માત્ર 32 મિનીટમાં વેચાઈ ગયું 100 કિલો સોનું અને 600 કિલો ચાંદી, જાણો એવું તે શું થયું?

દિવાળીના એક દિવસ પહેલા શનિવારે નવું વર્ષના મુર્હુત વેચાણ દરમિયાન ફક્ત અડધા કલાકમાં ૧૦૦ કિલો સોનું વેચાઈ ગયું, જયારે ચાંદીનું વેચાણ ૬૦૦ કિલો ગ્રામ થયું. મુહુર્ત વેચાણ દરમિયાન મોંધી ધાતુ ખરીદવું શુભ માનવામાં આવે છે, દરેક વર્ષની જેમ મુહુર્ત વેચાણના આ વિશેષ સત્રનું આયોજન ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન (IBJA) દ્વારા કરવામાં આવ્યું હતું.

ખરેખર તો આઈબીજેએના રાષ્ટીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે અંદાજે અડધા કલાક ચાલેલી મુહુર્ત વેચાણ દરમિયાન ૧૦૦ કિલો સોનું અને ૬૦૦ કોલો ચાંદીના સોદા થયા. આઈબીજેએના જણાવ્યા પ્રમાણે સોના ચાંદીની ખરીદીનો ત્યોહાર ધનતેરસ ઉપર દેશ આખામાં અંદાજે ૩૦ ટન સોનાની ખરીદી રહી. જયારે પાછળના વર્ષે અંદાજે 40 ટન સોનું વેચાયું હતું.

તેમને જણાવ્યું કે પાછળના વર્ષેના મુર્હુત વેચાણની સરખામણીમાં સોનુ અને ચાંદીમાં જોકે ખુબ ઊંચા ભાવ ઉપર સોદા થયા છે, પરંતુ વીતેલા કારોબારી સત્રમાં ધનતેરસમાં જે સોનાનો ભાવ હતો. તેના કરતા ઓછા ભાવમાં સોદા થયા, જયારે ચાંદીમાં ઊંચા ભાવમાં સોદા થાય.

એસોસિયેશનથી મળેલી જાણકારી પ્રમાણે, મુહૂર્ત વેચાણ દરમિયાન 24 કેરેટ સોના 38,666 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (જીએસટી વગર) વેચાયું, જયારે ધનતેરસ ઉપર 25 નવેમ્બરના દિવસે 24 કેરેટ સોનાના ભાવ 38,725 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ધ્યાન રાખવા જેવી બાબત છે કે સોના ઉપર 3 % જીએસટી લાગે છે.

પરંતુ ચાંદીમાં 46,751 રૂપિયા પ્રતિ કોલો ઉપર સોદા થયા જયારે ધનતેરસ ઉપર ચાંદીનો ભાવ 46,775 રૂપિયા પ્રતિ કોલો હતો, 22 કેરેટ શુદ્ધતાનું સોનુ 38,511 રૂપિયાય પ્રતિ 10 ગ્રામ ભાવે વેચાયું હતું. જયારે ધનતેરસના દિવસે 22 કેરેટ સોનુ 38,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું.

મુર્હુત વેચાણ 11.56 ને શરુ થયું અને 12.28 વાગ્યા સુધી ચાલ્યું. અડધા કલાકના કારોબાર દરમિયાન 100 કિલો સોનુ વેચાયું જયારે 600 કિલો ચાંદીના સોદા થયા.

દિવાળીના આગળના દિવસે હિન્દુનું નવું વર્ષ શરુ થયા છે, જયારે કારોબારી નવા વર્ષની પોતાની નવી ખાતા વહી શરુ કરે છે. દિવાળી પછી બલીપ્રતીપદા હોવાના કારણે સોમવારે દેશના શેયર બજાર અને કોમોડીટી બજારમાં કારોબાર બંધ હતું. ગુજરાત અને મધ્ય પ્રદેશ સાથે દેશના કેટલાક વિસ્તારમાં નવા વર્ષનો પહેલો દિવસ હોવાને કારણે છુટ્ટી માનવામાં આવે છે.

દિવાળીના અવસર ઉપર મુહુર્ત વેચાણ દરમિયાન રવિવારે સેન્સેક્સ ૩૩૯ અંકનો ઉછાળ સાથે 39,397 ઉપર ખુલ્યો અને નિફટી 78 અંક ઉપર 11,662 ઉપર ખુલ્યો, કારોબારના અંતમાં સેન્સેક્સ 192.14 અંક ચડીને 39,250 ઉપર બંધ થયો, જયારે નિફટી 43.25 અંક ઉછાળીને 11627.15 ઉપર બંધ થયો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.