માથાની ખંજવાળને પળ વારમાં દુર કરે છે આ ફૂલ ક્લિક કરી જાણી લો કેવીરીતે કરસો ઉપાય

 

ઘણી વખત ડ્રાઈ સ્કેલ્પ, રૂસી, શેમ્પુ, ખોટું ખાવું પીવું અને સ્કેલ્પ ફંગસ ને કારણે માથામાં ખંજવાળ થવા લાગે છે. જયારે માથામાં ખંજવાળ થાય છે તો સમજાતું નથી કે તેને કેવી રીતે અટકાવી શકાય. ઘણી વખત તો માથાની ખંજવાળ પહેલા તો તકલીફ શરમ નું કારણ બની જાય છે બીજું તો ઠીક ઘણી વખત બળતરા અને ખંજવાળથી તેમાં લાલાશ અને ચાંદા પણ પડવા લાગે છે. પણ હવે પરેશાન ન થશો કેમ કે ઘરગથ્થું સારવાર ની મદદથી તમે ખંજવાળની તકલીફથી છુટકારો મેળવી શકો છો. આ ઘરગથ્થું ઉપચાર તમારા માથાની ખંજવાળ ને દુર કરવા ની સાથે વાળની સંભાળ રાખવામાં પણ ઉપયોગી સાબિત થશે. આવો આ આર્ટીકલ દ્વારા આ સારવારની જાણકારી લઈએ.

માથાની ખંજવાળ અને ગલગોટા ના ફૂલ

તકલીફથી બચવા માટે મોંઘી બનાવટો નો ઉપયોગ કરવાને બદલે તમે ગલગોટા ના ફૂલનો ઉપયોગ કરી શકો છો. ગલગોટા ના ફૂલ નુકશાનકર્તા કણો તરફ રક્ષણમાં ઉપયોગી ફલકોનોઇડસ નું ઊંચું પ્રમાણ ધરાવે છે. તે ઉપરાંત ગલગોટા ના ફૂલ એન્ટી-ઇન્ફલેમેંટરી, એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરીયલ ગુણો તરીકે ઓળખવામાં આવે છે. અહિયાં માથામાં ખંજવાળ દુર કરવા માટે તેના ઉપયોગની રીત જણાવવામાં આવેલ છે.

સ્ક્લેપ(ખોપડી ની ઉપર ની ચામડી) માટે ગલગોટા નું અર્ક

ગલગોટા નું અર્ક તૈયાર કરવા માટે તમારે ૪ ગલગોટા ના ફૂલ, ૫૦૦ મિ.લી. પાણી અને અડધા લીંબુ ની જરૂર રહે છે. હવે અર્ક બનાવવા માટે પાણીમાં ગલગોટા ના ફૂલને ભેળવીને થોડી વાર ઉકાળો. પછી આ પાણીમાં લીંબુનો રસ ભેળવી દો. અર્ક તૈયાર થયા પછી શેમ્પુ પહેલા તેમાં આપણા સ્ક્લેપ(ખોપડી ની ઉપર ની ચામડી) ઉપર સારી રીતે મસાજ કરો. ત્યાર પછી માથાને રુસીથી દુર કરવા માટે તમે તમારા વાળને સફરજન નાં વિનેગર થી પણ ધોઈ શકો છો.

પછી કોઈ હળવા શેમ્પુથી વાળને ધોઈને કુદરતી રીતે સુકાવા દો.વાળમાં હેયર ડ્રાયર ના ઉપયોગથી દુર રહો કેમ કે તે ખંજવાળને વધારી શકે છે. ઉત્તમ પરિણામ મેળવવા માટે આ અર્કનો ઉપયોગ નિયમિત રીતે કરો. આ ઉપાયથી સ્ક્લેપ સોરાયસીસ ના લક્ષણોથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

બીજા ઉપચાર

કુદરતી તેલની મદદથી પણ માથાની ખંજવાળને દુર કરી શકાય છે. ડ્રાઈ સ્ક્લેપ (સુકી માથા ની ખોપડી)માં પણ ખંજવાળ થાય છે. તેથી માથા ઉપર ટીટ્રી ઓઈલ, નારિયેળનું તેલ, ઓલીવ ઓઈલ, બદામનું તેલ અને એવોકાડો તેલને મિક્સ કરીને લગાવવું જોઈએ. જ્યાં સુધી ખંજવાળની તકલીફ દુર ન થાય ત્યાં સુધી આ ઉપચાર નિયમિત રીતે કરો.

* ડ્રાઈ સ્ક્લેપ, રૂસી અનેસ્ક્લેપ ફંગસ થી થાય છે ખંજવાળ.

* ખંજવાળ દુર કરવામાં ઉપયોગી છે આ ઘરગથ્થું ઉપચાર.

* એન્ટી-ઇફ્લેમેંટરી અને એન્ટીબેક્ટેરીયલ ગુણોથી ભરપુર છે ગલગોટા.