત્રિલોક ચંદ્રને કોઈ સંતાન થઇ રહ્યા ન હતા, જેને લઈને તે ઘણા દુઃખી રહેતા હતા, તે પોતાની આ તકલીફને લઈને રાજા ત્રિલોક ચંદ્ર કશી પહોચ્યા હતા, ત્યાં પહોચીને તેમણે મહર્ષિ પુંજ રાજ બાબા પાસે પોતાનું મુશ્કેલી જણાવી.

ત્યાર પછી બાબાએ રાજાને પુત્ર પ્રાપ્તિનો રસ્તો બતાવ્યો હતો, ત્યારે તેમણે રાજાને પુત્ર યેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો, જયારે આ યજ્ઞ સમાપ્ત થયો ત્યારે રાજાને પુત્ર રત્ન પ્રાપ્તિના શુભ સમાચાર મળ્યા હતા, એવું કહેવામાં આવે છે કે જે સ્થળ ઉપર રાજાએ યેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો તે સ્થાન ઉપર આ મંદિર બન્યું હતું.

આ મંદિરની અંદર લોકો પોતાના દુઃખ તકલીફો લઈને આવે છે અને માતા રાનીની કૃપાથી લોકોને પોતાની તમામ તકલીફો માંથી મુક્તિ મળે છે, માન્યતા મુજબ તે માતાનો દરબાર ઘણો જ અદ્દભુત અને ચમત્કારિક માનવામાં આવે છે, આ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તોના ઉદાસ ચહેરા ઉપર ખુશીઓ આવી જાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન, અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.