થોડા દિવસો પહેલા યુટ્યુબ પર એક ગુજરાતી સોન્ગ રિલીઝ થયું છે જેનું નામ છે ‘માટલા ઉપર માટલુ’ (matla upar matlu). આ ગીતમાં બે મોટા ગુજરાતી કલાકારો જોવા મળી રહ્યા છે, એક છે દેવપગલી અને એક છે જીગર ઠાકોર. જીગર ઠાકોર નાનકડો બાળક છે પણ તેણે પોતાનું મોટું નામ બનાવી લીધું છે.
આ ગીત જબરજસ્ત ધૂમ મચાવી રહ્યું છે. તેને લોકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. અને આજે અમે તમારા માટે આ ગીત સાથે જોડાયેલી થોડી માહિતી અને તેના ગાયક કલાકારો સાથે જોડાયેલી માહિતી લઈને આવ્યા છે. ગીતની લિંક આર્ટિકલના અંતમાં આપવામાં આવી છે. પણ એ પહેલા થોડી જાણકારી મેળવી લઈએ.
મિત્રો, જણાવી દઈએ કે આ ગીત દેવપગલી અને જીગર ઠાકોરે ગાયું છે. આ ગીત દેવપગલી અને ચંદુ રાવલે લખ્યું છે. અને સુનિલ ઠાકોર અને જગદીશ ઠાકોરે તેને મ્યુઝિક આપ્યું છે.
ઝનકાર મ્યુઝિક ગુજરાતી (Jhankar Music Gujarati) યુટ્યુબ ચેનલ દ્વારા આ ગીતને યુટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત જોરદાર ધૂમ મચાવી રહ્યું છે. અત્યાર સુધી આ ગીતને 10 મિલિયન વ્યુ મળ્યા છે અને ટ્રેન્ડિંગમાં જળવાઈ રહ્યું છે.
ગીતના કલાકારોની વાત કરીએ તો, આપણી સામે જે ગુજરાતી સોન્ગ આવતા હતા તેનાથી જુદા પ્રકારના સોન્ગ લાવનાર વ્યક્તિ એટલે દેવપગલી. દેવપગલીના તમે ઘણા ગીતો સાંભળ્યા હશે. જો નહિ સાંભળ્યા હોય તો ગુગલ પર દેવપગલી સર્ચ કરશો તો મળી જશે.
જણાવી દઈએ કે, દેવપગલીનું સાચું નામ દેવપુરી પ્રવિણપુરી ગોસ્વામી છે. આમ તો તે ક્રિકેટર બનવા માંગતા હતા, પણ તેમના પપ્પા તેમને ક્રિકેટ રમવા દેતા ન હતા. દેવપગલીએ પોતાના બનાવેલા ગીતો પોતાના મિત્રોને સંભળાવ્યા તો તેમણે કહ્યું હતું કે, કલાકારની દુનિયામાં તારું ભવિષ્ય બની શકે છે. પછી તેમણે ક્રિકેટર બનવાનું સપનું છોડીને સંગીતના ક્ષેત્રમાં આગળ વધવાના પ્રયત્નો શરૂ કર્યા. અને આજે તે એક સફળ વ્યક્તિ બની ગયા છે. હવે ઘણા બધા લોકો તેમના જેવા બનવા માંગે છે, તે જે જગ્યાએ છે ત્યાં પહોંચવા માંગે છે. તે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
ગીતના બીજા કલાકાર જીગર ઠાકોરની વાત કરીએ તો તેની ઉંમર 9 વર્ષ છે, અને આ ઉંમરે સંગીતના ક્ષેત્રમાં તેણે મોટું નામ બનાવી લીધું છે. પોતાના કૌશલ્ય અને મહેનતને કારણે તે આટલી સફળતા મેળવી શક્યો છે. આજે આખી દુનિયા તેને ઓળખે છે. યુટ્યુબ પર તેના ગીતો ધૂમ મચાવે છે. તેણે ગુજરાતના પ્રખ્યાત ગીતકારોમાંથી પ્રેરણા લીધી છે. આજે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે.
માટલા ઉપર માટલુ ગીત યુટ્યુબ સિવાય જીઓ સાવન, સ્પોટીફાય, હંગામા, ગાના, એપ્પલ મ્યુઝિક, એમેઝોન પ્રાઈમ મ્યુઝિક અને વિંક મ્યુઝિક જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે.
માટલા ઉપર માટલુ લિરિક્સ :
માટલા ઉપર માટલુ
નઈ બને રોણી રોણી
હે માટલા ઉપર માટલુ
હે માટલા ઉપર માટલુ
હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
ઢગલો પ્રેમ કરશો તોય નઈ બને રોણી રોણી
હે માહ મહિનાનું માવઠું ને માવઠાંનું પોની
માહ મહિનાનું માવઠું ને માવઠાંનું પોની
અરે ઢગલો પ્રેમ કરીશ તોય નઈ બને રોણી રોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોય નઈ બને રોણી રોણી
હે તું હેડામાં છે
હાવ બચ્ચું છે
તું ચડ્ડીમાં છે
તું વાયડું છે
મોઢું તારૂં નોનું વાત તારી મોટી
તને હમજણ નઈ પડે મેલ માથાકૂટ ખોટી
રંગમાં ભંગ પાડીશ નઈ મારૂં નેતરની હોટી
પ્રેમમાં ખબર પડશે ત્યારે ઉંમર થાશે મોટી
મારૂં ચટકાઈ નઈ
મોઢું તારૂં નોનું ને વાત તારી મોટી
તને હમજણ નઈ પડે મેલ માથાકૂટ ખોટી
રંગમાં ભંગ પાડીશ નઈ મારૂં નેતરની હોટી
પ્રેમની ખબર પડશે ત્યારે ઉંમર થાશે મોટી
હાલતીની થા બઉ લોઈ પીજ્યું
અરે ઢગલો પ્રેમ કરીશ તોય નઈ બને રોણી રોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોય નઈ બને રોણી રોણી
હા ભરવી એટલી ભરીલે ફિલડીગ
નઈ સમજે આ તારી થોડી રે ફીલીગ
અલ્યા જાનુ ન પટાવા તું કરીશ ચેટિંગ
વિખયાઈ જશે તારા પ્રેમનું સેટિંગ
અલ્યા માટલા ઉપર માટલુ
માટલા ઉપર માટલુ
હે માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
માટલા ઉપર માટલુ ને માટલામો પોણી
અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોય નઈ બને રોણી રોણી
અરે ઢગલો પ્રેમ કરીશ તોય
હા હા હા દેવાકાકા કશું નઈ થાઈ
હુમ એ નોનું છે
ઈ ગોંડું છે
બુદ્ધિ વગરનું છે
હારૂ નકામું છે
હું તારો ગોળોને તું મારી લાઈટ
તારા મારા પ્રેમની ઉડાડીયે કાઇટ
જતું રે ચૌદદસીયા નહિતર થાશે આપણે ફાઇટ
આજ ગુડ મોર્નીગ ને આજ ગુડ નાઈટ
સમજમે આયા તેરેકો
અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોય નઈ બને રોણી રોણી
અલ્યા ઢગલો પ્રેમ કરીશ તોય નઈ બને રોણી રોણી (લિરિક્સ માટે સાભાર ગુજરાતી ટ્રેકસ.)
જુઓ વિડીયો :