માત્ર 100 રૂપિયામાં કોઈ પણ બેંક કે પોસ્ટ ઓફીસમાં ખોલાવો PPF એકાઉન્ટ, વર્ષનું 8 ટકા મળશે રીટર્ન.

વર્ષના ૧.૫ લાખ રૂપિયા પીએફ એકાઉન્ટમાં ૧૫ વર્ષ સુધી રોકાણ કરો છો, તો લગભગ ૪૪ લાખ રૂપિયા ફંડ બની શકે છે.

જો તમે રોકાણની ગણતરી એ કોઈ સ્કીમ શોધી રહ્યા છો, તો પીપીએફ એટલે પબ્લિક પ્રોવીડંડ ફંડ (PPF) તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. આ એકાઉન્ટને તમે આશરે ૧૦૦ રૂપિયાથી ખોલાવી શકો છો. આમ તો તેમાં વર્ષનું ઓછામાં ઓછું ૫૦૦ રૂપિયા સુધી જમા કરાવવું જરૂરી છે. જો તમે વર્ષના ૧.૫ લાખ રૂપિયા પીપીએફ એકાઉન્ટમાં ૧૫ વર્ષ સુધી રોકાણ કરો છો, તો લગભગ ૪૪ લાખ રૂપિયાનું ફંડ બની શકે છે.

જો તમે પીપીએફ ખાતું ખોલાવવા માગો છો? તો દસ વાતોને ધ્યાનમાં રાખવી પડશે :

૧. કોણ ખોલાવી શકે છે પીપીએફ ખાતું :-

એક પીપીએફ ખાતું કોઈ પોસ્ટ ઓફીસ કે બેંકમાં તમારા નામથી અને નાના બાળક તરફથી કોઈ બીજા વ્યક્તિ દ્વારા ખોલાવી શકાય છે. આમ તો નિયમોનુસાર એક હિંદુ અવિભાજિત પરિવાર (HUF) ના નામ ઉપર એક પીપીએફ ખાતું ખોલાવી નથી શકાતું. તે ઉપરાંત એક સંયુક્ત ખાતું પણ નથી ખોલાવી શકાતું.

૨. કેટલું કરી શકો છો રોકાણ :-

પીપીએફ ખાતું ખોલાવવા માટે જરૂરી ઓછામાં ઓછી રકમ ૧૦૦ રૂપિયા છે, જેને વર્ષના અંત સુધી વધારીને ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા કરવા જરૂરી છે. કોઈ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા જમા કરાવવાની જરૂર છે, જો કે વધુમાં વધુ મર્યાદા ૧.૫ લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. રકમ દર વર્ષે વધુમાં વધુ ૧૨ હપ્તામાં કે એકસાથે રકમ જમા કરાવી શકાય છે.

૩. કેટલા સમય માટે કરવું પડશે રોકાણ :-

પીપીએફ ખાતું ૧૫ વર્ષમાં મેચ્યોર થાય છે, આમ તો સમયગાળાને પાકવાના એક વર્ષની અંદર પાંચ વર્ષ માટે વધારી શકાય છે.

૪. ક્યારે બનાવી શકો છો નોમીની :-

નોમીનેશન સુવિધા પીપીએફ ખાતું ખોલાવતી વખતે મળે છે. એક કે એકથી વધુ વ્યક્તિઓના નામ ઉપર ખાતું ખોલાવતા સમયે પણ નોમીની નક્કી કરી શકે છે.

૫. કેવી રીતે થશે ખાતું ટ્રાન્સફર :-

ખાતા ધારકના કહેવાથી એક પીપીએફ ખાતાને એક પોસ્ટ ઓફીસથી બીજી પોસ્ટ ઓફીસમાં કે પોસ્ટ ઓફીસ માંથી બેંક કે કોઈ બેંક માંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ સેવા માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો.

૬. કેવી રીતે મળશે લોન અને કેવી રીતે લઇ શકાય :-

પીપીરફ ખાતા માંથી લોન અને ઉપાડ ક્યારે થશે, તે એકાઉન્ટની ઉંમર સાથે સાથે નીર્દીષ્ટ તારીખ અને બાકી રકમ જોઈને નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે એક પીપીએફ ખાતું ખોલાવ્યા પછી ત્રીજા વર્ષથી છઠ્ઠા વર્ષ વચ્ચે લોન લઇ શકાય છે, જો કે ખાતું ખોલવાના વર્ષથી સાતમાં નાણાકીય વર્ષ પછી દર વર્ષે ઉપાડની મંજુરી છે.

૭. ટેક્સમાં મળશે કેટલો ફાયદો :-

એક પીપીએફ ખાતામાં જમા પૈસા આવક અધિનિયમની ૮૦C ની આવક માંથી કપાત માટે માન્યતા કરે છે. ત્યાં સુધી કે વ્યાજ આવક સંપૂર્ણ ટેક્સ મુક્ત છે, જો કે પાકવાના સમયની રકમ ઉપર કોઈ ટેક્સ નથી લગાવવામાં આવતો. તેને લઇને રાહત રોકાણ, રાહત રીટર્ન, રાહત પાકતી મુદત કે ઉપાડ લાભ સાથે પીપીએફ રોકાણની ઉત્તમ સાધન બની ગયું છે.

૮. કેટલું મળશે વ્યાજ દર :-

પીપીએફના લાભના દર સંપૂર્ણ રીતે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. હાલમાં વ્યાજ દર ૮ ટકા વર્ષનો છે.

૯. સમય પહેલા ઉપાડી શકો છો પૈસા :-

લાગુ નિયમો હેઠળ પીપીએફ ખાતા માંથી સમય પહેલા ઉપાડ કરી શકાય છે. જો તમે ૧૫ વર્ષ સુધી ૧.૫ લાખ રૂપિયા જમા કરવો છો અને ૧૫ વર્ષ પછી પીપીએફ એકાઉન્ટમાં રોકાણ નથી કરવા માંગતા, તો તમે આવતા ૧૦ વર્ષ માટે પીપીએફ એકાઉન્ટમાં ૪૪ લાખ રૂપિયા મૂકી દો. જો પીપીએફ સ્કીમમાં રહેલા ૮ ટકા વ્યાજ મળતું રહે છે, તો તમારા એકાઉન્ટમાં કુલ 96 લાખ રૂપિયા થઇ જશે.

૧૦. કેટલા સમય પહેલા બંધ કરી શકો છો ખાતું :-

સામાન્ય કેસમાં ૧૫ વર્ષ પહેલા એક પીપીએફ ખાતાને બંધ થવાની મંજુરી નથી. આમ તો કોઈ નિર્દિષ્ટ આધારો જેવા કે ઉચ્ચ શિક્ષણ જરૂરિયાતો કે સારવાર જરૂરિયાત જેવી સ્થિતિ ઉપર એક પીપીએફ ખાતું સમય સમય ઉપર બંધ કરાવી શકાય છે, પરંતુ ખાતાની જરૂરિયાતની બાબતમાં પાચ વર્ષ પહેલા બંધ નથી કરાવી શકાતું.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.