મથુરાના દર્શનીય સ્થળ : આ ટોપ 5 પર્યટન સ્થળ તમારી યાત્રાને બનાવી દેશે યાદગાર, જુઓ ફોટા

મથુરા એક ઐતિહાસિક અને ધાર્મિક પર્યટન સ્થળ છે. દર વર્ષે લાખો લોકો મથુરા દર્શનીય સ્થળના સુંદર દ્રશ્યો જોવા જાય છે. જો તમે પણ તમારા કુટુંબને સંસ્કૃતિ સાથે જોડવા માંગો છો તો મથુરા દર્શનીય સ્થળ તમારા માટે ફરવા લાયક સ્થળ છે. તે ઉત્તર પ્રદેશનો એક જીલ્લો છે જેને મહાન આત્માઓની નગરી માનવામાં આવે છે. તે ઉપરાંત મથુરા ભગવાન શ્રીકૃષ્ણની જન્મ ભૂમિ છે, જે લાખો ભક્તોને આ સ્થળ તરફ આકર્ષિત કરે છે.

આગ્રાથી લગભગ ૫૬ કી.મી.ના અંતરે વસેલા મથુરામાં ઘણા સુંદર મંદિરો રહેલા છે, જે આપણને આપણી સંસ્કૃતિ સાથે જોડવામાં મદદ કરે છે. આજના આ લેખમાં અમે તમને મથુરા દર્શનીય સ્થળના ૫ પ્રસિદ્ધ સ્થળ બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ફરીને તમે તમારી મથુરા યાત્રાને હંમેશા માટે તેને યાદગાર બનાવી શકો છો.

મથુરા દર્શનીય સ્થળ : કૃષ્ણ મંદિર.

મથુરા દર્શનીય સ્થળમાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ મંદિરના દર્શન કરી લે છે, તેના પાપ ધોવાઈ જાય છે. આ મંદિર જહાંગીરના શાસન કાળમાં રાજા વીર સિંહ બુંદેલા દ્વારા બનાવરાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં ફર્યા પછી તમે વૃંદાવન તરફ આગળ વધી શકો છો.

મથુરા દર્શનીય સ્થળ : બાંકે બિહારી મંદિર.

મથુરા દર્શનીય સ્થળથી થોડું આગળ આવેલું વૃંદાવનનું બાંકે બિહારી મંદિર એક પાવન હિંદુ સ્થળ છે. આ મંદિરને પ્રાચીન ગાયક તાનસેનના ગુરુ સ્વામી હરિદાસજીએ બનાવરાવ્યું હતું. આ મંદિર પણ મથુરા દર્શનીય સ્થળના બીજા મંદિરોની જેમ જ શ્રીકૃષ્ણ ભગવાનને સમર્પિત છે. તેમાં રાજસ્થાની શૈલીનું ઉત્તમ નકશી કામ કરવામાં આવ્યું છે. બાંકેનો અર્થ છે ત્રણ જગ્યાએથી જોડાયેલું અને બિહારીનો અર્થ છે શ્રેષ્ઠ ઉપભોક્તા. આ મંદિરના દરવાજા બપોરે ૧૨.૩૦ થી ૪ વાગ્યા સુધી ખુલ્લા રહે છે.

મથુરા દર્શનીય સ્થળ : ઈસ્કોન મંદિર.

ઈસ્કોન મંદિર મથુરા દર્શનીય સ્થળમાં ત્રીજું મુખ્ય મંદિર છે. આ મંદિરનું નિર્માણ ૧૯૭૫ માં કરાવ્યું હતું. મંદિરને બલરામ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ આ મંદિર એ મંદિર છે જ્યાં એક સમયમાં શ્રીકૃષ્ણ ભગવાન પોતાના સાથીઓ સાથે રમતા હતા. મંદિરમાં સુંદર ચિત્રકારી જોવા લાયક છે. અહિયાંના લોકો આ મંદિરમાં આવીને શ્રીમદ્દ ભગવત ગીતાના પાઠ કરે છે. આ મંદિર મથુરા દર્શનીય સ્થળના બીજા મંદિરોથી ઘણું અલગ છે. અહિયાં ભગવાન શ્રી કૃષ્ણના શિક્ષણનું પણ વર્ણન મળે છે.

મથુરા દર્શનીય સ્થળ : દ્વારકાધીશ મંદિર :

દ્વારકાધીશ મંદિર મથુરા દર્શનીય સ્થળનું ચોથું મુખ્ય સ્થળ છે. આ મંદિરનું નિર્માણ ૧૮૧૪ માં કરવામાં આવ્યું હતું. આ મંદિર મથુરાના વિશ્રામ ઘાટ પાસે છે. મંદિરના પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી ઘણી કળાકૃતિઓ જોવા મળે છે. આ મંદિર આખું વર્ષ શ્રદ્ધાળુઓથી ભરેલું રહે છે પરંતુ અહિયાંની જન્માષ્ટમી જોવા લાયક હોય છે.

મથુરા દર્શનીય સ્થળ : ગોર્વધન પર્વત.

હિંદુ પૌરાણીક કથાઓમાં ગોવર્ધન પર્વતનું વિશેષ મહત્વ છે. આ એ પર્વત છે જેને ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની એક આંગળી ઉપર ઉઠાવી લીધો હતો. મથુરા દર્શનીય સ્થળ જોવા જે પણ જાય છે, તે આ ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા જરૂર લગાવે છે. એવી માન્યતા છે કે ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરવાથી દુ:ખ દુર થઇ જાય છે, અને આધ્યાત્મ તરફ પણ વધુ રૂચી વધી શકે છે.