મથુરાની પાણીપુરી હોય કે ગ્વાલિયરના લાડુ, બધું જ મન ભરીને ખાતા હતા અટલજી, વાંચો તેમના ખાવાના આ કિસ્સા

ગ્વાલિયરના લાડુથી લઈને મથુરાની પાણી પુરી સુધી દરેક પ્રકારનું ખાવાનું પસંદ હતું અટલજીને, તમે પણ જાણો તેમના ખાવાના કિસ્સા

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) એક એવા વ્યક્તિ હતા જેને દરેક લોકો પસંદ કરતા હતા. અહીં સુધી કે વિપક્ષ પાર્ટીના લોકો પર તેમની પ્રશંસા કરવાથી પોતાને રોકી શકતા ન હતા. તે એક રાજનેતા હોવાની સાથે સાથે એક ઉત્તમ વક્તા અને શાનદાર કવિ પણ હતા. તેમની લખેલી કવિતાઓ લોકો આજે પણ હોંશે હોંશે વાંચે છે.

16 મે 1996 માં તે દેશના 11 માં પ્રધાનમંત્રી બન્યા હતા. જોકે બહુમતી ન મળવાને કારણે તેમની સરકાર 13 દિવસમાં જ પડી ગઈ હતી. પણ તે નિરાશ થયા ન હતા અને ફરીથી મહેનત અને પ્રયત્ન કરવામાં લાગી ગયા હતા. ત્યારબાદ 1998 થી 1999 સુધી તે ફરીથી પીએમ બન્યા હતા. આ વખતે તેમની સરકાર 13 મહિના સુધી ચાલી હતી. પછી 1999 થી 2004 સુધી તેમણે પુરા 5 વર્ષ પોતાનું પ્રધાનમંત્રી હોવાનું કર્તવ્ય ભજવ્યું.

ખાવાના શોખીન હતા અટલજી :

અટલજી ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવા માટે ઓળખાય છે. આજે ભાજપા તેમના જ દેખાડેલા માર્ગ પર ચાલે છે. આપણે બધા તેમને એક સારા રાજનેતા, ઉત્તમ કવિ અને સારા પ્રવક્તાના રૂપમાં જાણીએ છીએ. પણ શું તમને ખબર છે કે, અટલજીને ખાવા-પીવાનો ઘણો શોખ હતો. તેમના ખાનપાનને લઈને અમુક કિસ્સા પણ પ્રખ્યાત છે. આજે અમે તેજ કિસ્સાઓ વિષે જાણીશું.

લાડુ અને ચેવડો હતા ફેવરેટ :

અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં થયો હતો. તેમણે પોતાનું બાળપણ આજ શહેરમાં પસાર કર્યું હતું. એજ કારણ છે કે આ શહેર સાથે તેમના ઘણા કિસ્સા જોડાયેલા છે. તેમના વિષે કહેવામાં આવે છે કે, તેમને બહાદુરના લાડુ અને ચેવડા નમકીન ઘણા પસંદ હતા. તેના સિવાય ઠંડાઈ, ખીર અને માલપુઆ પણ તેમના ફેવરેટ હતા. તેમને જયારે પણ તક મળતી હતી ત્યારે તે અહીં પોતાની ભૂખ સંતોષવા જરૂર આવતા હતા.

મિત્રો સાથે ઇમરતી ખાવાનો હતો શોખ :

એક વાર અટલજીના પાડોશીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, તે ઘણીવાર ખાવા માટે શહેરની લોકપ્રિય જગ્યાઓ પર જતા હતા. તેમને ઇમરતી (જલેબી જેવી એક મીઠાઈ) ખાવાનો ઘણો શોખ હતો. તે હંમેશા પોતાના મિત્રો સાથે ઇમરતીની દુકાન પર જતા હતા. ત્યાં જયારે પણ પૈસા આપવાનો સમય આવતો હતો ત્યારે અટલજી પાછળ ખસી જતા હતા. પછી તેમના મિત્રોએ જ પૈસા ચૂકવવા પડતા હતા.

મથુરાની પાણીપુરીના હતા શોખીન :

રસપ્રદ વાત એ રહી કે, જયારે અટલજી દેશના પ્રધાનમંતિ બની ગયા, તો પણ તેમનો ખાવાનો શોખ જરા પણ ઓછો ન થયો. જયારે પણ તેમનો મથુરાનો રાઉંડ થતો હતો, તો ત્યાં તે પાણીપુરી જરૂર ખાતા હતા. પછી જયારે તે દિલ્લીમાં હોય તો સુરેશ પકોડી વાળા પાસેથી પાર્સલ મંગાવ્યા કરતા હતા. જયારે પણ કોઈનો મથુરાથી દિલ્લી કે દિલ્લીથી મથુરાનો રાઉંડ લાગતો હતો તો તે તેમની પાસેથી પાણીપુરી મંગાવી લેતા હતા.

અટલજી જમીન સાથે જોડાયેલા માણસ હતા. જયારે 16 ઓગસ્ટ 2018 ના રોજ તેમનો સ્વર્ગવાસ થયો તો આખો દેશ દુઃખમાં ડૂબી ગયો હતો. તે ઘણા લોકો માટે પ્રેરણા હતા. લોકોને તેમની પાસેથી ઘણું બધું શીખવા મળતું હતું. અટલજી ભલે આ દુનિયામાંથી વિદા થઇ ગયા હોય પણ તે આપણી યાદોમાં આજે પણ જીવતા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.