બિલ્ડીંગ નહી માટીના વાસણ બનાવે છે આ એન્જીનીયર, દુબઈમાં જાય છે આ વાસણ

બહાદુરગઢના શિલ્પકાર અતુલ તિવારીને માટીના વાસણ બનાવવાના શોખના કારણે વિદેશમાં પણ ઓળખ અપાવી છે. તની ખાસિયત છે કે માટીમાંથી અઘરામાં અઘરી વસ્તુ બનાવી તેને આકાર આપવમાં તેણે કારીગરી મેળવી છે. આપણી માટીમાંથી બનેલ બિરિયાની પોટ(વાસણ)માં દુબઈના લોકો બિરયાની બનાવીને ખાય છે. હાલમાં જ તેને દુબઈથી એક લાખ બિરિયાની પોટ બનાવાનો ઓર્ડર મળ્યો છે.

માટીના દીવા અને તવાની માંગ દેશમાં જ નહી વિદેશો ના શહેરોમાં થવા લાગી છે. માંગ વધતી જોઇને તેણે થોડા વધુ કારીગરો પણ રાખ્યા છે. થોડા સમય પહેલા સુધી તે માટીમાં વાસણ બનાવીને હાટ માર્કેટ, એક્જીબીશન વગેરે માં વેચતા હતા, ત્યાં તેની કારીગરી ના કદરદાનો મળ્યા અને વિદેશોમાંથી ઓર્ડર મળવાના શરુ થયા.

મનમાં રાખો હકારાત્મક ભાવ :

અતુલ કહે છે કે કામ માટે તમારે સબંધ જેટલા વધુ હશે તમારે એટલી જ ઓછી તકલીફોનો સામનો કરવો પડશે. હમેશા હકારાત્મક વિચારો અને પૂરું મન લગાવીને પોતાનું કામ કરો. ધંધાની સાથે સામાજિક જવાબદારી પણ સમજો. વધુ નફો મેળવવાની ભાવના છોડી દો.

કેમિકલ ભેળવ્યા વગર કુદરતી રીતે જ બનાવે છે વાસણ :

તેમણે જણાવ્યું કે કુદરતી રીતે વાસણો બનાવે છે. કેમિકલ વગર ખુબ સારું ચીકણાપણું લાવી શકાય છે. આમાં બનતું ભોજન સુદ્ધ પોષ્ટિક હોય છે. તેના લીધે ગ્લાસ, કટોરી, ચમચી, થાળી, ટીફીન બોક્ષ, બોટલ, કુલડી, બિરિયાની પોટ, તવો, દહીં ની હાંડી, પ્લેટ વગેરે વાસણો ની માંગ વધી રહી છે. માટીના વાસણમાં ખાવાનું બનાવવાથી પુરા ૧૦૦ ટકા પોષક તત્વો મળે છે. માણસના શરીરમાં રોજ ૧૮ પ્રકારના સુક્ષ્મ પોષક તત્વો મળવા જોઈએ. જે માત્ર માટીમાંથી જ આવે છે.

માટીના દીવા બનાવનાર પાસે થી પ્રેરણા મળી :

અતુલે જણાવ્યું કે પહેલા તે સિરામિક્સ કંપનીમાં માટીની પ્લેટ બનાવવાનું કામ કરતો હતો. ૨૦૦૨ માં તે નીમરાના ની એક કંપનીમાં પ્લેટ લગાવવા ગયો તો ત્યાંથી તેને માટીના દીવા બનાવવાની પ્રેરણા મળી. ઘરે આવીને કામ કરવાનું શરુ કરી દીધું. ૫૦ હજાર એકઠા કરેલ રકમ આ કામમાં રોકાણ કરી ને માટીના દીવા અને તવા બનાવવાનું કામ શરુ કરી દીધું. ૨૦૧૪ માં તેણે આ ધંધા ને મોડનોઈઝ રંગમાં રંગવાનો પ્રયત્ન કર્યો. સાયન્ટીફીક રીતે માટીની નવી નવી વસ્તુઓ વિકસાવી. ત્યાર પછી તો આ ધંધો પુરજોશમાં ચાલવા લાગ્યો.

લાઈટ વગર ૨૪ કલાક ઠંડુ રહી શકે તેવું મકાન બનાવવાનો પ્રયોગ કરી રહ્યો છે એન્જીનીયર અતુલ

દીકરો કરે છે ટેકનીકલી મદદ :

અતુલ પોતે એન્જીનીયર છે. હવે એન્જીનીયર કરીને આવેલો તેનો દીકરો રજત પણ આ કામમાં લાગી ગયો. દીકરો મૂર્તિઓની શિલ્પ ટેકનીક, સિરામિક ટેકનોલોજી વિષે જાણકારી મેળવે છે. તેનાથી તે પોતાના કારોબારને વધુ પ્રકાશમાં લાવી શકે.

બનાવવા માંગે છે મકાન :

અતુલ નવો પ્રયોગ કરવામાં લાગ્યો છે. આ પ્રયોગ સફળ થયો તો ગ્રામીણ ભારતમાં તે એક નવો પ્રયોગ હશે. આમ તો તે એક એવું મકાન બનાવવા માંગે છે, જે ૨૪ કલાક ઠંડું રહે, પરંતુ વીજળી ની જરૂર ન પડે. આ મકાન માત્ર કુદરતી પ્રકાશનો ઉપયોગ કરીને મકાનને ઠંડું રાખશે.