હવે 1 રૂપિયામાં નહિ મળે માચીસની ડબ્બીઓ, 14 વર્ષ પછી વધશે ભાવ, જાણો કેટલા ગણો ભાવ થશે.

પોસાય એવા ભાવે મળતી માચીસ થશે મોંઘી, તેના ભાવમાં આટલા ગણો વધારો કરવાનો લેવાયો નિર્ણય, જાણો.

માત્ર 1 રૂપિયામાં ગરીબની ઝુપડીઓમાં પચાસ વખત અજવાળું કરવા વાળી માચીસની ડબ્બીઓ હવે એક રૂપિયામાં નહીં આવે. મોંઘવારીની અસર આ સળીને ઉપર પણ થઇ રહી છે, અને લગભગ 14 વર્ષ પછી તેના ભાવ વધવા જઈ રહ્યા છે.

1 રૂપિયામાં નહિ મળે માચીસ : દેશમાં માચીસ બનાવવાનો મુખ્ય ઉદ્યોગ શિવકાશીમાં ચાલે છે. માચીસ ઉદ્યોગમાં જોડાયેલી 5 મોટી કંપનીઓએ મોંઘવારીની માર સામે ઝઝૂમતા હવે તેના ભાવ વધારવા ઉપર મંજુરી મેળવી લીધી છે. ટીઓઆઈના સમાચાર મુજબ દેશભરમાં માત્ર 1 રૂપિયામાં મળતી માચીસની ડબીઓ હવે 1 ડીસેમ્બરથી 2 રૂપિયાની થઇ જશે.

14 વર્ષ પછી વધશે ભાવ : માચીસના ભાવ આ પહેલા 2007 માં વધ્યા હતા. ત્યારે 50 પૈસાની માચીસ 1 રૂપિયાની થઇ ગઈ હતી. શિવકાશીમાં ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ માચીસે લગભગ 14 વર્ષ પછી માચીસના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.

વધી ગયો માચીસ બનાવવાનો ખર્ચ : માચીસ ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રતિનિધિનું કહેવું છે કે, તેને બનાવવામાં ઉપયોગમાં આવતા કાચા માલ સાથે જોડાયેલી 14 વસ્તુઓના ભાવ વધી ગયા છે. માચીસમાં વપરાતું લાલ ફોસ્ફોરસ જ 425 રૂપિયાને બદલે 810 રૂપિયા કિલોગ્રામ થઇ ગયું છે. અને મીણનો ખર્ચો 58 રૂપિયાથી વધીને 80 રૂપિયા, માચીસની ડબીઓનો ખર્ચ 36 રૂપિયાથી વધીને 55 રૂપિયા થઇ ગયો છે. તે ઉપરાંત કાગળ, પોટેશિયમ ફ્લોરેટ અને સલ્ફેટના ભાવ પણ 10 ઓક્ટોબરથી સતત વધી રહ્યા છે. બાકી ડીઝલના ભાવોનો બોજ અલગથી છે.

નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેકચર્સ એસોસિએશનના કે.વી.એસ. સેતુરતિનમે જણાવ્યું કે, અત્યારે 50 સળી વાળી 600 માચીસની ડબીઓ 270 થી 300 રૂપિયામાં વેચાય છે. હવે માચીસ ઉદ્યોગે તેના ભાવ ટકા 60 % વધારવા એટલે 430 થી 480 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવ 12 % જીએસટી સિવાયનો હશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.