AC જેવી ઠંડકની જરૂર હોય તો ઓછા બજેટ માં બની જશે AC. આ AC થી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ નહિ પડે. ચિંતાની કોઈ વાત નથી અમે તમને બતાવી રહ્યા છીએ હોમમેડ AC જે એસી જેવી હવા દેવા વાળું કુલરછે જેને બનાવવાની સરળ રીત. તેના માટે તમારે ક્યાય જવાની જરૂર નથી.
બસ કેટલીક વસ્તુઓ ને ખરીદવી પડશે. કેટલાક સરળ સ્ટેપ્સ ની છે આખી પ્રોસેસ…
આ વીડીઓમાં જુઓ ઘર પર AC બનાવવાની આખી પ્રોસેસ>>
ઘર પર AC બનાવવા માટેની જરૂરી સામગ્રી:
૧. એક માટીનું લાંબુ વાસણ (જેવું કે વીડીઓમાં બતાવ્યુ છે)
૨. નાનો પંખો ૧૨ V (જે કમ્પ્યુટર કેબિનેટમાં લગાવવામાં આવે છે)
૩. એક સ્કેચ (નિશાન બનાવવા માટે)
૪. એક નાની ડ્રીલ મશીન (કાણું પાડવા માટે)
૫. એક ઓન-ઓફ માટે બટન
૬. એક કૂપ્પી અથવા પાઈપ (જેનાથી પાણી વાસણમાં જાય)
૭. એક એડેપ્ટર (Adapter) ૧૨ V (પંખાને પાવર આપવા માટે)
૮. એક ગ્લુ ગન (પાર્ટને ચોટાડવા માટે)
સ્ટેપ બાય સ્ટેપ આખી રીત>>
૧. સૌથી પહેલા જ્યાં-જ્યાં વાસણને કાપવાનું છે ત્યાં નિશાન લગાવી દો.
૨. હવે ડ્રીલ મશીન અથવા અન્ય કોઈ ઉપકરણ થી વાસણને કાપી લો અને જ્યાં-જ્યાં કાણું પાડવાનું છે તે પણ કરી દો.
૩. ત્યારબાદ વીડીઓમાં બતાવ્યા અનુસાર પંખો, બટન અને પાણી માટે કુપ્પીને તેની જગ્યા પર ફીટ કરી દો અને તારને પણ સાચી જગ્યાએ જોડી દો.
૪. હવે એડેપ્ટરના તારને પંખા સાથે જોડી દો.
૫. વાસણને ઉપરથી ઢાંકણાથી કવર કરી દો.
૬. વાસણમાં પાણી નાખો અને પંખાને સ્ટાર્ટ કરો. તમારું AC જેવી હવા આપનારું દેશી કુલર તૈયાર છે.