માતાનું ચમત્કારિક શક્તિપીઠ જ્યાં પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી બધા રોગથી મળે છે છુટકારો.

આપનો ભારત દેશ ધાર્મિક દેશોમાંથી એક માનવામાં આવે છે અને આપણા ભારત દેશમાં માતા રાણીના કુલ ૫૧ શક્તિપીઠ માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે માતા સતીના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા તે સ્થળ ઉપર શક્તિપીઠની સ્થાપના થઇ ગઈ હતી, આમ તો તમામ શક્તિપીઠનું પોતાનું અલગ મહત્વ માનવામાં આવે છે પરંતુ આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી જે શક્તિપીઠ વિષે જાણકારી આપવાના છીએ તે ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બનેલું છે, આ શક્તિપીઠ ઉત્તર પ્રદેશના બલરામપુર જીલ્લામાં આવેલું છે.

ઉત્તર પ્રદેશમાં આવેલા માતા રાનીનું આ શક્તિપીઠ બલરામપુર જીલ્લાથી લગભગ ૨૮ કી.મી. ના અંતરે તુલસીપુરમાં બનેલું છે, એવું કહેવામાં આવે છે કે આ સ્થાન ઉપર માતા સતીનો ખભો અને પેટ અંગ પડ્યું હતું, જેને કારણે જ તેને પાટન કહેવામાં આવે છે, આ સ્થાનને યોગપીઠ પણ માનવામાં આવે છે, આ શક્તિપીઠમાં બિરાજમાન માતાને માં પાટેશ્વરીના નામથી લોકો ઓળખે છે, આ મંદિર દુનિયાભરમાં ઘણું પ્રસિદ્ધ છે, માતાનું આ પવિત્ર સ્થળ નેપાળ ની સરહદની એકદમ નજીક છે, આ મંદિરમાં લોકો દેશભર માંથી માતાના દર્શન કરવા માટે આવે છે.

માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે આ મંદિરનો સંબંધ માતા સતીની સાથે સાથે ભગવાન શિવજી, ગુરુ ગોરખનાથ અને કર્ણ સાથે જોડાયેલું છે, આ મંદિરના મહંતના કહેવા મુજબ કે ચૈત્ર અને શરદ નવરાત્રીમાં માતાની પીંડી પાસે ચોખાનો ઢગલો બનાવીને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, પૂજા સમાપ્ત થયા પછી ચોખા ભક્તો વચ્ચે વહેચી દેવામાં આવે છે, રવિવારના દિવસે માતા રાનીને હલવાનો ભોગ ચડાવવામાં આવે છે અને શનિવારના દિવસે લોટ અને ગોળ માંથી બનેલી રોટલીનો વિશેષ ભોગ ચડે છે.

માતા રાનીના આ પવિત્ર સ્થળ વિષે એવું કહેવામાં આવે છે કે આ શક્તિપીઠનું મહત્વ મહાભારત કાળ સાથે જોડાયેલું છે, અહિયાં એક કુંડ આવેલો છે, જ્યાં કર્ણએ સ્નાન કર્યું હતું અને સૂર્યદેવતાને અર્ધ્ય આપ્યું હતું, એવું કહેવામાં આવે છે કે આ શક્તિપીઠના કુંડમાં જે શ્રદ્ધાળુ સ્નાન કરે છે તેના તમામ પાપ દુર થઇ જાય છે, એટલું જ નહિ પરંતુ લોકોના તમામ રોગ પણ દુર થઇ જાય છે, આ કુંડમાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુ દુર દુરથી આવે છે, આ કુંડને સુરજ કુંડ પણ કહેવામાં આવે છે.

આ મંદિરમાં માતા રાનીને પ્રસન્ન કરવા માટે માં પાટેશ્વરી માતાના દરબારમાં પૌરાણીક ગાયન અને નૃત્ય કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે નૃત્ય કરવાથી દેવી માતા રાનીજી ખુશ થાય છે અને ખુશ થઈને તમામ મનોકામનાઓ પૂરી કરે છે, માતાના આ મંદિરમાં દર્શન કરવા વાળા ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે, જયારે આ મંદિરમાં વધુ ભીડ થઇ જાય છે તો અહિયાં વિશેષ પૂજા થાય છે.

શ્રદ્ધાળુઓ વચ્ચે માતા રાનીનું આ શક્તિપીઠ આસ્થાનું મુખ્ય કેન્દ્ર બનેલું છે, અહિયાં જે પણ ભક્ત માતાના દર્શન કરવા માટે આવે છે તેને પોતાના તમામ પાપ અને બીમારીઓ માથી મુક્તિ મળે છે, ખાસ કરીને આ મંદિરમાં બનેલા કુંડમાં લોકો સ્નાન કરીને પોતાના તમામ રોગો માંથી મુક્તિ મેળવે છે, માતાનો આ દરબાર દેશના જ નહિ પરંતુ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.