માથા ઉપર ચંદન નું તિલક લગાવવાથી વધે છે એકાગ્રતા, ખીલ, તણાવ અને તાવ થી પણ આપાવે છે છુટકારો

ભારતીય પરંપરામાં ચંદન એક પવિત્ર ઔષધીય અને ધાર્મિક મહત્વની વસ્તુ છે. પ્રાચીન સમયથી જ અહિયાં ચંદનનો ઉપયોગ ધાર્મિક અને સારવાર માટેની જરૂરિયાતો ની ગણતરીમાં થઇ રહી છે. માથા ઉપર ચંદનનું તિલક લગાવવાની પરંપરા ખુબ જૂની છે.

તેની પાછળ નો તર્ક છે કે ચંદનનું તિલક લગાવવાથી એકાગ્રતા વધે છે અને મગજને ઠંડક પહોચાડે છે. પાછળથી તમામ અધ્યયનો થી આ તથ્યોની પુષ્ઠી પણ થઇ છે. માથા ઉપર ચંદન લગાવવાથી માથાના દુખાવાથી છુટકારો મળે છે. તે ઉપરાંત ત્વચા સબંધી તમામ તકલીફો માટે પણ તે રામબાણ ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આવો જાણીએ કે ચંદન લગાવવાથી આપણને ક્યા ક્યા લાભ મળી શકે છે.

દુર કરે છે માથાનો દુખાવો – ચંદન ઠંડી પ્રકૃતિ નું હોય છે. તેને લીધે ચંદન માથા ઉપર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તે માથાના દુખાવાને લીધે જ ગરમ થયેલ નસોમાં ઠંડક પહોચાડીને તેને આરામ પહોચાડે છે. ખાસ કરીને ઉનાળામાં થતા માથાના દુખાવામાં ચંદન ખુબ જલ્દી રાહત આપે છે.

વધારે એકાગ્રતા – જો તમને કામ કે વાંચવામાં ધ્યાન આપવામાં તકલીફ થાય તો માથા ઉપર ચંદન લગાવો. તે લગાવવાથી મગજ ઠંડુ રહે છે જેથી એકાગ્રતા માં સુધારો થાય છે. આપણા દેશમાં પ્રાચીન સમય થી જ વિદ્યાર્થીઓ ને તિલક લગાવવાની પરંપરા છે. તે ઉપરાંત સાધુ-સંતો ને પણ તિલક લગાવવાની પાછળ આ કારણ છે.

તાવ માંથી રાહત અપાવે – તાવમાં માથાને ઠંડુ રાખવા માટે પાણીની પટ્ટીઓ રાખવામાં આવે છે. તેની જગ્યાએ ચંદનનો ઉપયોગ કરી શકાય છે. માથા ઉપર ચંદન લગાવી લેવાથી શરીરનું તાપમાન સામાન્ય થવા લાગે છે. તેનાથી તાવ માં રાહત મળે છે.

અનિન્દ્રા અને તનાવ થી આરામ અપાવે – મગજનું વધુ સક્રિય હોવાને લીધે જ માનસિક તનાવ, થાક અને અનિન્દ્રા ની તકલીફ થઇ શકે છે. આયુર્વેદ મુજબ ચંદનના લેપનો માથા ઉપર મસાજ કરવાથી તનાવ અને અનિન્દ્રા બન્નેમાંથી રાહત મળે છે.

ખીલ દુર કરે – ચંદનથી ત્વચાના ડાઘ-ધબ્બા ને પણ દુર કરી શકાય છે. ચંદનનો લેપ લગાવવાથી ઓઈલી સ્કીનમાંથી પણ રાહત મળે છે. તે ઉપરાંત ચહેરાના ખીલ થી પણ ના પણ રાહત મળે છે.