માત્ર હાડકા જ નહિ, શરીર માટે આ પાંચ કારણો માટે પણ જરૂરી છે કેલ્શીયમ

ઓસ્ટીયોપેરોસીસ ઇન્ટરનેશનલ જર્નલ માં પબ્લિક સ્ટડી મુજબ શરીરમાં માત્ર મજબુત હાડકા માટે જ નહી પણ કેલ્શિયમ વાળા ફૂડ લેવાના બીજા પણ ઘણા ફાયદા છે. એપોલો હોસ્પિટલના ચીફ ડાયટીશિયન ડૉ. જણાવી રહ્યા છે હેલ્દી રહેવા માટે કેમ જરૂરી છે કેલ્શિયમથી ભરપુર વસ્તુઓ. સાથે જ જાણો કઈ વસ્તુમાંથી મળશે ભરપુર કેલ્શિયમ.

કેલ્શિયમ ની ખામીથી શું હેલ્થ ની તકલીફ થઇ શકે છે?

મસલ્સમાં એઠન થાય છે, યાદશક્તિ ઓછી થવા લાગે છે, ડીપ્રેશન ની તકલીફ વધી જાય છે, હાથ પગમાં ઝણઝણાટીનો અનુભવ થાય છે, શરીરમાં ખાલી ચડવા લાગે છે.

કેલ્શિયમની ખામીથી બચવા માટે શું બંધ કરવું?

વધુ કોફી પીવાથી દુર રહો, તે શરીરમાં કેલ્શિયમ ને બીલરોબ થવાથી અટકાવે છે, વધુ મીઠું ખાવાથી કેલ્શિયમની ઉણપ થઇ શકે છે, બેન્કિંગ સોડા અને સોફ્ટ ડ્રીંક થી દુર રહો, તેનાથી કેલ્શિયમ શરીરમાં સંપૂર્ણ રીતે બીલરોબ નથી થતું.

જાણીએ શરીર માટે કેમ જરૂરી છે કેલ્શિયમ

કેલ્શિયમથી હાડકા અને નખ મજબુત બને છે. સાંધાના દુખાવાથી બચી શકાય છે.

તેનાથી તેનાથી હ્રદયની પ્રક્રિયા યોગ્ય બને છે. હ્રદયની બીમારીઓથી બચાવ થાય છે.

પ્રેગ્નેટ મહિલાઓ અને ગર્ભમાં ઉછરી રહેલ શિશુ માટે ફાયદાકારક છે.

કેલ્શિયમથી હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બી.પી. કન્ટ્રોલ રહે છે.

તે પીરીયડ તકલીફ જેવા પેટના રોગો, કમરના દુખાવાથી બચાવે છે.

આ વસ્તુથી દુર થશે કેલ્શિયમની ઉણપ :

પનીર – ૧૦૦ ગ્રામ પનીરમાં ૭૨૧ મી.ગ્રામ કેલ્શિયમ હોય છે.

બદામ – ૧૦૦ ગ્રામ બદામમાં ૨૭૭ મી.ગ્રા. કેલ્શિયમ હોય છે.

રાજમાં -૧૦૦ ગ્રામ રાજમામા ૧૪૩ મી.ગ્રા. કેલ્શિયમ હોય છે.

કાબુલી ચણા- ૧૦૦ ગ્રામ કાબુલી ચણામાં ૧૦૫ મી.ગ્રા. કેલ્શિયમ હોય છે.