માથામાં ખંજવાળ ની સમસ્યા છે, તો આ ઘરેલું નુસખા થી મળશે 10 મીનીટમાં રાહત

 

ડ્રાઈ સ્કેલ્પ, રૂસી અને ફંગસથી થાય છે ખંજવાળ.

ખંજવાળ દુર કરવામાં મદદગાર છે ઘરેલું ઉપચાર.

એન્ટી ઇફ્લેમેંટરી અને એન્ટીબેક્ટેરીયલ ગુણથી ભરપુર ગલગોટા.

ઉનાળામાં હમેશા પરસેવો અને પદુષણને કારણે માથામાં ખંજવાળની તકલીફ થઇ જાય છે. ઘણી વખત સ્કેલ્પ અને ફંગસ, ડેડ્રફ કે ખોટા શેમ્પુના ઉપયોગથી પણ આ સમસ્યા થઇ શકે છે. માથામાં ખંજવાળ થવાથી મુશ્કેલી પણ ઘણી થાય છે અને શરમાવું પણ. વારંવાર માથું ખંજવાળવાથી સ્કેલ્પ ઉપર બળતરા પણ થવા લાગે છે અને ઘણી વખત તો લોહી પણ નીકળવા લાગે છે.

ઘણી વખત બળતરા અને ખંજવાળવાથી તેમાં લાલી અને ચકતા પણ પડવા લાગે છે.પણ માથાની આ ખંજવાળને લઈને પરેશાન થવાની જરૂર નથી કેમ કે થોડા ઘરેલું ઉપચારની મદદથી તમે ખંજવાળની તકલીફથી સરળતાથી છુટકારો મળવી શકો છો. આ ઘરેલું ઉપાય તમને માથાની ખંજવાળને દુર કરવા સાથે વાળની જાળવણી માં પણ મદદગાર સાબિત થશે.

ગલગોટા ના ફૂલનો પ્રયોગ

સમસ્યાથી બચવા માટે મોંઘી વસ્તુનો ઉપયોગ કરવાને બદલે તમે ગલગોટાના ફૂલનો ઉપયોગ કરી શકો છો. ગલગોટાના ફૂલ નુકશાનકારક મુક્ત કણો વિરુદ્ધ રક્ષણ માં મદદગાર ફલકોનોઇડસ નું પ્રમાણ ઊંચું હોય છે. તે ઉપરાંત ગેંદાના ફૂલ એન્ટી ઇન્ફલેમેંટરી, એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરીયલ ગુણો માટે ઓળખવામાં આવે છે. અહિયાં માથામાં ખંજવાળ દુર કરવા માટે તેના ઉપયોગની રીત જણાવવામાં આવેલ છે,

ગલગોટાનો અર્ક દુર કરશે ખંજવાળ

ગલગોટાનો અર્ક તૈયાર કરવા માટે તમારે ૪ ગલગોટાના ફૂલ, ૫૦૦ મી.લિ. પાણી અને અડધું લીંબુની જરૂર રહે છે.

હવે અર્ક બનાવવા માટે પાણીમાં ગલગોટાના ફૂલ ભેળવીને થોડી વાર માટે ઉકાળો. પછી આ પાણીમાં લીંબુનો રસ ભેળવી લો. અર્ક તૈયાર થયા પછી, શેમ્પુ પહેલા તેનાથી તમારા સ્કેલ્પ ઉપર સારી રીતે મસાજ કરો. ત્યાર પછી સ્કેલ્પને રૂસીથી દુર કરવા માટે તમે તમારા વાળને સેબ સાઈડર સિરકા થી પણ ધોઈ શકો છો.

પછી કોઈ હળવા શેમ્પુથી વાળને ધોઈને કુદરતી રીતે સુકવી દો. વાળમાં હેયર ડ્રાયરના ઉપયોગથી દુર રહો કેમ કે તે ખંજવાળ વધારી શકે છે. સારા પરિણામ મેળવવા માટે આ અર્કનો ઉપયોગ નિયમિત રીતે કરો. આ ઉપાયથી સ્કેલ્પ સોરાયસીસ ના લક્ષણોથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

બીજા ઉપાય

કુદરતી તેલની મદદથી પણ માથાની ખંજવાળ દુર કરી શકાય છે. ડ્રાઈ સ્કેલ્પમાં પણ ખંજવાળ આવે છે. તેથી માથા ઉપર ટીટ્રી ઓઈલ, નારીયેલનું તેલ, ઓલીવ ઓઈલ, બદામનું તેલ અને એવોકાડો તેલને મિક્સ કરીને લગાવવું જોઈએ. જ્યાં સુધી ખંજવાળની તકલીફ દુર નથી થઇ જતી ત્યાં સુધી આ ઉપાય નિયમિત રીતે કરો.

તે ઉપરાંત લીંબુનો રસ પણ વાળ માટે સારો છે. માથા ઉપર થોડો લીંબુનો રસ ઘસો અને થોડી મિનીટ પછી વાળ ધોઈ લો.