માથા પરથી ગાયબ થયેલા વાળ હવે આવશે પાછાં – અપનાવી જુઓ આ ઘરગથ્થું રીત

સુંદર અને આકર્ષક વાળ દરેકની સુંદરતા વધારી દે છે, ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. સમય પહેલા જો વાળ સફેદ થઇ જાય કે ખરી જાય તો સુંદરતામાં કોઈ ખામી જેવું લાગે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે વાળ જીવ કરતા પણ વધુ વ્હાલા હોય છે. જેટલા ઘાટ્ટા, કાળા અને લાંબા વાળ હશે, એટલો જ વધુ સોંદર્ય માં નિખાર આવે છે. તેથી પુરુષોની સરખામણી એ સ્ત્રીઓ વાળની સંભાળ વધુ સારી રીતે રાખે છે અને તે સ્વસ્થ, મજબુત અને કાળા રહે, તેના માટે ઉપચાર પર કરે છે.

જુના સમયમાં સ્ત્રીઓ પોતાના વાળની સુરક્ષા માટે ઘણા ઘરગથ્થું ઉપચારના ઉપયોગ કરતી હતી. આજે અમે તે ઉપાયો ની તમારી સાથે ચર્ચા કરીશું. આપણા વાળ આપણી પર્સનાલીટી ની શોભા હોય છે. આપણી પર્સનાલીટીને સાચવવા માં વાળનું કેટલું મહત્વ છે તે જણાવવાની જરૂર નથી. કેમ કે તે બધા જ જાણે છે. પણ આપણા વાળ માટે સૌથી મોટી તકલીફ છે હેયર ફોલ એટલે વાળ નું ખરવું. આજના આર્ટીકલમાં અમે એક એવી નેચરલ બનાવટ વિષે જણાવીશું જે આપણા વાળને ખરતા અટકાવી શકે છે.

અને જો વાળ ખરી ગયા હોય તો પણ તમારા વાળ બીજી વાર ઉગી શકે છે, અને પહેલાની જેમ ઘટ્ટ પણ બની શકે છે. બસ જરૂર છે, તો વાળની બરોબર દેખરેખ ની અને સાથે જ સંતુલિત ખાનપાન ની.

કેટલીય વાર તો પ્રોપર કેયર કરવાથી કેટલીક સમસ્યાઓ પૂર્ણ પણ થઇ જાય છે. કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમના વાળ ખરી ગયા પછી ફરીથી ઉગતા (Hair Regrow) નથી. તેથી તે વાળના રીગ્રોથ માટે ચિંતિત રહે છે. વાળની સમસ્યા થી છુટકારો અપાવવા માટે બજારમાં ઘણા પ્રકારના વિકલ્પ (Products) ઉપલબ્ધ છે. કેટલાય પ્રકારની સર્જરી પણ વાળને બીજી વખત ઉગાડવામાં મદદ કરે છે.

કેટલાક લોકો હેયર ટ્રાન્સપ્લાન્ટ અજમાવી રહ્યા છે, પરંતુ તેના સિવાય પણ વાળને બીજી વખત ઉગાડવા માટે ઘણી કુદરતી રીતો (Hair Grow Natural Remedies) છે, જેને અજમાવીને તમે સરળતાથી વાળની બ્યુટી બીજી વખત મેળવી શકો છો. આવો જાણીએ આવા જ એક ઘરગથ્થું નુશખા વિષે જેની મદદથી તમારા Hair ની Re-Growth સંભવ છે.

આ નુશખા માટે તમારે ફક્ત ૩ ઘરગથ્થું ઔષધિઓ ની જરૂર પડશે. તો આવો જાણીએ કેવી રીતે કરીશું આ ઘરગથ્થું નુશખાને તૈયાર.

સામગ્રી:-

૧ ડુંગળીનો રસ

૪-૫ લસણની કળીઓ

૧ ઈંડાની જર્દી (ઈંડા નો ઊજ નાં કરતા હોય તો બીજી રીત નીચે આપી છે)

રીત:-

લસણ ને છોલીને કાપી લો. અને તેમાં ડુંગળી નો રસ મિક્ષ કરો.

સરખી રીતે મિક્ષ થયા બાદ તેમાં ઈંડા ની જર્દી નાખીને મિક્ષ કરો અને તમારું મિશ્રણ તૈયાર છે.

આ માસ્કને તમારા વાળના મૂળ માં તમારા હાથ ની આંગળીઓથી circular motion માં લગાવો.

અડધા કલાક બાદ હુંફાળા પાણીથી ધોઈને સાફ કરો.

ઈંડા નો ઉપયોગ નાં કરતા હોય તો આ રીત પણ છે ક્લિક કરો આની પર >> આ ટાલ માં નવા વાળ ઉગાડી દેં, આ સુંઘવા માત્ર થી માઈગ્રેન દુર થઇ જાય, ૧ વર્ષ જૂની કબજિયાત દુર કરી દે


Posted

in

, ,

by