માથા પરથી સાત વખત ઉતારીને હોલિકામાં બાળી નાખો શ્રીફળ, દૂર થઇ જશે બધી સમસ્યાઓ.

હોલીકા દહનનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ છે. કારણ કે તે દિવસે ચોક્કસ ઉપાયો કરવાથી, તમે નકારાત્મક બળોથી છુટકારો મેળવી શકો છો. આ સાથે લોકોના જીવનમાં સુખ–શાંતિ આવે છે. આજે અમે તમને હોલીકા દહન પર કરવા લાયક ખાસ ઉપાયો વિશે જણાવીએ.

1. જો કોઈ વ્યક્તિ પર ભૂત અથવા જાદુટોણાનો પ્રભાવ હોય તો ભોગ બનેલા વ્યક્તિના માથા પરથી સાત વખત નાળિયેર ઉતારી લો. હવે હોલિકા દહન દરમિયાન તેને આગમાં બાળી દો. આમ કરવાથી, વ્યક્તિની મુશ્કેલી દૂર થશે.

2. પરિવારના સભ્યોની દીર્ધાયુષ્ય અને સમૃદ્ધિ માટે, દહન દરમિયાન હોલીકાને ખોરાક અર્પણ કરો. આમ કરવાથી લાભ થશે.

3. આ સમય દરમિયાન હોલીકાની સાત વાર પરિક્રમા કરવી અને તમારા ઈષ્ટ દેવ-દેવીનું ધ્યાન ધરવું. આનાથી તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે અને ઉન્નતિના નવા રસ્તાઓ બનશે.

4. પરિવાર અને પરિવારના સભ્યોને મુશ્કેલીઓ માંથી બચાવવા માટે, હોલિકા દહન દરમિયાન નજર-બાધને ભસ્મ કરી શકાય છે. આ એક તાંત્રિક ક્રિયા છે. જો કે, સામાન્ય લોકો તેનો ઉપયોગ પણ કરી શકે છે. તેનાથી નજર–ટોંકથી પણ મુક્તિ મળે છે.

૫. જે લોકો ઈચ્છેછે કે તેઓના ઘરમાં ધન-ધાન્ય બની રહે, તેઓએ હોલિકા દહનમાં ઘઉંની કળી, લીલા ચણા, શેરડી અને અન્ય મીઠાઈઓ અગ્નિમાં હોમવા જોઈએ. આનાથી, હોલિકા માતાની કૃપા તમારા પર થશે.

6. તમારી કોઈપણ સમસ્યા દૂર કરવી હોય તો તમારી તે સમસ્યાને કાગળ પર લખી તેને હોલિકામાં બાળી નાખો. આનાથી તમારી તે સમસ્યા પણ બળીને રાખ થઇ જશે.

7. જો કોઈ વ્યક્તિને સતત નજર લાગતી હોય અને એનાથી તે સતત બીમાર રહેતો હોય તો આમાંથી મુક્ત થવા માટે તેઓએ હોલિકાની અગ્નિમાં લેપનો દહન કરવો. તે માટે સરસવના તેલમાં ચણાનો લોટ મેળવીને તેને પીડિતના શરીર પર લગાવવું. સુકાઈ ગયેલા લેપને ઉખાડી તેને એક પેપરમાં ભેગું કરી લેવું. હવે તેને હોલિકાની અગ્નિમાં દહન કરી દો. આમ કરવાથી નજર દોષ માંથી મુક્તિ મળે છે.

8. હોલિકામાં પાંચ પ્રકારના અનાજ અને શાકભાજીને હોમવાથી ઘરમાં ઉન્નતિ થાય છે. આનાથી ક્યારેય અન્નની અછત થતી નથી.

9. હોલિકા દહન સમયે તેની પરિક્રમા કરવી અને દર એક પરિક્રમા પછી થોડુક પાણી રેડવું. આમ કરવાથી મનને શાંતિ મળશે અને ઉન્નતિ થશે.

10. હોલિકા દહન વખતે વિષ્ણુજીના કોઇ પણ સિદ્ધમંત્રનું જાપ કરવાથી વ્યક્તિને માન- સમ્માન મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.