જાણી લો કોઈ ખર્ચ વિના માત્ર આહારથી લીવરની બીમારીઓને ઠીક કરવાની રીત

લીવર એટલે જીગર શરીરનું સૌથી મહત્વનું અંગ છે. લીવર શરીરની ઘણી બીમારીઓનું નિયંત્રણ કરે છે. લીવર ખરાબ થવાથી જ શરીરની કામ કરવાની શક્તિ બરોબર થતી નથી. થોડી ખરાબ ટેવો ને કારણે લીવર વહેલા ખરાબ થઇ જાય છે. જેમ કે દારૂનો વધુ ઉપયોગ કરવો, ધ્રુમપાન વધુ કરવું, ખાટું વધુ ખાવું, જંક ફૂડ, પેકેટ ફૂડ, વધુ મીઠાનો ઉપયોગ વગેરે. આવો જાણીએ આજે વગર દવાએ માત્ર આહાર થી લીવરને ઠીક કરવાની રીત.

લીવરને સૌથી વધુ અસર કરે છે શરીરમાં રહેલા ટોકસીન્સ. તેથી લીવરની સારવાર કરતા પહેલા રોગીનું લોહી ચોખ્ખું હોવું જરૂરી છે જેથી લીવર ઉપર જામેલ ખરાબ દોષનો નાશ થઇ શકે અને લીવરનો ભાર હળવો થઇ શકે, તેથી રોગીને વધુ આરામ ની જરૂર રહે છે.

કુદરતી સારવાર કેવી રીતે કરવી ?

(1) સવારે ઉઠીને ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લો. સવારે ઉઠીને થોડા ડગલા ચાલો અને ચાલતા ચાલતા જ ઊંડા શ્વાસ લો. તમને ફાયદો થશે.

(2) દર અઠવાડિયામાં સરસીયાના તેલનું માલીસ આખા શરીરમાં કરો. માટીનો લેપ અઠવાડિયામાં એક વખત આખા શરીર ઉપર જરૂર લગાવો. તમે અઠવાડિયામાં એક વખત વરાળ પણ લો. અને બાથ પણ તમે કરી શકો છો.

આહાર સારવાર

લીવરને લગતી બીમારીને દુર કરવામાં આહાર સારવાર પણ જરૂરી છે. એટલે કે ખોરાક અને કેટલા પ્રમાણમાં ખાવું તે જાણવું જરૂરી છે. લીવરની બીમારીને દુર કરવા માટે તમે આ વસ્તુનો ઉપયોગ વધારેમાં વધારે કરો.

લીવરની બીમારીમાં જ્યુસનો ઉપયોગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લીવરના રોગીને નારિયલ પાણી, સુદ્ધ શેરડીનો રસ, કે પછી મૂળાનું જ્યુસ પોતાના આહારમાં ઉમેરવું જોઈએ. પાલક, તુરીયા, દુધી, શલજમ, ગાજર, પેઠાનું જ્યુસ તમે લઇ શકો છો.

દિવસમાં 3 થી 4 વખત લીંબુ પાણી નો ઉપયોગ કરો. શાકભાજી નો સૂપ પીવો, પેરુ, તરબૂચ, નાશપાતી, મોસંબી, દાડમ, સફરજન, પપૈયું, આલુબુખરા વગેરે ફળોનો ઉપયોગ કરી શકો છો.

શાકભાજીમાં પાલક, બથુઆ, ધીયા, ટીંડોરા, તુરીયા, શલજ્મ, આંબળા વગેરે નું સેવન પોતાના ભોજનમાં વધુમાં વધુ કરો. સલાડ, ફણગાવેલ દાળ પણ વધુમાં વધુ લો. ગાજરનું સૂપ પણ લીવર ની બીમારીઓને દુર કરવામાં ઉપયોગી થાય છે. વરાળમાં પાકેલા કે પછી ઉકાળેલા પદાર્થો નું સેવન કરો.

પાલક અને ગાજરના રસનું મિશ્રણ લીવર સિરોસીસ માટે ખુબ ફાયદાકારક ઘરગથ્થું ઉપચાર છે. ગાજરનો રસ અને પાલકનો રસ સરખા પ્રમાણમાં ભેળવીને પીવો. લીવર સારું રાખવા માટે આ કુદરતી રસ રોજ ઓછામાં ઓછું એક વખત જરૂર પીવો.

ફળોમાં જાંબુ લીવરની બીમારીને દુર કરવામાં ઉપયોગી થાય છે. રોજ 100 ગ્રામ સુધી જાંબુ ના રસનું સેવન કરો. સફરજનના રસનું સેવન કરવાથી પણ લીવરને શક્તિ મળે છે. સફરજનનું સેવન પણ વધારેમાં વધારે કરો. જો લીવરમાં સોજો છે તો શક્કરીયા નો ઉપયોગ વધુમાં વધુ કરો. પોપૈયા પણ લીવરને શક્તિ આપે છે.

આંબળા વિટામીન ‘સી’ ના સ્ત્રોતમાં એક છે અને તેનું સેવન કરવાથી લીવર સારી રીતે કામ કરવા લાગે છે લીવરના સ્વાસ્થ્ય માટે તમારે દિવસમાં 4-5 કાચા આંબળા ખાવા જોઈએ. એક શોધ થી સાબિત થયું છે કે આંબળા માં લીવરને સુરક્ષિત રાખે તેવા બધા જ તત્વો રહેલા છે.

લીવરની બીમાંરીના ઈલાજ માટે જેઠીમધ એક અસરકારક દેશી ઔષધી છે. જેઠીમધ ના મૂળને વાટીને પાવડર બનાવીને તેને ઉકળતા પાણીમાં નાખો. પછી ઠંડુ થાય એટલે ચોખ્ખા કપડાથી ગાળી લો. આ ચા જેવા પાણીને દિવસમાં એક કે બે વખત પીવો.

લીવર માંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવા માટે સફરજન નાં વિનેગર નો ઉપયોગ કરો. ભોજન કરતા પહેલા સફરજન નું વિનેગર પીવાથી ચરબી ઓછી થાય છે. એક ચમચી સફરજન ની છાલ એક ગ્લાસ પાણીમાં ભેળવીને તેમાં એક ચમચી મધ પણ ભેળવો. આ મિશ્રણ ને દિવસમાં બે કે ત્રણ વખત સુધી પીવો.

પ્રાણાયામ અને યોગા ખુબ ઉપયોગી.

અનુલોપ વિલમ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ ને સવારે જરૂર કરો. આ બધી વાતોને જો તમે ધ્યાનમાં રાખશો તો તમે લીવરની બીમારીથી બચી શકશો.